android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: અકસ્માતના બે બનાવ : બેનાં મોત, 1ને ઈજા
calendar_today February 11, 2026

Surendranagar: અકસ્માતના બે બનાવ : બેનાં મોત, 1ને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને ચૂડા તાલુકામાં અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે. જેમાં મૂળીના વીરપર-સરા રોડ પર ગેસના વાહન અડફેટે બાઈકચાલકનું મોત થયુ છે. જયારે ચૂડામાં કાર ચાલકે બે પરપ્રાંતીય મજુરોને ઠોકર મારતા 1નું મોત થયુ છે, બીજાને ઈજા પહોંચી છે.મૂળી તાલુકાના વેલાળા ગામે રહેતા સુરેશભાઈ ગોરાભાઈ રાઠોડ તા. 10ના રોજ સવારે બાઈક લઈને મુળી તાલુકાના વીરપરથી સરા તરફ જતા હતા. ત્યારે પાછળથી ગેસના વાહને તેમને અડફેટે લીધા હતા. જેમાં સુરેશભાઈ બાઈક સહિત નીચે પટકાયા હતા. અને ગેસના વાહનના વ્હીલ નીચે આવી જતા તેમનું ઘટનાસ્થળે મોત થયુ હતુ. બનાવની જાણ થતા મૂળી પોલીસ મથકના બીટ જમાદાર પરીક્ષીતસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પીએમ માટે મુળી સરકારી દવાખાને ખસેડી હતી. અને બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. જયારે મુળ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણકા ગામના 44 વર્ષીય દિનેશભાઈ નશુભાઈ નાયકા હાલ ચુડા તાલુકાના ચોકડી ગામની સીમમાં આવેલ કુલદીપભાઈની વાડીએ રહી ખેતમજુરી કરે છે. જયારે તેમની વાડીની નજીકમાં તેમના વતનના નરેશભાઈ લાલીયાભાઈ નાયકા ખેત મજુરી કરે છે. તા .4-2-26ના રોજ બપોરે બન્ને બાઈક લઈને નવી મોરવાડ ગામના ઓવરબ્રીજ પાસે મચ્છી લેવા ગયા હતા. જેમાં ઓવરબ્રીજ નજીક બાઈક મુકી રોડ ક્રોસ કરી સામે મચ્છીના વેપારી પાસે જતા હતા. આ સમયે એક ફોરવ્હીલ કારના ચાલકે બન્નેને અડફેટે લઈ ફંગોળ્યા હતા. અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બન્ને ખેતમજુરોને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં નરેશભાઈ લાલીયાભાઈ નાયકાનું મોત થયુ હતુ. આ અંગે દિનેશભાઈએ ચુડા પોલીસ મથકે અકસ્માત સર્જી ફરાર કાર ચાલક સામે ગત તા. 9મીના રોજ મોડી સાંજે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચ.સી. જે.બી.વાળા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: તાલુકા ગ્રામ્યના વરિષ્ઠ નાગરિક રાજસ્થાન એથ્લેટ્કિસ સ્પર્ધામાં ઝળક્યા
calendar_today February 11, 2026

Mandal: તાલુકા ગ્રામ્યના વરિષ્ઠ નાગરિક રાજસ્થાન એથ્લેટ્કિસ સ્પર્ધામાં ઝળક્યા

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય આ કહેવતને માંડલ તાલુકાના રખિયાણાના 70થી વધુ વર્ષના વડીલે સાર્થક કરીને બતાવી છે અને તેઓ યુવાનોના પ્રેરણાસ્ત્રોત પણ બન્યાં છે. રખિયાણા ગામના વીરાભાઈ ડાહ્યાભાઈ રાઠોડની ઉંમર : 70થી વધુની છે અને તેઓ રાજસ્થાનના અલવર ખાતે રાષ્ટ્રીય સ્તરની એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ-2026 અંતર્ગત રમતગમત ક્ષેત્રે ભાગ લીધો હતો અને ચક્રફેંક બ્રોન્ઝ, 100મીટર દોડ અને 400મી. રિલેમાં સફળ પરફોર્મન્સ કરી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યાં હતાં. તેમને અગાઉ પણ રાજ્યના ભુજ ખાતે યોજાયેલી સ્પર્ધામાં બરછી ફેંક, ચક્રફેંક અને 100 મી.દોડ ત્રણેયમાં રાજ્યસ્તરે પણ ગોલ્ડ મેડલો મેળવ્યાં છે અને જાન્યુઆરી-26માં પણ તેઓ ચેન્નાઈ ખાતે આયોજિત એથ્લેટિક્સ એશિયાડમાં ભાગ લીધો હતો. માંડલ તાલુકાના 70 વર્ષના વડીલની સ્ફુર્તિ અને તેમનું મનોબળ આજેય યુવાનોની શીખ બન્યું છે. નિવૃત્ત જીવનની ઉંમરે, ઘરે પૌત્ર-પૌત્રીઓને રમાડવાની ઉંમરે તેમને તેમનો હોંશલો જીવંત રાખ્યો છે. સ્પોર્ટસ ક્ષેત્રે તેમને ત્રણ મેડલો મેળવીને માંડલ તાલુકાનું ગૌરવ વધાર્યુ છે અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક બન્યાં છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: ધ્રાંગધ્રા શહેરના કલબ રોડ ઉપર દુકાનમાં રિનોવેશન મામલે બખેડો
calendar_today February 11, 2026

Surendranagar: ધ્રાંગધ્રા શહેરના કલબ રોડ ઉપર દુકાનમાં રિનોવેશન મામલે બખેડો

ધ્રાંગધ્રા શહેરના કલબ રોડ ઉપર બે દુકાન વચ્ચેની દિવાલ તોડવા જેવી નજીવી બાબતે બાબતે મામલો ગરમાતા પાલિકાની ટીમ અને પોલીસ પહોંચતા ચકમક થયા બાદ મામલો કોર્ટમાં લઇ જવા કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા કલબ રોડ ઉપર ડોકટરે બે દુકાન ખરીદી કર્યા બાદ ઇટોની કરેલી પડદી તોડતા સમયે ઉપરના રહીશો જેમાં પાલીકાના સદસ્ય દામીનીબેન ગોવાણી સહિતનાએ મકાનને નુકશાન થવાની ભીતી સેવાતા પાલીકાને અરજી કરતા જે.ટી.પી.ઓ.દોડી આવ્યા હતા.બીજી તરફ ડોકટરે પોલીસને જાણ કરતા ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો.જે.ટી.પી.ઓ.એ કામ બંધ કરાવવા જતા પોલીસે બંધ કરાવવાનો ઓર્ડર માંગતા બંન્ને વચ્ચે ચકમક જોવા મળી હતી.એક તરફ ડોકટર મમતાબેનનું કહેવુ છે કે પીલરને નુકશાન કર્યા વગર ખાલી ઇટોની પડદી તોડીએ છીએ સ્ટ્રકચર એન્જી.નો રીપોર્ટ છે કે આ તોડવાથી કોઇ નુકશાન નથી.બીજી તરફ ભરતભાઇ વ્યાસ,સંજયભાઇ ગોવાણી સહિતનાએ આ તોડફોડ કરવાથી ઉપરના મકાનને નુકશાન થવાની ભીતી સેવાઇ રહયાનું જણાવતા હોવાથી તોડફોડ બંધ કરાવવાની માંગ કરી રહયા હતા.આમ પાલીકા અને પોલીસ સામસામે આવી ગયા બાદ નાની વાતે મોટુ રૂપ ધારણ કરતા રહીશોએ હવે કોર્ટમાં મનાઇ હુકમ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.હવે શું કાર્યવાહી થાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward