android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: રેલવે સ્ટેશન પાસેથી બાઈક ચોરનાર યુવાન પકડાયો
calendar_today February 11, 2026

Surendranagar: રેલવે સ્ટેશન પાસેથી બાઈક ચોરનાર યુવાન પકડાયો

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સામે આવેલ રચના રેલવે કોલોનીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ મકવાણા રેલવેમાં એન્જીનીયરીંગ વિભાગમાં નોકરી કરે છે. ગત તા. 28-1ના રોજ તેઓને વાંકાનેર લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અને મોડુ થઈ ગયુ હોવાથી તેઓ દિવ્યાંગ પાર્કીંગ સ્ટેન્ડમાં બાઈક મુકીને સાંજે વાંકાનેર ગયા હતા. જયાંથી ગત તા. 29-1ના રોજ સાંજે પરત આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા અંતે તેઓએ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે રૂ. 25 હજારની કિંમતનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. રેલવે સ્ટેશન બહારથી બાઈક ચોરીની ઘટના બનતા પીઆઈ એચ.કે.શ્રીમાળીની સુચનાથી સ્ટાફના પીએસઆઈ સી.પી.બાવળીયા, દિગ્વીજયસિંહ, યુવરાજસિંહ, અલ્પેશભાઈ સહિતનાઓએ તપાસ આરંભી હતી. જેમાં સીસીટીવીની મદદથી બાઈક ચોરનાર ભાવનગરના કુંભારપરામાં રહેતા વિપુલ નારાયણભાઈ અઘારાને ચોરીના બાઈક સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Defence કંપનીમાં 5 ટકા ભાગીદારી વેચશે સરકાર, OFS કર્યો લોન્ચ
calendar_today February 10, 2026

Defence કંપનીમાં 5 ટકા ભાગીદારી વેચશે સરકાર, OFS કર્યો લોન્ચ

સરકારે સરકારી માલિકીની કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)માં પોતાનો હિસ્સો ઘટાડવા માટે ઓફર ફોર સેલ (OFS) લોન્ચ કર્યું છે. આ ઓફર હેઠળ સરકાર તેની ઈક્વિટીના 5% સુધી વેચવાની યોજના બનાવી રહ્યું છે.પ્રથમ તબક્કામાં 3% હિસ્સો વેચવામાં આવશે. જો માગ વધારે રહેશે તો ગ્રીન શૂ વિકલ્પ હેઠળ વધારાનો 2% હિસ્સો વેચી શકાય છે. OFS માટે ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર રૂપિયા 254 નક્કી કરવામાં આવી છે. આ વર્તમાન બજાર ભાવ કરતાં આશરે 8% ડિસ્કાઉન્ટ દર્શાવે છે. OFS ક્યારે ખુલશે? સંરક્ષણ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપની BHELના OFS નોન-રિટેલ રોકાણકારો માટે 11 ફેબ્રુઆરીએ ખુલશે. છૂટક રોકાણકારો 12 ફેબ્રુઆરીએ બોલી લગાવી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવે જણાવ્યું હતું કે, આ વેચાણ 11 અને 12 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને રિટેલ રોકાણકારોને T+1 ધોરણે બોલી લગાવવાની મંજૂરી આપવામાં આવશે. સરકાર પોતાનો હિસ્સો કેમ વેચી રહી છે? આ ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા સરકારનો ઉદ્દેશ્ય બજારમાં લિક્વિડિટી વધારવા અને જાહેર શેરહોલ્ડિંગનો વિસ્તાર વધારવાનો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ OFS રૂટ હિસ્સામાં ઝડપી અને પારદર્શક ઘટાડો સુનિશ્ચિત કરવા અને રોકાણકારોની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ પગલું સરકારની એકંદર ડિસઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચનાનો એક ભાગ છે. BHELને મોટો ઓર્ડર મળ્યો આ દરમિયાન, BHELને કેટલાક સારા સમાચાર મળ્યા છે. કંપનીને ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ્સ લિમિટેડ (BCGCL) તરફથી આશરે ₹2,800 કરોડનો લેટર ઓફ એક્સેપ્ટન્સ (LoA) મળ્યો છે. આ રકમમાં કસ્ટમ ડ્યુટી અને GST શામેલ નથી. BCGCLએ કોલ ઈન્ડિયા લિમિટેડ (51%) અને BHEL (49%) વચ્ચેનું સંયુક્ત સાહસ છે. આ પ્રોજેક્ટ ઓડિશાના ઝારસુગુડા જિલ્લાના લખનપુરમાં સ્થિત હશે. તે કોલસાથી એમોનિયમ નાઈટ્રેટ સુધીનો પ્રોજેક્ટ છે જેની ક્ષમતા 2,000 ટન પ્રતિ દિવસ છે. LSTK-2 પેકેજ હેઠળ સિંગાસ શુદ્ધિકરણ પ્લાન્ટ માટેનો ઓર્ડર છે.આ પણ વાંચો : Auto News : આ કંપનીની કાર આજે વૈશ્વિક સ્તરે લોન્ચ થશે

Read Full Story arrow_forward
Banaskantha News : અંબાજીમાં અધિક કલેકટરને મારી નાખવાની ધમકી
calendar_today February 10, 2026

Banaskantha News : અંબાજીમાં અધિક કલેકટરને મારી નાખવાની ધમકી

યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી શરમજનક ઘટના સામે આવી છે. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર પર તેમની જ ચેમ્બરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. એક પૂર્વ પ્રોફેસરે જૂની અદાવત અને કાયદાકીય કેસમાં મદદ ન કરવા બદલ અધિક કલેક્ટરનું ગળું દબાવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યા ઘટનાની વિગતો મુજબ, સોમવારે બપોરે અંબાજી મંદિરની વહીવટદાર ઓફિસમાં કોલેજના પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા મુલાકાત માટે આવ્યા હતા. ચેમ્બરમાં વાતચીત દરમિયાન પ્રોફેસરે તેમના પર ચાલી રહેલા જૂના એસીબી (ACB) કેસમાં મદદ કરવા દબાણ કર્યું હતું. જ્યારે વહીવટદારે સ્પષ્ટપણે જણાવ્યું કે, "આ કોર્ટ મેટર હોવાથી હું કોઈ મદદ કરી શકું નહીં," ત્યારે પ્રોફેસર પિત્તો ગુમાવી બેઠા હતા. ઉશ્કેરાયેલા પૂર્વ પ્રોફેસરે અચાનક ઉભા થઈ અધિક કલેક્ટરનું ગળું પકડી લીધું હતું અને જોરથી દબાવવા લાગ્યા હતા. પ્રોફેસરે બૂમો પાડીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘણા સમય સુધી ગળું દબાવી રાખતા અધિક કલેક્ટરનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો, જે બાદ તેમણે બૂમાબૂમ કરતા મંદિરનો સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યા હતા અને મહામુસીબતે વહીવટદારને બચાવ્યા હતા.

Read Full Story arrow_forward