android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : પાલનપુરને સ્માર્ટ સિટી બનાવવાના દાવા, સમસ્યાઓ ઠેરની ઠેર રહેતા લોકોમાં રોષ
calendar_today February 10, 2026

Banaskantha News : પાલનપુરને સ્માર્ટ સિટી બનાવવાના દાવા, સમસ્યાઓ ઠેરની ઠેર રહેતા લોકોમાં રોષ

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ હવે પકડમાં આવી રહ્યા છે. પાંચ વર્ષ પહેલા સત્તાધિશોએ વચન આપ્યું હતું કે પાલનપુરને આધુનિક અને સુવિધાસભર શહેર બનાવાશે, પરંતુ આજે સ્થિતિ એવી છે કે ઐતિહાસિક ધરોહરો જાળવાઈ નથી, રોડ-રસ્તાઓ બિસ્માર છે અને ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે.તે વચ્ચે નેતાઓ એ બતાવેલા સ્માર્ટ સીટીના સપના સપના જ રહી જતા શહેરીનોમાં રોસ ભભૂકયો છે. પાલનપુર નગરપાલિકની 5 વર્ષ ની ટર્મ પુરી થવાને આરે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકની 5 વર્ષ ની ટર્મ પુરી થવાને આરે છે તે વચ્ચે ચૂંટાયેલા નેતાઓ એ શહેરીજનોને આપેલા વચનો ને લઇ શહેરીજનમાં રોસ ભભુખ્યો છે. ચૂંટણી સમયે પાલિકાના નેતાઓ એ પાલનપુર ના શહેરી જનોને શહેર ને સ્વચ્છ,સુંદર અને સુવિધાઓ સભર સ્માર્ટ સીટી બનાવવના સપના ઓ બતાવ્યા હતા. પરંતુ આ નેતાઓની 5 વર્ષ ની ટર્મ પૂર્ણ થવાને આરે છે અને તે વચ્ચે શહેરની નર્કગાર સ્થિતિને જોતા શહેરીજનોમાં આ નેતાઓ સામે ભરોભાર રોસ ભભુકી ઉઠ્યો છે. નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતા નથી શહેરની ઐતિહાસિક ઓળખ એવા માન સરોવર તળાવ, કીર્તિસ્થંભ, મીરાગેટ અને મીઠીવાવ આજે યોગ્ય જાળવણીના અભાવે નિષ્ઠેજ બની રહી છે. માન સરોવર તળાવ આસપાસ પ્લોટિંગ થવાની ફરિયાદો પણ ઉઠી રહી છે, જ્યારે બાગ-બગીચાઓની હાલત દયનીય છે. વિપક્ષનો આક્ષેપ છે કે સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. વિકાસના નામે થયેલા ખર્ચ અને પરિણામો વચ્ચે મોટો તફાવત દેખાય છે.એક વર્ષમાં જ રોડ તૂટી જાય છે અને ઘણા એવા વિસ્તારો છે જ્યાં પીવાનું પાણી પણ નથી આવતું ત્યારે પાલનપુર નગરપાલિકાના વહીવટમાં પારદર્શિતા નથી સરકારમાંથી આવેલી ગ્રાન્ટનો હિસાબ આપો ત્યારે ખબર પડશે કે વિકાસ કોનો થયો છે સ્વચ્છતા આ બધું જમીન પર દેખાવું જરૂરી જ્યારે બીજી તરફ પાલનપુર નગરપાલિકા વિકાસના દાવાઓ કરે છે. સત્તાધીશો કહે છે કે છેલ્લા પાંચ વર્ષમાં આધુનિક ફાયર સ્ટેશન, પંપિંગ સ્ટેશન, સિટી બસ જેવી સુવિધાઓ શરૂ થઈ છે.બાગ-બગીચાઓનું રિનોવેશન અને માન સરોવરનું કામ પ્રગતિમાં હોવાનું પણ તેમનું કહેવું છે.વિકાસના અનેક કામો થયા છે. કેટલીક યોજનાઓ ચાલુ છે પરિણામ દેખાશે. દાવા અને હકીકત વચ્ચેનો અંતર કેટલો છે એ પ્રશ્ન આજે પાલનપુરના નાગરિકો નો સવાલ છે કે સ્માર્ટ સિટી બનવા માટે માત્ર જાહેરાત નહીં, પરંતુ ધરોહરોનું સંરક્ષણ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છતા આ બધું જમીન પર દેખાવું જરૂરી છે>આ પણ વાંચોઃ Ahmedabad News: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના પૂર્વ એન્જિનિયરની 1.58 કરોડની સંપત્તિ જપ્ત

Read Full Story arrow_forward
Arjun Tendulkarના લગ્નની તૈયારીઓ, સચિને પીએમ મોદી સહિત આ નેતાઓને આપ્યું આમંત્રણ
calendar_today February 10, 2026

Arjun Tendulkarના લગ્નની તૈયારીઓ, સચિને પીએમ મોદી સહિત આ નેતાઓને આપ્યું આમંત્રણ

ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર, સાનિયા ચાંડોક સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દંપતીએ ઓગસ્ટ 2025માં સગાઈ કરી હતી. જેમાં ફક્ત પરિવારના સભ્યો અને થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. સચિન, તેના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને લગ્નનું આમંત્રણ આપ્યું છે. આ સાથે અન્ય નેતાઓને પણ સચિન તેંડુલકરે આમંત્રણ આપ્યું છે. જેના ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. ==સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટની સાથે તેમણે વડાપ્રધાન સાથેના કેટલાક ફેમિલી ફોટો પણ શેર કર્યા. આ ફોટામાં સચિન, તેમની પત્ની અંજલિ, પુત્રી સારા, પુત્ર અર્જુન અને સાનિયાનો સમાવેશ થાય છે. ફોટા શેર કરતા સચિને લખ્યું, "અમને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહમાં આમંત્રણ આપવાનું સૌભાગ્ય મળ્યું. આ યુવાન દંપતીને તમારા આશીર્વાદ અને વિચારશીલ સલાહ બદલ આભાર, પીએમ મોદી." અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોક ક્યારે લગ્ન કરશે? મળતી માહિતી મુજબ અર્જુન અને સાનિયા ચંડોકના લગ્નની તારીખ 5 માર્ચ, 2026 નક્કી કરવામાં આવી છે. લગ્ન પહેલાની વિધિઓ 3 માર્ચથી શરૂ થશે. લગ્નની ઉજવણી મુંબઈમાં થશે. સાનિયા એક સફળ ઉદ્યોગસાહસિક છે અને મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. સાનિયા એક પેટ કેયર બ્રાન્ડની માલિક પણ છે અને લાંબા સમયથી તેંડુલકર પરિવારની નજીક છે. અર્જુન તેંડુલકર માટે ખાસ રહ્યું વર્ષ આ વખતે IPLમાં અર્જુન તેંડુલકર એક નવી ટીમ માટે રમશે. તેને મુંબઈ ઇન્ડિયન્સથી લખનૌ સુપર જાયન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તેણે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે IPLમાં કુલ પાંચ મેચ રમી છે, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે. જોકે, ગયા સિઝનમાં તેણે એક પણ મેચ રમી ન હતી. હવે, તે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે નવી શરૂઆત કરશે. આ પહેલી વાર હશે જ્યારે અર્જુન મુંબઈ સિવાયની ટીમનો ભાગ બનશે.આ પણ વાંચો : Rajpal Yadav Cheque Bounce Case: શું રાજપાલ યાદવને સજા ભોગવ્યા પછી 9 કરોડ ચૂકવવા નહીં પડે, જાણો શું છે નિયમો?

Read Full Story arrow_forward
Ahmedabad News:  બાવળા ચાંગોદર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે યુવકોના કરુણ મોત
calendar_today February 10, 2026

Ahmedabad News: બાવળા ચાંગોદર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે યુવકોના કરુણ મોત

અમદાવાદમાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. અમદાવાદના બાવળા ચાંગોદર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. લોડર, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યાં છે. ચાંગોદરથી રજોડા તરફ જવાના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર બંને મિત્રોનું અકસ્માતમાં મોત નિપજ્યં છે. અમદાવાદના બાવળા ચાંગોદર હાઈવે પર અકસ્માત અમદાવાદના બાવળા ચાંગોદર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. લોડર ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર બંને મિત્રોનું આ અકસ્માતમાં મોત નિપજ્યું છે. એક યુવકનું ઘટના સ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ બાવળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ પણ વાંચોઃ Ahmedabad News: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના પૂર્વ એન્જિનિયરની 1.58 કરોડની સંપત્તિ જપ્ત

Read Full Story arrow_forward