android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : ગાંધીધામથી આદિપુર વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન, મહાવીર ચક્ર કેપ્ટન કપિલ સિંહ થાપા એન્જિન સાથે
calendar_today February 11, 2026

Railway News : ગાંધીધામથી આદિપુર વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન, મહાવીર ચક્ર કેપ્ટન કપિલ સિંહ થાપા એન્જિન સાથે

આ રેલખંડનું 9 અને 10 ફેબ્રુઆરી 2026ના રોજ રેલ સુરક્ષા આયુક્ત (CRS) પશ્ચિમ સર્કલ ઈ. નિવાસ દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 10 ફેબ્રુઆરીએ ગાંધીધામથી આદિપુર વચ્ચે ટ્રેનનું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ગાંધીધામ–આદિપુર રેલખંડ વચ્ચે ચૌહરીકરણ અને આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટીનું કાર્ય પૂર્ણ થવાથી હાલમાં જ્યાં આ વિસ્તારમાંથી 50થી 60 માલગાડીઓનું સંચાલન આ ક્ષેત્રથી થઇ રહ્યું છે જે વધીને 150 સુધી થઈ જશે અને ટ્રેનો 120 કિમી પ્રતિ કલાકની (મહત્તમ) ઝડપે ચલાવી શકાશે.ભવિષ્યમાં યાતાયાત વધુ વધવાની શક્યતા છે ગાંધીધામ–આદિપુર બ્રોડગેજ રેલખંડ કાંડલા તથા મુન્દ્રા બંદરગાહો સહિત ભુજ, વાયોંર અને અન્ય વિસ્તારોને દેશના વિવિધ ભાગો સાથે જોડતો એક અત્યંત મહત્વનો માલ પરિવહન માર્ગ છે. હાલમાં આ ખંડ ખૂબ જ વ્યસ્ત રહેતા સંચાલન પર દબાણ રહે છે, જેને ઘટાડવા માટે બે વધારાની લાઈનોની જરૂર હતી. આ માર્ગ પરથી મીઠું તથા અન્ય માલનું પણ મોટા પાયે પરિવહન થાય છે અને મુન્દ્રા બંદરગાહની વધતી ક્ષમતાને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં યાતાયાત વધુ વધવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ કચ્છ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપશે આ પ્રોજેક્ટથી કાંડલા અને મુન્દ્રા બંદરગાહો સાથે જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, અનાજ અને અન્ય માલના પરિવહનમાં ઝડપ આવશે. માલગાડીઓનું ટર્નઅરાઉન્ડ સમય ઓછો થશે, વેગનો વધુ સાર્થક ઉપયોગ શક્ય બનશે અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો આવશે, જેના પરિણામે ઉદ્યોગો અને વેપારને સીધો લાભ મળશે. સાથે જ આ પ્રોજેક્ટ કચ્છ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં, વેપાર, પર્યટન અને રોજગારીના અવસરો વધારવામાં અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માં મદદરૂપ સાબિત થશે. કચ્છ ક્ષેત્રમાં સામાજિક–આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે ગોપાલપુર નવા સ્ટેશનના નિર્માણથી અમદાવાદની તરફથી આવતી ગાડીઓને ભુજ જવા માટે ગાંધીધામમાં એન્જિન રિવર્સલ કરવાની જરૂર નહીં રહે, જેના કારણે લગભગ 20-25 મિનિટનો સમય બચત થશે. આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્ટિવિટી ઉપલબ્ધ હોવાને કારણે ટ્રેનોને દિશા બદલવાની જરૂર પડશે નહીં, જેના કારણે સમય અને ઇંધણ બંનેની બચત થશે અને સંચાલન સરળ બનશે. ગાંધીધામ–આદિપુર ચૌહરીકરણ અને ‘વાય’ કનેક્ટિવિટી પ્રોજેક્ટ ક્ષેત્રીય વિકાસ અને મજબૂત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફની એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જે કચ્છ ક્ષેત્રમાં સામાજિક–આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલવે ચલાવશે અસારવા અને આગ્રા કેન્ટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

Read Full Story arrow_forward
Dwarka News: ગૌમાંસના કાળા કારોબારથી શંકરાચાર્ય લાલઘૂમ
calendar_today February 11, 2026

Dwarka News: ગૌમાંસના કાળા કારોબારથી શંકરાચાર્ય લાલઘૂમ

જગત મંદિર અને પવિત્ર યાત્રાધામ દ્વારકાની પવિત્રતાને લાંછન લગાવતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન 50 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના સનાતન ધર્મીઓમાં રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય દ્વારા પણ આ મામલે અત્યંત આકરૂ વલણ અપનાવવામાં આવ્યું છે.માતા-પુત્ર સહિત ત્રણની અટકાયત દ્વારકા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે રૂપેણ બંદરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગૌમાંસના જથ્થા સાથે માતા-પુત્ર અને એક સપ્લાયરની અટકાયત કરવામાં આવી છે. પવિત્ર યાત્રાધામમાં ગૌમાંસનો આવો કાળો કારોબાર ચાલતો હોવાના પર્દાફાશથી પોલીસ તંત્ર પર પણ સવાલો ઉભા થયા છે. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનો પ્રચંડ આક્રોશ આ ઘટનાની ગંભીરતાને જોતા દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્દગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજે આકરી નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે, ગૌમાતામાં 33 કોટિ દેવતાઓનો વાસ છે. અમે ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માગ કરી રહ્યા છીએ, ત્યારે પવિત્ર તીર્થનગરીમાં આવું નીચ કૃત્ય સનાતન આસ્થા પર સીધો પ્રહાર છે. મિલકતોની તપાસ કરવા પોલીસને તાકીદ શંકરાચાર્યજીએ માત્ર ધરપકડથી સંતોષ ન માનતા પોલીસ તંત્રને આદેશાત્મક લહેજામાં કહ્યું છે કે, આ આરોપીઓની મિલકતોની તપાસ કરવામાં આવે. આ શખ્સો અન્ય કોઈ મોટા રેકેટમાં સંડોવાયેલા છે કે, કેમ અને તેમની બેનામી મિલકતો ક્યાં આવેલી છે તેની ઊંડી તપાસ થવી જોઈએ. આ કૃત્ય કરનારા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.આ પણ વાંચો - Dwarka : ભાણવડના સણખલા ગામે સામાન્ય બાબતમાં પતિએ કરી પત્નીની હત્યા

Read Full Story arrow_forward
Surat : નામચીન ચિરાગ ગોટીનો આતંક, પોતાની જ કંપનીના ડ્રાઇવરને ઢોર માર માર્યો, લાયસન્સ વગર પિસ્તોલ લઇને ફરતો હોવાનો આરોપ
calendar_today February 11, 2026

Surat : નામચીન ચિરાગ ગોટીનો આતંક, પોતાની જ કંપનીના ડ્રાઇવરને ઢોર માર માર્યો, લાયસન્સ વગર પિસ્તોલ લઇને ફરતો હોવાનો આરોપ

સુરતમાં નામચીન ચિરાગ ગોટીની નવી કરતૂત સામે આવી છે. ચિરાગ ગોટીએ પોતાના જ કંપનીના ટેન્કરના ડ્રાઇવરને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.ટેન્કરમાં પથ્થર નાખ્યા શંકા રાખી ઢોર માર માર્યો ચિરાગ ગોટીનો અગાઉ પણ યુવકને માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આજે ફરી તેનો વીડિયો વાયરલ થયો છે. પોતાને દાદા માનતા ચિરાગ ગોટીએ તેની કંપનીનો ડ્રાઇવર ડ્રાઇવરે ટેન્કરમાં પથ્થર નાખ્યા હોવાની શંકા રાખી તેને ઢોર માર માર્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છેચિરાગ ગોટી પિસ્તોલ લઇ લોકોમાં રોફ જમાવતો લોકો આરોપ લગાવી રહ્યા છે કે ચિરાગ ગોટી જાહેરમાં પિસ્તોલ લઈને ફરતો હતો અને લોકોને રોફ જમાવતો હતો. ચિરાગ ગોટી પાસે બંદૂકનું લાઈસન્સ નથી ગણેશ વિસર્જન દરમિયાન સોસાયટીની વાડીમાં જાહેરમાં ફાયરિંગ કર્યાના ફોટા અને વીડિયો સામે આવ્યા છે. જાણવામાં આવ્યું છે કે, ચિરાગ ગોટી પાસે બંદૂકનું લાઈસન્સ નથી સુરત પોલીસ ક્યારે એક્શન લેશે નામચીન ચિરાગ ગોટીની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બંધ થાય તે જરુરી છે અને આ માટે સુરત પોલીસે હવે મેદાનમાં ઉતરવું જરુરી છે.આ પણ વાંચો-----   Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું

Read Full Story arrow_forward