android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News : ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત રીતે પ્રારંભ
calendar_today February 11, 2026

Junagadh News : ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત રીતે પ્રારંભ

આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રથમવાર ભવ્ય 'ડમરુ યાત્રા'નું આયોજન કરાયું છે જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય 'ડમરુ યાત્રા'નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે ૧૧મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭:૦૦ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત ૪૦૦ મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે સુવિધા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે ૮૦૦-૮૫૦ ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે ૨,૦૦૦ ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં ૭૦૦ પલંગ અને ૧૫૦ ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને ૨૪*૭ હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. 6 મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરવામાં આવશે મેળામાં આવતા નાગરીકોના વાહનોના વ્યવસ્થાપન માટે ઉ૫રકોટ, પાંજરાપોળ, વાઘેશ્વરી મંદિર, જેવા ૨૫ અલગ-અલગ સ્થળોએ વિશાળ પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. નાગરીકોના વાહનોની સુરક્ષા માટે દરેક પાર્કિંગમાં સીસીટીવી કેમેરા, પીવાનું પાણી અને શૌચાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાના માર્ગો અને મંદિરોને વધુ ભક્તિમય બનાવવામાં આવશે. જેમાં સમગ્ર ભવનાથ મેળા વિસ્તારને ‘ભગવાન ભોલેનાથ’ની થીમ પર શણગાર કરવામાં આવશે. ભવનાથ મંદિરનું ફૂલોથી સુશોભન અને સમગ્ર રવેડી રૂટ પર આકર્ષક રોશની કરવામાં આવશે. ભવનાથ મંદિર, અખાડાઓ, દામોદર કુંડ અને ૬ મુખ્ય પ્રવેશદ્વારોને આકર્ષક રોશનીથી ઝળહળતા કરવામાં આવશે. મેળાના રસ્તામાં 06 સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે આ ઉપરાંત સમગ્ર મેળા વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રસ્તા ઉપર સુશોભન અને લાઇટિંગ પણ કરવામાં આવી છે. ભવનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ અંતર્ગત, પીવાના શુદ્ધ પાણી માટે ભવનાથમાં ૧૪૦ પરબની વ્યવસ્થા કરાઈ છે. પર્યાવરણની જાળવણી માટે ૧૦ બોટલ ક્રશર મશીન અને કોઈપણ તબીબી જરૂરિયાતને પહોંચી વળવા માટે ૨૮ મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. મુખ્ય બે પોઇન્ટ ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ પ્રસ્થાન કરશે આ ઉપરાંત, મેળા દરમિયાન કુલ ૧૧૮ હંગામી ટોયલેટ તેમજ ભવનાથ વિસ્તારમાં ૬ મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. જેમાં ભાઈઓ અને બહેનો માટે અલગ વ્યવસ્થા અને ૨૪*૭ હાઉસકીપિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે. આ પાર્કિંગના તમામ સ્થળોએ ફ્લડ લાઈટ, સેનિટેશન, સફાઈ, પીવાના પાણીની વ્યવસ્થા, રાઉન્ડ ઘી ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. આ માટે જિલ્લા કક્ષાએ પાર્કિંગ સમિતિની રચના કરવામાં આવી છે. આ પાર્કિંગથી મુખ્ય બે પોઇન્ટ ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી શ્રદ્ધાળુઓ ભવનાથ તરફ પ્રસ્થાન કરશે. મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે પાર્કિંગ સ્થળોએથી ખાસ કરીને દિવ્યાંગોને મેળામાં લઇ જવા માટે ર૫ જેટલી રીક્ષાઓથી નિ:શુલ્ક ૫રીવહનની સુવિધા પુરી પાડવાનું આયોજન કર્યું છે.સ્થાનિક તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. 'અતિથિ દેવો ભવ:'ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે. આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક સામે ભાવમાં રૂ.60નો ઘટાડો જોવા મળ્યો

Read Full Story arrow_forward
Kutch : અંજારમાં રીઢા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી, આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા, 6.20 લાખનો દંડ ફટકારાયો
calendar_today February 11, 2026

Kutch : અંજારમાં રીઢા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી, આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા, 6.20 લાખનો દંડ ફટકારાયો

 કચ્છના અંજાર વિસ્તારમાં રીઢા આરોપીઓ વિરુદ્ધ પોલીસ અને વીજ તંત્ર દ્વારા સાથે મળીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.. આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખવામાં આવ્યા છે. આ કામગીરીમાં 6 આરોપીઓના રહેણાંકના વીજ જોડાણ કાપી નખાયા છે. 6 શખ્સો વિરુદ્ધ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે અંજાર પોલીસ અને વીજ તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, આ ફરિયાદો મુખ્યત્વે ગેરકાયદે વીજ વપરાશ માટે છે. 6 શખ્સો વિરુદ્ધ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીરસંબંધી, ખૂન, પ્રોહિબિશન અને જુગાર જેવા ગુનાઓ સામેલ છે. 6 શખ્સોને કુલ 6.20 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો ગેરકાયદે વીજ વપરાશના આધારે તમામ 6 શખ્સોને કુલ 6.20 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. વીજ ચેકિંગ અને વીજ જોડાણ કાપતી વખતે પોલીસ પણ સાથે હાજર હતી જેથી આ તત્વો કાબુમાં રહી શકે આ આરોપીના વીજ જોડાણ કાપી નખાયા પોલીસે કહ્યું કે અબ્બાસ જમનશા શેખ, જુમા સિદીક કટિયા, કાસમશા ઊર્ફે મિથુન ભાકરશા શેખ, શબ્બિર અબ્દુલ સત્તાર કકલ, રમજાન સાલેમામદ કકલ, શબ્બિર ઊર્ફે પીછુ સુલતાનશા શેખના રહેણાંકના વીજ જોડાણ કાપી નંખાયા છે.આ પણ વાંચો---    Ahmedabad :સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં 20 જેટલા મકાનમાં લોકો ફસાયા, 7ને નાની મોટી ઇજા

Read Full Story arrow_forward
Surendranagar : આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું રાજીનામુ
calendar_today February 11, 2026

Surendranagar : આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું રાજીનામુ

આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દેતાં આમ આદમી પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. તેઓ આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ હતા. આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે.ગોપાલ ઇટાલીયા સાથેની નારાજગી ? થોડા સમય પહેલા હડદડ ગામે થયેલા આંદોલનમાં રાજુ કરપડા ચર્ચામાં આવ્યા હતા. ગોપાલ ઇટાલીયા સાથેની નારાજગીના કારણે તેમણે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. 

Read Full Story arrow_forward