android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : તાંદલજામાં ફર્નિચર શો રુમના માલિક પર હુમલો અને તોડફોડ, બાકી નિકળતા પૈસાના મુદ્દે કરી મારામારી
calendar_today February 11, 2026

Vadodara : તાંદલજામાં ફર્નિચર શો રુમના માલિક પર હુમલો અને તોડફોડ, બાકી નિકળતા પૈસાના મુદ્દે કરી મારામારી

વડોદરાના તાંદલજા વિસ્તારમાં ફર્નિચર શો રૂમના માલિક પર હુમલાની ઘટના સામે આવી છે. પોતાના બાકી નિકળતા પૈસા લેવા આવેલા કારિગરે પોતાના સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હોવાનો આરોપ લગાવાયો છે.કારીગરોએ શો રુમમાં ધસી આવી બોલાચાલી કરી લેન્ડમાર્ક ફર્નિચર શો રૂમમાં કામ કરતા કેટલાક કારીગરોએ શો રુમમાં ધસી આવીને પોતાના બાકી પૈસા આપવા અંગે બોલાચાલી કરી હતી.. કામમાં ફિનિશિંગ ન હોવાથી નક્કી થયેલ નાણાં આપવા માટે બોલાચાલી થઇ હતી હુમલો કરીને તોડફોડ કરી ઉશ્કેરાયેલા આ ચારેય શખ્સોએ શો રુમના માલિક પર હુમલો કર્યો હતો અને શો રૂમમાં તોડફોડ કરી. આ મામલે જેપી રોડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે તપાસ શરુ કરી હતી.  આ પણ વાંચો----   Ahmedabad : જુહાપુરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા, ચાકૂ સાથે જાહેર રોડ પર ધમકી આપી મારામારી કરી

Read Full Story arrow_forward
Bhavnagar News : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક સામે ભાવમાં રૂ.60નો ઘટાડો જોવા મળ્યો
calendar_today February 11, 2026

Bhavnagar News : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક સામે ભાવમાં રૂ.60નો ઘટાડો જોવા મળ્યો

ડુંગળીની આવક થતા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને ડુંગળીના ભાવ 100થી 190 રૂપિયા નોંધાયો છે. ડુંગળીના ભાવમાં રુ. 60નો ઘટાડો જોવા મળ્યો છે. 3 દિવસના બંધ રહેલા ઉતારા બાદ યાર્ડમાં મોડી રાત્રે ડુંગળીની થઈ આવક અને ડુંગળી ની 50000 ગુણી આવક થતા ભાવમાં પણ જોવા મળ્યો ઘટાડો ડુંગળીના ભાવ 100 થી 190 રૂપિયા જેવો જોવા મળ્યો ડુંગળીનો ભાવ 100 થી 190 રૂપિયા જેવો જોવા મળ્યો છે અને ડુંગળીના ભાવમાં 60 રૂપિયા જેવો જોવા મળ્યો ઘટાડો, ખેડૂતોનું કહેવું છે કે, જે રીતે ડુંગળીનું ઉત્પાદન છે તેની સામે ભાવ મળતો નથી એટલે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ડુંગળીનો બજારમાં પણ છૂટક ભાવ ઓછો છે, સારૂ વાવેતર થયું પણ ભાવ મળતા નથી. ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વ્યાપક ઉત્પાદન શિયાળામાં થાય છે, ત્યારે મહુવા અને તળાજા પંથકમાં વધારે ડુંગળીનું ઉત્પાદન થાય છે, વર્ષ 2025-26માં ખરીફ પાકમાં 1642 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. જ્યારે રવિ શિયાળુ સીઝનમાં 26,372 હેક્ટરમાં આ વાવેતર નોંધાવા પામ્યું છે જેની ઉપજ હાલ ઉતરી રહી છે અને મેડામાં સંગ્રહીત પણ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Junagadh News : એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા 195 બસમાં 7800થી વધુ ટ્રીપોનું સંચાલન કરાશે

Read Full Story arrow_forward
Surat : ગીચ વિસ્તારમાં મેટ્રો ટનલનું કામ પૂર્ણ, કોટ વિસ્તારમાં જમીનથી નીચે 12 મીટર કામગીરી કરાઇ
calendar_today February 11, 2026

Surat : ગીચ વિસ્તારમાં મેટ્રો ટનલનું કામ પૂર્ણ, કોટ વિસ્તારમાં જમીનથી નીચે 12 મીટર કામગીરી કરાઇ

સુરતના ગીચ વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટની ટનલનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. કોટ વિસ્તારમાં જમીનથી નીચે લગભગ 12 મીટરની ઊંડાઈમાં આ કામગીરી કરવામાં આવી હતી.મશીન જમીનની સપાટી નજીક આવવાને કારણે ધ્રુજારી સર્જાઈ છેલ્લા કેટલાક દિવસથી ટનલ કામ દરમિયાન મશીન જમીનની સપાટી નજીક આવવાને કારણે ધ્રુજારી સર્જાઈ હતી, જેને પગલે આસપાસની મિલકતો ખાલી કરાવવી પડી હતી. આ દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાંચની કચેરીએ પણ ટેકા આપ્યો હતો. મેટ્રો પ્રોજેક્ટમાં આ ટનલનું આ કામ ખૂબ જ કપરું અને મહત્વનું મહત્વનું છે કે, મેટ્રો પ્રોજેક્ટમાં આ ટનલનું આ કામ ખૂબ જ કપરું અને મહત્વનું ગણાય છે, અને તે સમયસર પૂર્ણ કરાવવું પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ હતું. હવે આ કામ પૂર્ણ થવાથી મેટ્રો પ્રોજેક્ટની આગળની કામગીરી સરળ બની છે.આ પણ વાંચો----   Ahmedabad :સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં 20 જેટલા મકાનમાં લોકો ફસાયા, 7ને નાની મોટી ઇજા

Read Full Story arrow_forward