Operation Sindoor: રાફેલ ઓપરેશન સિંદૂરમાં હીરો... વાયુસેનાના વાઇસ ચીફનું મહત્વનું નિવેદન
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પોતાની તાકાત બતાવી દીધી છે. દુશ્મનોને ખાત્મો બોલાવવા ભારત કંઇ પણ કરી શકે છે. ત્યારે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે ઓપરેશન સિંદૂરને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર બાદ ભારતીય સેનાની ચોમેર પ્રશંસા થઇ રહી છે. ઓપરેશન સિંદૂર વિશે શું બોલ્યા નાગેશ કપૂર ?તેમણે મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે રાફેલ ઓપરેશન સિંદૂરનો હીરો હતું. સાથે સાથે ઘણા અન્ય હીરો પણ હતા. નાગેશ કપૂરનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે પાકિસ્તાને વારંવાર ભારતના રાફેલને તોડી પાડવાનો દાવો કર્યો છે. એર માર્શલે એ પણ સ્વીકાર્યું કે રાફેલ ઉપરાંત આ ઓપરેશનમાં ઘણા અન્ય હીરો હતા. વાયુસેનાની તાકાતમાં દેખાશે રાફેલ અને તેજસ પ્રેસ બ્રીફિંગમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતીય વાયુસેના (IAF) 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે મેગા કવાયત વાયુ શક્તિ 2026 કરશે. આ કવાયતનો ઉદ્દેશ્ય રાષ્ટ્ર સમક્ષ વાયુસેનાની શક્તિ દર્શાવવાનો, લડાઇ તૈયારી દર્શાવવાનો અને યુવાનોને વાયુસેનામાં જોડાવા માટે પ્રેરણા આપવાનો છે. આ કવાયત દરમિયાન, રાફેલ અને તેજસ વાયુ શક્તિમાં ભાગ લેશે. જે ઓપરેશન સિંદૂરમાં વાયુસેનાની સફળ ભૂમિકાનું પ્રદર્શન કરશે. વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સહિત 120 થી વધુ વિમાનો આ કવાયતમાં ભાગ લેશે. ફુલ ડ્રેસ રિહર્સલ 24 ફેબ્રુઆરીના રોજ થશે જેમાં 28 ફેબ્રુઆરી સ્ટેન્ડ-બાય તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. આ કાર્યક્રમ સાંજે 5:10 થી 7:45 વાગ્યા સુધી ચાલશે. જેમાં દિવસ સાંજ અને રાત્રિની સ્થિતિમાં કામગીરી દર્શાવવામાં આવશે. સેનાના કાફલામાં જોડાશે વધુ એક એરક્રાફ્ટ વાઈસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે એમ પણ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના તેના કાફલામાં MRFA (મલ્ટિ-રોલ ફાઇટર એરક્રાફ્ટ) ઉમેરવાનું વિચારી રહી છે. આ વિમાન રાફેલ હશે કે અન્ય વિમાન તે અંગે ચર્ચા ચાલી રહી છે અને કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી. સેનાને 114 રાફેલ જેટ મળશે સૂત્રોએ જણાવ્યું છે કે સંરક્ષણ મંત્રાલય MRFA કાર્યક્રમ હેઠળ 114 ફ્રેન્ચ બનાવટના રાફેલ જેટ ખરીદવા માટે ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપે તેવી અપેક્ષા છે. આ પ્રસ્તાવ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના ભારત પ્રવાસના થોડા દિવસો પહેલા જ આવશે, જેનાથી આ સોદાને નવી ગતિ મળશે. LokSabha Speaker: કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને ચેમ્બરમાં જઇને અપશબ્દો કહ્યા.. કિરણ રિજિજૂના વિપક્ષ પર આરોપ
Read Full Story arrow_forward