android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana news: જીરું-વરિયાળીમાં ભેળસેળ કરનારા સાવધાન! ફૂડ ઓફિસરે આપી કડક ચેતવણી
calendar_today February 11, 2026

Mahesana news: જીરું-વરિયાળીમાં ભેળસેળ કરનારા સાવધાન! ફૂડ ઓફિસરે આપી કડક ચેતવણી

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે ઓળખાતા મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝામાં મસાલાની શુદ્ધતા જાળવવા માટે APMC અને ફૂડ વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. જીરું અને વરિયાળીમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલે અત્યંત આક્રમક વલણ અપનાવતા ભેળસેળિયા વેપારીઓને ખુલ્લી ચેતવણી આપી છે.'ભેળસેળિયો માલ જાહેરમાં સળગાવીશું' APMC ચેરમેન દિનેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઊંઝાની વિશ્વસનીયતા સાથે ચેડા કરનારને છોડવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ વેપારી ભેળસેળ કરતો પકડાશે, તો તેનું લાયસન્સ તાત્કાલિક રદ કરવામાં આવશે. તમે ભેળસેળ વાળું જીરું કે વરિયાળી પકડીને લાવો, અમે તેને બધાની વચ્ચે જાહેરમાં સળગાવીશું. ખાસ કરીને જીરું અને વરિયાળીમાં ગોળની રસી અને પાવડરનું કોટિંગ કરનારા તત્વો સામે કડક તપાસના આદેશ અપાયા છે. રાજકારણીના ફોન આવશે તો પણ કોઈને નહીં બક્ષાય બીજી તરફ, ફૂડ વિભાગના અધિકારીએ પણ કડક તેવર બતાવ્યા છે. ફૂડ ઓફિસર દ્વારા ટકોર કરવામાં આવી હતી કે, જો તમે આ ભેળસેળિયા મસાલા તમારા પોતાના બાળકને ખવડાવી શકતા હોવ, તો જ આવો માલ વેચવાની છૂટ છે. તપાસ દરમિયાન ગમે તેવા મોટા રાજકારણીનો ફોન આવશે, તો પણ કોઈની શરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભગવાન જોઈ રહ્યો છે: અધિકારીની ભાવુક અપીલ તપાસની કડક કાર્યવાહી વચ્ચે અધિકારીએ માનવતાની દ્રષ્ટિએ પણ વાત કરી હતી. તેમણે ભેળસેળિયા તત્વોને ભાવુક અપીલ કરતા કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ એ ન ભૂલવું જોઈએ કે ઉપર બેઠેલો ભગવાન બધું જોઈ રહ્યો છે. હાલમાં ઊંઝામાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ રેડ અને સેમ્પલિંગની કાર્યવાહી સતત ચાલુ છે. આ પણ વાંચો - Mahesana News: સાવધાન! તમારા રસોડામાં ઝેર તો નથી ને? અખાદ્ય પાવડરથી ચમકાવતું શંકાસ્પદ જીરું-વરિયાળી ઝડપાયું

Read Full Story arrow_forward
Mahesana news: કડીમાં પોલીસનો સપાટો, 74 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
calendar_today February 11, 2026

Mahesana news: કડીમાં પોલીસનો સપાટો, 74 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો

મહેસાણા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે કડી પોલીસ દ્વારા ઇરાણા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. કડી-છત્રાલ માર્ગ પર આવેલા ઇરાણા ગામ નજીક એક ખરાબામાં ઉભેલી ટ્રકમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.બાતમીના આધારે કરાઈ રેડ ઘટનાની મળતી માહિતી અનુસાર, કડી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઇરાણા ગામ નજીક ખરાબાની જમીનમાં એક શંકાસ્પદ ટ્રક ઉભી છે અને તેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રકની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 8424 બોટલો અને ટ્રક મળી લાખોનો મુદ્દામાલ જપ્ત પોલીસની તપાસ દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 8424 બોટલો મળી આવી હતી. કડી પોલીસ દ્વારા દારૂનો આ માતબર જથ્થો અને ગુનામાં વપરાયેલી ટ્રક મળી કુલ 74,46,680 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કડી પોલીસની આ કાર્યવાહીના કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસની તપાસ તેજ આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં કડી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Mahesana news: જીરું-વરિયાળીમાં ભેળસેળ કરનારા સાવધાન! ફૂડ ઓફિસરે આપી કડક ચેતવણી

Read Full Story arrow_forward
Valsad : વૃદ્ધાને લૂંટનાર મદારી ગેંગનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર ઝડપાયો
calendar_today February 11, 2026

Valsad : વૃદ્ધાને લૂંટનાર મદારી ગેંગનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર ઝડપાયો

વલસાડમાં વૃદ્ધો અને મહિલાઓને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તફડાવતી મદારી ગેંગનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે.ખેડબ્રહ્મા પાસેથી ગેંગના સૂત્રધારની ધરપકડ વલસાડ ગ્રામ્ય પોલીસ અને એલસીબીની સંયુક્ત તપાસ દરમિયાન ખેડબ્રહ્મા પાસેથી ગેંગના સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અંદાજે 20 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો પકડાયેલ આરોપી અંદાજે 20 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. આ ટોળકી ખાસ કરીને વૃદ્ધ દંપતી અને એકલવાયા લોકોને નિશાન બનાવતી હતી. વલસાડના પીઠા ગામમાં એક વૃદ્ધ દંપતીને ગેંગે ટાર્ગેટ બનાવ્યું હતું. દાગીના સાફ કરી આપવાના બહાને દાગીના પડાવતા ગઠિયાઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અથવા દાગીના સાફ કરી આપવાના બહાને વૃદ્ધા પાસેથી સોનાનું મંગળસૂત્ર અને સોનાની બંગડીઓ પડાવી લીધી હતી. ઘટનાના બાદ આરોપીઓ સ્વિફ્ટ કારમાં ફરાર થઈ ગયા હતા. અન્ય સાગરિતોની શોધખોળ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સાગરિતોને ઝડપી પાડવા માટે તલાશ તેજ કરી છે..આ પણ વાંચો-----    Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું

Read Full Story arrow_forward