android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: લગ્નની લાલચે શરીર સુખ માણ્યા બાદ બિભત્સ ક્લિપ વાયરલ કરનાર નરાધમ કરણ દંતાણી ઝડપાયો
calendar_today February 11, 2026

Surat News: લગ્નની લાલચે શરીર સુખ માણ્યા બાદ બિભત્સ ક્લિપ વાયરલ કરનાર નરાધમ કરણ દંતાણી ઝડપાયો

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમમાં અંધ બનેલા એક યુવકે બદલાની ભાવનામાં યુવતીની બિભત્સ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતી. જોકે, સુરતની મહિધરપુરા પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને મહેસાણાથી દબોચી લેવામાં આવ્યો છે.શું હતી સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી કરણ નરેશભાઈ દંતાણી દ્વારા ભોગ બનનારી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. લગ્નના બહાને આરોપીએ યુવતી સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન આરોપીએ કેટલીક અંગત પળોની બિભત્સ ક્લિપ્સ પણ બનાવી લીધી હતી. સંબંધ તોડતા જ અસલી ચહેરો સામે આવ્યો સમય જતાં યુવતીને કોઈ કારણોસર આરોપીના ઈરાદા પર શંકા જતા તેણે સંબંધ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો. બ્રેકઅપ બાદ ઉશ્કેરાયેલા કરણ દંતાણીએ યુવતીને બદનામ કરવાના બદ ઈરાદે આ બિભત્સ ક્લિપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દીધી હતી. પોતાની આબરૂના ધજાગરા થતા જોઈ પીડિતાએ હિંમત ભેગી કરી મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહેસાણાથી થઈ ધરપકડ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખતા મહિધરપુરા પોલીસ એક્શનમાં આવી હતી. આરોપી ધરપકડથી બચવા માટે ભાગતો ફરતો હતો, પરંતુ પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને લોકેશન ટ્રેસિંગ દ્વારા આરોપી કરણને મહેસાણા જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે, આરોપીએ અન્ય કોઈને પણ આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ? આ પણ વાંચો - Ahmedabadની દિવ્યપથ શાળાને ગેરકાયદે પાર્કિંગ કરતાં રૂ. 1 લાખનો દંડ, જુઓ Video

Read Full Story arrow_forward
Valsadમાં મહિલા વ્યાજખોર "નીલમનો" ત્રાસ, 27 હજાર સામે 91 હજાર વસૂલ્યા અને ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી
calendar_today February 11, 2026

Valsadમાં મહિલા વ્યાજખોર "નીલમનો" ત્રાસ, 27 હજાર સામે 91 હજાર વસૂલ્યા અને ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી

વલસાડમાં મહિલા વ્યાજખોરની ધરપકડ 27 હજાર સામે 91 હજાર વસૂલ્યા છતાં ધમકી આપતી હતી અને વલસાડ સિટી પોલીસે એક મહિલા વ્યાજખોરની ધરપકડ કરી છે. આ મહિલાએ રૂ. 27,000 લોન સામે રૂ. 91,000 વસૂલ્યા હોવા છતાં પીડિતાને વધુ પૈસા માટે ધમકી આપી હતી. પોલીસે આ મામાલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેપોલીસે વ્યાજખોર મહિલાની કરી ધરપકડ, પીડિતા ભાવિનીબેન ગણેશભાઈ પટેલ નામની GRD સભ્ય મહિલાએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદી ભાવિનીને જરૂરિયાત હોવાથી આરોપો નીલમ પાસેથી રૂ. 27,000 વ્યાજે લીધા હતા અને આરોપી નીલમ અગાઉથી જ રૂ. 50,000નો સિક્યુરિટી ચેક પણ લખાવી લીધો હતો અને અને વધુ પૈસા વસુલવા ધમકી આપતાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે વ્યાજખોર મહિલાની ધરપકડ કરી છે.વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા વ્યાજખોરે વ્યાજ પણ લીધુ અને રૂપિયા ચૂકવાઈ ગયા તેમ છત્તા વ્યાજ લેવાનું ચાલુ રાખ્યું હતુ, ભાવિનીબેન પટેલ નામની યુવતીને જાન્યુઆરી-2025માં નાણાંની જરૂર પડી હતી. તેણે વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી નિલમબેન નિલેશભાઈ સુરતી પાસેથી ₹27,000 રોકડા વ્યાજે લીધા હતા. આ રકમ પર માસિક 33 ટકા જેવું તોતિંગ વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો : Surendranagar ARTO દ્વારા ટુ વ્હીલર/થ્રી વ્હીલર/ફોર વ્હીલર/હેવી વાહનની સીરીઝના ગોલ્ડન/સિલ્વર નંબરો માટે રિ-ઓકશન યોજાશે

Read Full Story arrow_forward
Maharashtra: પુણેમાં બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે
calendar_today February 11, 2026

Maharashtra: પુણેમાં બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે

મહારાષ્ટ્રના પુણેમાં બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી.  આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયુ નથી પરંતુ  ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

Read Full Story arrow_forward