android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદના સુખરામનગર પાસે ગેલેરી ધરાશાયી, સાત જેટલા લોકોને નાની-મોટી ઇજા પહોંચી
calendar_today February 11, 2026

Gujarat Latest News Live : અમદાવાદના સુખરામનગર પાસે ગેલેરી ધરાશાયી, સાત જેટલા લોકોને નાની-મોટી ઇજા પહોંચી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad : જુહાપુરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા, ચાકૂ સાથે જાહેર રોડ પર ધમકી આપી મારામારી કરી
calendar_today February 11, 2026

Ahmedabad : જુહાપુરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા, ચાકૂ સાથે જાહેર રોડ પર ધમકી આપી મારામારી કરી

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાની ઘટના સામે આવી છે.જાહેર રોડ પર કેટલાક યુવાનો વચ્ચે મારામારી મળેલી માહિતી મુજબ જુહાપુરાંમાં ત્રણ બત્તી નજીક આવેલ બેસ્ટ સમોસા પાસે જાહેર રોડ પર કેટલાક યુવાનો વચ્ચે થયેલી મારામારીથી વિસ્તારમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. યુવક ચપ્પુ સાથે ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળ્યો યુવકો વચ્ચેની મારામારીની આ ઘટના દરમિયાન એક યુવક ચપ્પુ સાથે ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ માહિતી અનુસાર, સાંજના સમયે બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વાત વકરી જતા બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. ઘટના દરમિયાન કોઈએ મોબાઇલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોના આધારે પોલીસની તપાસ વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે આરોપીઓની શોધખોળ શરુ કરી હતી.આ પણ વાંચો-----    Gir Somnath News : ગીર સોમનાથના ગીર વિવાન રિસોર્ટમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, રિસોર્ટના સંચાલક સહિત ત્રણની ધરપકડ

Read Full Story arrow_forward
Ahmedabad આવતી 7 ટ્રેન રદ્દ કરાઇ, ગાંધીધામ સેક્શનમાં ઇજનેરી બ્લોકની કામગીરીના લીધે ટ્રેન વ્યવહાર પર અસર
calendar_today February 11, 2026

Ahmedabad આવતી 7 ટ્રેન રદ્દ કરાઇ, ગાંધીધામ સેક્શનમાં ઇજનેરી બ્લોકની કામગીરીના લીધે ટ્રેન વ્યવહાર પર અસર

અમદાવાદ આવતી કેટલીક ટ્રેન આજથી રદ્દ કરવામાં આવી છે. આગામી 13 ફેબ્રુઆરી સુધી ગાંધીધામ, ભુજ ,પાલનપુર તરફથી આવનારી ટ્રેન રદ કરવામાં આવી છે.ગાંધીધામ-ભુજ સેક્શનમાં ઇજનેરી બ્લોકની કામગીરી ગાંધીધામ-ભુજ સેક્શનમાં ઇજનેરી બ્લોકની કામગીરીને કારણે પાલનપુર, ભુજ, બાંદ્રા અને અમદાવાદ આવતી-જતી ટ્રેન સેવા પર અસર પડી રહી છે. કુલ 7 ટ્રેન રદ્દ રેલવે તંત્રએ જણાવ્યું છે કે, આ કામગીરી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને તેના કારણે કુલ 7 ટ્રેન રદ્દ રહેશે. આ ટ્રેનો રદ 11 ફેબ્રુઆરીના રોજ ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન રદ્દ કરવામાં આવી છે તો 12 ફેબ્રુઆરીએ બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરાઇ છે અને 13 ફેબ્રુઆરીએ પાલનપુર, ગાંધીધામ અને અન્ય એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે. આ પણ વાંચો-----   Gir Somnath News : ગીર સોમનાથના ગીર વિવાન રિસોર્ટમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, રિસોર્ટના સંચાલક સહિત ત્રણની ધરપકડ

Read Full Story arrow_forward