Bavla: સાંણદ રોડ પર ગેસની પાઈપ લાઇનમાં પંક્ચર પડયું
અમદાવાદ જિલ્લાના બાવળા-સાણંદ હાઈવે પર આવેલી એક ખાનગી કંપની પાસે ગેસ લીકેજ થતા મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. કંપનીના ગેટ પાસેની દુકાન ચાલકને તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતુ કે શરૂઆતમાં ગેસ લીકેજની દુર્ગંધ આવવા લાગી હતી જેથી તેમને અણસાર મળ્યો હતો કે નજીકમાં ક્યાંક ગેસ લીકેજ થઈ રહ્યો છે તે દરમ્યાન રોડ પર આવેલી એક આરસીસીની દીવાલની બાજુમાં એકાએક કાદવના ફૂવારા જેવું ઊછળતા તેમને ગેસની પાઈપ લાઇનમાં મોટું પંચર થયું હોવાનું જાણવા મળ્યું હતુ એથી તુરતજ તેમણે ગુજરાત ગેસ કંપનીમાં જાણ કરી હતી જાણકારી મળતા કંપનીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગેસનો સપ્લાયબંધ કરી રિપેરિંગ શરૂ કર્યું હતુ સ્થાનિક જાગૃત નાગરિકની સમયસૂચકતાને લીધે મોટી હોનારત ટળી હતી પરંતુ આ ઘટનાથી સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉભા થયા હતા રિપેરિંગ માટે આવેલા કર્મચારીએ પોતાનું નામ આપ્યુ ન હતુ પરંતુ કોઈ અજાણ્યા જેસીબી ચાલક દ્વારા ખાડો ખોદવામાં આવતા ગેસની સીએનજી પાઇપલાઇનમાં મોટું પંચર પડયું હોવાનું તેઓ જણાવી રહ્યા હતા જેસીબી ચાલક કામ દરમ્યાન પાઇપલાઇન તોડયા બાદ સ્થળ પરથી ભાગી છૂટયો હોવાની ચર્ચા શરૂ થઈ હતી ગંભીર વાત તો એ છે કે આ લીકેજ વીજળીના થાંભલા અને કંપનીની બિલકુલ નજીક હોવાથીમોટા વિસ્ફેટનું જોખમ ઊભું થયુ હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward