Banaskantha News: મહિલાને છૂટાછેડા કરાવી આપવાની લાલચ આપી ભુવાએ દુષ્કર્મ આચર્યું
બનાસકાંઠાના દિયોદરમાં ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી છે. ભુવા સહિત ત્રણ શખ્સો સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલા પર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ થતાં પોલીસે ભુવા સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ભુવા સહિત 3 આરોપીઓની અટકાયત કરી બનાસકાંઠાના દિયોદરમાં એક મહિલાએ ભુવા સહિત ત્રણ શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાને તેનો પતિ નહીં ગમતો હોવાથી તેણે ભુવાનો સંપર્ક કર્યો હતો. આ ભુવાએ મહિલાને છૂટાછેડા અપાવવાની લાલચ આપી હતી. ત્યાર બાદ તેને અલગ અલગ સ્થળો પર લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્રણેય આરોપીઓ યુવતીના સગા સંબંધી હોવાનું પણ જાણવા મળ્યું છે. દિયોદર પોલીસે સમગ્ર મામલે પરીણિતાની ફરિયાદના આધારે તપાસ કરી ભુવા સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીઓની સંડોવણી હોવાનો ખુલાસો, અત્યાર સુધી ચાર શખ્સોની ધરપકડ
Read Full Story arrow_forward