Anand News : જાન ઘરે પહોંચવાને બદલે પોલીસ સ્ટેશન પહોંચી, આણંદમાં લગ્નમાં લેવડ-દેવડમાં વર-કન્યા પક્ષ વચ્ચે પથ્થરમારો થયો
આણંદમાં લગ્ન પૂર્ણ થયા બાદ વર-કન્યા પક્ષે મારામારીની ઘટના બની હતી જેમાં લાકડીઓ, ખુરશીઓ વડે એકબીજા પર મારામારી કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંન્ને પક્ષના 8થી વધુ લોકો પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારો અને મારામારીનો વીડિયો વાયરલ આણંદમાં એક અજીબ ઘટના બની હતી જેમાં લગ્ન પૂર્ણ થતા વર-કન્યા પક્ષે મારામારીની ઘટના બની હતી અને વર-કન્યા વિદાયના બદલે પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં પોલીસની સમજાવટથી વર-કન્યા પક્ષ વચ્ચે સમાધાન થયું હતુ અને સમગ્ર ઘટનામાં હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પોલીસે સમજાવટથી મામલો થાળે પાડયો હતો, સમગ્ર ઘટનમાં લોકોએ એકબીજા પર ખુરશીઓ પણ ઉઠાવી હતી અને વર અને કન્યા બન્ને સામસામે બેસી રહ્યાં હતા. આણંદમાં લગ્ન મંડપ બન્યું સમરાંગણ વર કન્યા પક્ષના લોકો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો અને વર કન્યાના લગ્ન પૂર્ણ થયા બાદ લેવડ દેવડમાં મામલો બિચકયો હોવાની વાત સામે આવી છે, પોલીસે બન્ને પક્ષે બાંહેધરી લીધી હતી કે તેઓ મારમારી નહી કરે અને સમગ્ર ઘટનામાં પોલીસ સ્ટેશનથી હોલ પર આવીને દિકરીની વિદાય કરવામાં આવી હતી, સૂત્રો તરફથી એવી માહિતી મળી હતી કે, કરિયાવરને લઈ આ માથાકૂટ થઈ હતી. આ પણ વાંચો : Agriculture News : ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2026-27 માટે ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરશે : કૃષિ મંત્રી જીતુ વાઘાણી
Read Full Story arrow_forward