android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટના જસદણમાં મકાનમાં લાગી આગ, ફાયર વિભાગે 5 થી 6 લોકોનું રેસ્કયું કરી જીવ બચાવ્યો
calendar_today February 11, 2026

Rajkot News : રાજકોટના જસદણમાં મકાનમાં લાગી આગ, ફાયર વિભાગે 5 થી 6 લોકોનું રેસ્કયું કરી જીવ બચાવ્યો

રાજકોટના જસદણમાં મકાનમાં આગ લાગી હતી અને શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, ફાયર ટીમે 5થી 6 લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા અને મકાનમાં આગ લાગતા નાસભાગ મચી હતી, આગમાં એક વ્યક્તિને બંને હાથે ઇજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. વહેલી સવારે મકાનમાં આગ લાગતા નાસભાગ મચી રાજકોટના જસદણમાં વહેલી સવારે મકાનમાં આગ લાગી હતી અને આગ લાગતા દોડધામ મચી હતી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલી દુકાનમાં આ આગ લાગી હતી અને એક કંપનીમાં કામ કરતા 6 વ્યકિત ત્યાં રહેતા હતા, આગ એટલી વધુ હતી કે ધુમાડાના કારણે લોકો બહાર નીકળી શકયા ન હતા. એક કર્મચારીએ કાચ તોડી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો આગ લાગવાનું ચૌક્કસ કારણ સામે આવ્યું નથી, અને ઘટનામાં એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો છે, પોલીસે સમગ્ર ઘટનમાં જાણવાજોગ ફરિયાદ નોંધી છે, બચાવ કરાયેલા તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર છે. આ પણ વાંચો : Junagadh News : ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત રીતે પ્રારંભ

Read Full Story arrow_forward
Stock Market Opening: નજીવા વધારા સાથે ખૂલ્યુ શેરબજાર, સેન્સેક્સ 84,326.42 અંકે
calendar_today February 11, 2026

Stock Market Opening: નજીવા વધારા સાથે ખૂલ્યુ શેરબજાર, સેન્સેક્સ 84,326.42 અંકે

બુધવારે 11 ફેબ્રુઆરીએ વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઓટો શેરોમાં તેજીએ બજારને ટેકો આપ્યો, જ્યારે રિયલ્ટી અને જાહેર ક્ષેત્રના બેંકિંગ શેરોમાં વેચવાલીનું દબાણ બજાર પર પડ્યું. નજીવા વધારા સાથે ખૂલ્યુ શેરબજાર30  શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૮૪,૩૩૯ પર નજીવો ઉછાળો નોંધાવીને ખુલ્યો. ખુલ્યા પછી પણ ઇન્ડેક્સમાં વધારો ચાલુ રહ્યો. સવારે 9.30 વાગ્યે, તે 52.50 પોઈન્ટ અથવા 0.062  ટકાના વધારા સાથે 84,326.42 પર ટ્રેડિંગ કરી રહ્યો હતો.એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 50 પણ લીલા રંગમાં ખુલ્યો અને ખુલ્યા પછી તરત જ 26000 ના આંકને પાર કરી ગયો. સવારે 9.30 વાગ્યે, તે +47.20 પોઈન્ટ અથવા 0.18  ટકાના વધારા સાથે 25,982.35  પર ટ્રેડિંગ કરી રહ્યો હતો.વૈશ્વિક સંકેતો શું કહી રહ્યા છે ? બુધવારે એશિયન બજારોમાં તેજી રહી. જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં મજબૂત વધારા સાથે ઊંચો વેપાર થયો, જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના બજારોમાં પણ હળવાથી મધ્યમ વધારો નોંધાયો. એશિયન બજારોમાં આ મજબૂતી એવા સમયે આવી છે જ્યારે તાજેતરના ટ્રેડિંગ સત્રોમાં યુએસ બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. યુએસ બજારોની વાત કરીએ તો, મંગળવારે S&P 500 અને Nasdaq ઘટ્યા હતા, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સતત ત્રીજા દિવસે રેકોર્ડ ઊંચાઈએ બંધ થવામાં સફળ રહ્યા હતા. ડિસેમ્બરના નબળા રિટેલ વેચાણ ડેટાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી. અહેવાલ મુજબ, બજારમાં સુધારાની અપેક્ષાઓ હોવા છતાં, ગ્રાહક ખર્ચમાં વધારો થયો નથી. રોકાણકારો હવે આગામી યુએસ શ્રમ બજાર ડેટા પર નજર રાખી રહ્યા છે.Vande Mataram : સરકારી સમારોહમાં વંદે માતરમ અનિવાર્ય, સરકારે જાહેર કર્યો આદેશ

Read Full Story arrow_forward
Ahmedabad : સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં 20 જેટલા
calendar_today February 11, 2026

Ahmedabad : સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં 20 જેટલા

અમદાવાદના સુખરામ નગર નજીક એક ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં આસપાસના 20 જેટલા મકાનમાં લોકો ફસાયા હતા.સાત જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ  માહિતી પ્રમાણે, આ ઘટનામાં સાત જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર જવાનો તાત્કાલિક કામગીરીમાં જોડાયા છે અને બચાવ કાર્ય ચાલુ છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો  ગેલેરી ધરાશાયી થતાં વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો.ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગિરી શરુ ઘટનામાં 20 જેટલા મકાનોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગિરી શરુ કરાઇ છે

Read Full Story arrow_forward