android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News :  ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમનો વિરોધ, 10 દિવસમાં નિર્ણય લેવા અલ્ટીમેટમ
calendar_today February 10, 2026

Gandhinagar News : ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમનો વિરોધ, 10 દિવસમાં નિર્ણય લેવા અલ્ટીમેટમ

ગુજરાતમાં હાલમાં ઠાકોર અને કોળી સમાજની ચર્ચાઓ વધુ પ્રમાણમાં છે. ઠાકોર સમાજનું બંધારણ અને કોળી સમાજમાં નવનીત બાલધિયાને માર મારવાનો મુદ્દે હાલમાં તાજો છે. તેવામાં ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે. આ નિગમમાંથી લેવાતી લોન પર બોજો પડવા બાબતે વિરોધ કરવામાં આવ્યો છે. ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમનો વિરોધ ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમના નવા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે. આ નિગમમાંથી લેવાતી લોન પર બોજો પડવા બાબતે વિરોધ કરવામાં આવ્યો છે. અગાઉ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો હતો. હવે 7/12ના ઉતારના ન હોવાથી લોન લેવામાં સમસ્યાની રાવ ઉભી થવા પામી છે. આ બાબતે મંત્રી રમણ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરવામાં આવી છે. 10 દિવસમાં નિર્ણય લેવા માટે અલ્ટીમેટમ અપાયું છે. આ પણ વાંચોઃAhmedabad News: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના પૂર્વ એન્જિનિયરની 1.58 કરોડની સંપત્તિ જપ્ત

Read Full Story arrow_forward
Chhota Udepurના દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું, નેશનલ ચેમ્પિયનશીપમાં મેળવ્યા 5 મેડલ
calendar_today February 10, 2026

Chhota Udepurના દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું, નેશનલ ચેમ્પિયનશીપમાં મેળવ્યા 5 મેડલ

છોટાઉદેપુર જિલ્લાના મનો દિવ્યાંગ ખેલાડીઓએ પોતાની મર્યાદાઓને માત આપી રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. હરિયાણાના રોહતક ખાતે યોજાયેલ ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત નેશનલ ચેમ્પિયનશીપ એથ્લેટિક્સ’માં છોટાઉદેપુરના 2 ખેલાડીઓએ કુલ 5 મેડલ જીતીને સમગ્ર ગુજરાત રાજ્ય અને છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ખેલાડીઓની પસંદગી રાષ્ટ્રીય કક્ષા માટે કરવામાં આવી સમગ્ર શિક્ષા સમાવેશી શિક્ષણ શાખા અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ ખેલાડીઓ નેશનલ કક્ષા સુધી પહોંચ્યા હતા. જબુગામ ખાતે જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ હિંમતનગર ખાતે રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર મેળવ્યા બાદ તેમની પસંદગી રાષ્ટ્રીય કક્ષા માટે કરવામાં આવી હતી. આ ભવ્ય સફળતા બદલ જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જસવંતકુમાર પરમાર, જિલ્લા રમત ગમત અધિકારી વિક્રમભાઈ ભીલ અને મદદનીશ જિલ્લા I.E.D. કો-ઓર્ડિનેટર દિનેશ બામણીયાએ ખેલાડીઓને બિરદાવ્યા હતા. ખેલાડીઓને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શિક્ષક પ્રદીપભાઈ ડાભી, સુબોધભાઈ ડાયરા તેમજ સમગ્ર I.E.D. ટીમ અને સ્પેશિયલ એજ્યુકેટર્સને પણ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે જો તક અને પ્રોત્સાહન મળે તો દિવ્યાંગ બાળકો પણ દેશના વિકાસ અને રમતગમત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી શકે છે. 1. ચારણ પ્રવીણ રાજુભાઈ 400 મીટર દોડ: ગોલ્ડ મેડલ (પ્રથમ ક્રમાંક) રિલે દોડ: ગોલ્ડ મેડલ (પ્રથમ ક્રમાંક) 200 મીટર દોડ: બ્રોન્ઝ મેડલ (તૃતીય ક્રમાંક) 2. રાઠવા ઉર્મિલા સંજયભાઈ ગોળા ફેંક: બ્રોન્ઝ મેડલ (તૃતીય ક્રમાંક) લાંબી કૂદ: બ્રોન્ઝ મેડલ (તૃતીય ક્રમાંક) આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ

Read Full Story arrow_forward
Gir Gadhda News :  જરગલી ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું, 10 લાખની કિંમતનો માદક પદાર્થ જપ્ત
calendar_today February 10, 2026

Gir Gadhda News : જરગલી ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું, 10 લાખની કિંમતનો માદક પદાર્થ જપ્ત

ગુજરાતમાં ખેતર અને રહેણાંક વિસ્તારની ખુલ્લી જગ્યામાં ગાંજાનું વાવેતર કરવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથમાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. ગીર ગઢડા તાલુકાના જરગલી ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું છે. ખેતરમાંથી ગાંજાના લીલા છોડ અને સૂકવેલ ગાંજો જપ્ત કરાયો છે. પોલીસે અંદાજે 10 લાખની કિંમતનો માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. જરગલી ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું ગીર ગઢડા તાલુકાના જરગલી ગામે ગાંજાનું ગેરકાયદે વાવેતર ઝડપાયું છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની માર્ગદર્શનમાં કાર્યવાહી કરવામાં આવી છે. SOG ઇન્ચાર્જ PI કે.એમ. કાગડા અને ટીમે રેઇડ પાડીને કાર્યવાહી હાથ ધરી છે. NDPS એક્ટ હેઠળ આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે. એક માસમાં SOGની ચોથી મોટી રેઇડ છે. છેલ્લા એક માસમાં કુલ ₹40 લાખનો નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાયો છે. નશા સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે પોલીસે કડક કાર્યવાહી કરી છે.  આ પણ વાંચોઃ Bhavnagar News: શહેરના આંબાચોક વિસ્તારમાં પરફ્યુમના વેપારીઓને ત્યાં GSTનું સર્ચ ઓપરેશન

Read Full Story arrow_forward