android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Lakhtar: દેવળીયામાં મારી નાંખવાના ઈરાદે કાર ચડાવી દીધી : ત્રણને ઈજા
calendar_today February 11, 2026

Lakhtar: દેવળીયામાં મારી નાંખવાના ઈરાદે કાર ચડાવી દીધી : ત્રણને ઈજા

લખતરના દેવળીયા ગામે નજીવી બાબતે યુવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ થયો હતો. જેમાં કાર ચાલકના ભાઈને સમજાવવા જતા ફરી મારામારી કરી કાર ચડાવી દેવાઈ હતી. આ બનાવમાં 3 વ્યકિતઓને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની બન્ને ભાઈઓ સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.લખતર તાલુકાના દેવળીયા ગામે રહેતા 38 વર્ષીય યશપાલસિંહ વનરાજસિંહ રાણા ખેતી કરે છે. દેવળીયા ગામના સરપંચ તરીકે ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ રાણાના ધર્મપત્ની છે. યશપાલસિંહ ગામમાં નવુ મકાન બનાવતા હોઈ પંચાયત પાસે મંજુરી અને વેરા બાબતે બન્ને વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવે છે. તા. 9ના રોજ બપોરે યશપાલસિંહ ભડવાણા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી બાઈક લઈ દેવળીયા તરફ પરત આવતા હતા. ત્યારે ભાથરીયા ગામના પાદરમા અજયસિંહ બળવંતસિંહ રાણાએ સામેથી થાર કાર લઈને આવી યશપાલસિંહ પર કાર ચડાવી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યશપાલસિંહ બાઈક સહિત રોડ નીચે ઉતરી ગયા હતા. જેમાં તેમના પગે સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘરે જઈને આ વાત પરીવારજનોને કરતા તેઓ ધર્મેન્દ્રસિંહને સમજાવવા ગયા હતા. જેમાં ધર્મેન્દ્રસિંહ તેમના ભાઈનું ઉપરાણુ લઈને બોલાચાલી કરી હતી. અને ધર્મેન્દ્રસિંહ બેટ તથા અજયસિંહ ધારીયુ લઈને આવ્યા હતા. આ સમયે અજયસિંહે ધારીયા વડે યશપાલસિંહને ઈજા પહોંચાડી હતી. આથી યશપાલસિંહ નાસવા જતા ફરી કાર ચડાવી દેવાનો પ્રયાસ અજયસિંહે કરતા યશપાલસિંહ ખસી ગયા હતા પરંતુ જગદીશસિંહ જામભા અને સહદેવસિંહ જગદીશસિંહને ઈજાઓ પહોંચી હતી. આ બનાવમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. આ અંગે લખતર પોલીસ મથકે આરોપી બન્ને ભાઈઓ ધર્મેન્દ્રસિંહ રાણા અને અજયસિંહ રાણા સામે હત્યાના પ્રયાસની કલમો સાથે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઈન્ચાર્જ પીઆઈ બી.એલ.ઝાલા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bavla: દબાણો હટાવવા પાલિકા મેદાનમાં
calendar_today February 11, 2026

Bavla: દબાણો હટાવવા પાલિકા મેદાનમાં

બાવળા શહેરના મુખ્ય માર્ગ ગણાતા ગૌરવપથ ઉપર પાલિકાની નજર સામે જ ખડકાયેલા અનઅધિકૃત દબાણોના કારણે લાંબા સમયથી ગંભીર ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાઈ રહી હતી. જેના કારણે નાગરિકોને રોજબરોજ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. જે સંદર્ભે પાલિકાની ગત તા. 3જી ડિસેમ્બરે યોજાયેલ સામાન્ય સભાની બેઠકમાં શહેરના મુખ્ય જાહેર રસ્તાઓ પરથી તમામ અનઅધિકૃત દબાણો દૂર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે સાથે વૈશાલી ગેટથી લઈ રૂપાલ રોડ સુધીના સમગ્ર ગૌરવપથને આઇકોનિક રોડ તરીકે વિકસિત કરવાની યોજના પણ નગરપાલિકા દ્વારા ઘડવામાં આવી હતી. પરંતુ, આ વિકાસાત્મક કામગીરી શરૂ કરતાં પહેલાં ગૌરવપથ ઉપરના અનઅધિકૃત દબાણો દૂર કરવું અનિવાર્ય બનતાં પાલિકા દ્વારા તા. 3જી જાન્યુઆરીએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરીને ગેરકાયદે દબાણો કરનારાઓને સ્વેચ્છા હટાવી લેવા અન્યથા કાર્યવાહી કરાશેની ચીમકી અપાઈ હતી. ત્યારબાદ તા. 9મીએ મામલતદાર, ચીફ્ ઓફ્સિર, બાવળા પીઆઈ સહિત અન્ય સ્ટાફની ટીમ દ્વારા સમગ્ર ગૌરવપથ તેમજ આકે સર્કલથી ઢેઢાળ ચોકડી સુધી વ્યાપક દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ગેરકાયદે લારી-ગલ્લા અને પાથરણાં, જાહેરાતના હોલ્દીન્ગ્સ, બોર્ડ, રોડ સુધી તાણી બાંધેલા ઓટલા, પતરાના શેડ સહિતના દબાણો હટાવતા માર્ગ ખુલ્લો થતા શહેરીજનો તેમજ વાહનચાલકોએ રાહતની લાગણી અનુભવી હતી. સાથે સાથે ફરીથી દબાણો ન ખડકાય તે દિશામાં કામગીરી જારી રાખવાનો સૂર સ્થાનિકોએ વધુમાં વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યવાહીમાં નગરજનો ખુશ મિજાજમાં જોવા મળ્યા હતા અને કાર્યવાહીને બિરદાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Viramgam: નળકાંઠાના ધરજી ગામે વન વિભાગની ટીમ દ્વારા શિકારીના મકાનમાં દરોડો
calendar_today February 11, 2026

Viramgam: નળકાંઠાના ધરજી ગામે વન વિભાગની ટીમ દ્વારા શિકારીના મકાનમાં દરોડો

નળસરોવર પક્ષી અભયારણ્ય વિસ્તાર નજીક આવેલા સાંકર ગામ માર્ગે એક ઢાબામાંથી વન સંરક્ષક ટીમે તાજેતરમાં શિકાર કરેલા ત્રણ મૃત પક્ષી સાથે ત્રણ વ્યકિતઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. શિકાર કરેલા પક્ષી ધરજી ગામમાંથી લવાયા હતા. જેથી ગત તા. 22મી જાન્યુઆરી રોજ વન સંરક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફ્સિર ડી. એમ.સોલંકી, વનપાલ બી. એમ.રબારી, વનપાલ કુ. મોઘીબેન ચૌધરી, વનરક્ષક આર. એસ. કાવિઠિયા, એસઆરપીના જવાનો તેમજ નળસરોવર પોલીસ સ્ટાફ્ ટીમ ધરજી ગામના મેણી વાળા ફ્ળિયામા ટીમે ત્રણે ઘરમાંથી વિવિધ જાતિના શિકાર કરી રાખેલા જીવીત અને મૃત્યુ પામેલા કુલ 38 પક્ષીઓ કબજે કર્યા હતા. સાથે શિકાર માટે વપરાતી એક પાંખડ, એક ચાઇનીઝ દોરીની ફિરકી તથા પતંગ મુદ્દામાલ કબ્જે કરી ભાગી ગયેલા રમેશ જગાભાઈ પઢાર, સુરેશ જગાભાઈ પઢાર, ધર્મીબેન રમેશભાઈ પઢાર અને વાલાભાઈ જગાભાઈ પઢાર નામના વ્યક્તિઓને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ગત તારીખ 6ઠ્ઠીએ ફેબ્રુઆરીના રોજ આરોપીઓ હાજર થતા બીજા દિવસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસનો દોર શરૂ કર્યો હતો. દરમિયાનમાં ધરજી ગામનો જ વધુ એક મંગા હીરાભાઈ પઢાર નામનો વ્યક્તિ પક્ષીઓના શિકાર પ્રવૃત્તિ અને વેચાણમાં સાથે સંકળાયેલો હોવાની હકીકત જાણવા મળી હતી. ટીમે રજુ થયેલા આરોપી સાથે રાખી ધરજીમાં મંગા પઢારના ઘરે પહોંચી હતી. મંગા પઢારના ઘરમાંથી શિકાર કરી રાખેલા વધુ 7 પક્ષી મળી આવ્યા હતા.જેમાં 4ના મૃત્યુ નિપજયા હતા. ટીમે પક્ષીઓ કબજે કરી ભાગી ગયેલા મંગા પઢારને દબોચવા ચક્રો ગતિમાન કર્યાં છે. રમેશ જગાભાઈ પઢાર, સુરેશ જગાભાઈ પઢાર, ધર્મીબેન રમેશભાઈ પઢાર અને વાલાભાઈ જગાભાઈ પઢારના રિમાન્ડ સોમવારે પૂર્ણ થતા કોર્ટે ચારેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા જેલ હવાલે કરાયા છે. પક્ષીઓનો શિકાર કરી શિકારીઓ બસ્સો રૂપિયાથી માંડીને બારસો રૂપિયાની કિંમતે માંસ ભક્ષીઓને, ઢાબા પર છેલ્લા ત્રણેક વર્ષ ઉપરાંત સમયથી વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward