android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar : જિલ્લામાં પ્રવેશવા ત્રણ-ત્રણ ટોલ નાકા, NHAI વિરૂદ્ધ શહેરીજનોમાં ભારે આક્રોશ
calendar_today February 11, 2026

Porbandar : જિલ્લામાં પ્રવેશવા ત્રણ-ત્રણ ટોલ નાકા, NHAI વિરૂદ્ધ શહેરીજનોમાં ભારે આક્રોશ

પોરબંદર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ આજે 14 મહિના જેટલો સમય વીતી ગયો છે. પરંતુ પોરબંદર મનપાની હદમાં આવેલું વનાણા ટોલ નાકુ આજ દિન સુધી હટાવવામાં ન આવતા પોરબંદરના લોકોમાં પણ નારાજગી છે. વાહન ચાલકોએ પણ વનાણા ટોલ નાકુ મનપાએ દૂર ન કરાવતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.કેન્દ્રીય મંત્રી વ્યક્તિગત રસ લઈ પ્રયાસો કરે તેવી માગ ઉઠી પોરબંદર મનપાની હદમાં આવેલા વનાણા ટોલ નાકા મુદ્દે મનપાના કમિશ્નરને પૂછતાં તેમને જણાવ્યું હતું કે મનપા દ્વારા ટોલનાકું શહેરથી બહાર રાખવા પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મનપાને પણ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી, ત્યારે લોકો પર આ બોજ હટાવવા માટે પોરબંદરના ધારાસભ્ય તથા કેન્દ્રીય મંત્રી વ્યક્તિગત રસ લઈ પ્રયાસો કરે તેવી માગ ઉઠી છે. RTIમાં શું મળ્યો જવાબ? પોરબંદર વનાણા ટોલ નાકા મુદ્દે આર.ટી.આઈ.એક્ટિવિસ્ટ દિનેશ માંડવીયાએ નેશનલ હાઈવે ઓથોરીટીમાં વિગતો માગી હતી. તેમાં સ્પષ્ટ કહ્યું હતું કે, 10 કિલોમીટરની હદની આસપાસ ટોલનાકું ન આવવું જોઈએ, આ ઉપરાંત બે ટોલનાકા વચ્ચે ઓછામાં ઓછું 60 કિલોમીટરનું અંતર હોવું જરૂરી છે. તેમ છતાં કમિશ્નર વનાણા ટોલનાકા મુદ્દે કેમ કડક એક્શન લેતા નથી, તેવા સવાલો ઉઠાવી પોરબંદરના મંત્રીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. વનાણા ટોલનાકા મુદ્દે મનપા કમિશનરે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હકારાત્મક જવાબ ન આવતા મનપાના ડેવલોપમેન્ટ પ્લાન અંતર્ગત રસ્તા બનાવવામાં આવશે, જેમાં વનાણા નજીકના ગામોથી પોરબંદરના લોકો નવા રસ્તામાંથી પસાર થઈ ટોલમાંથી મુક્તિ મળી શકે તે પ્રકારનું આયોજન ચાલી રહ્યું છે.આ પણ વાંચો : Gandhinagar : મહાત્મા મંદિર ખાતે સહકાર મંત્રીની રાષ્ટ્રીય પરિષદ યોજાશે, અમિત શાહ કરશે પરિષદનું ઉદ્ઘાટન

Read Full Story arrow_forward
Ahmedabad News: નળ સરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી
calendar_today February 11, 2026

Ahmedabad News: નળ સરોવર પક્ષી ગણતરી 2026 સંપન્ન, 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે 6,42,232 પક્ષીઓની હાજરી નોંધાઈ છે, જે 270 જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે.

Read Full Story arrow_forward
જૂનાગઢમાં હર હર મહાદેવ...આજથી 5 દિવસ શિવરાત્રિના મેળાનો પ્રારંભ
calendar_today February 11, 2026

જૂનાગઢમાં હર હર મહાદેવ...આજથી 5 દિવસ શિવરાત્રિના મેળાનો પ્રારંભ

ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરમાં વાર્ષિક મહાશિવરાત્રી મેળાની શરૂઆત ઔપચારિક ધ્વજારોહણ સાથે થઈ, જે પાંચ દિવસના મિની કુંભ મેળાની શરૂઆત દર્શાવે છે જેમાં ભારતભરમાંથી લાખો ભક્તો અને સંતો આવે છે. 15 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેનારા આ તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં વધારો, વાહન પ્રતિબંધો અને મોટા પાયે દેખરેખ રાખવામાં આવી છે.

Read Full Story arrow_forward