android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : સસ્તા અનાજના દુકાનદારોનું મહત્તમ કમિશન 20 હજારથી વધારી 30 હજાર કરવા માગ, પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઇ
calendar_today February 9, 2026

Gandhinagar : સસ્તા અનાજના દુકાનદારોનું મહત્તમ કમિશન 20 હજારથી વધારી 30 હજાર કરવા માગ, પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઇ

રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા કમિશન વધારવા સહિતની વિવિધ માંગણીઓ સાથે પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. દુકાનદારોની મુખ્ય માંગ છે કે હાલ મહત્તમ રૂ. 20 હજારનું કમિશન વધારી રૂ. 30 હજાર કરવામાં આવે.એસોસિએશનની પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઈ આ મુદ્દે સસ્તા અનાજના દુકાનદારોના એસોસિએશનની પુરવઠા મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન અનાજ વિતરણ માટે મળતું કમિશન હાલના રૂ. 1.5 રુપિયાથી વધારી રૂ. 3 કરવા માંગ ઉઠાવવામાં આવી. લોગ-ઇન એક્સેસ પરિવારના કોઈ એક સભ્યને આપવા માગ તે ઉપરાંત, દુકાનના સર્વર અને ડિજિટલ કામગીરી માટે જરૂરી લોગ-ઇન એક્સેસ પરિવારના કોઈ એક સભ્યને આપવા પણ દુકાનદારોએ માંગ કરી છે, જેથી કામગીરી સરળ બની શકે.  બજેટ સત્ર પહેલા તેમની તમામ માંગણીઓ સ્વીકારાઇ જશે બેઠક દરમિયાન પુરવઠા મંત્રીએ દુકાનદારોને આશ્વાસન આપ્યું હતું કે બજેટ સત્ર પહેલા તેમની તમામ માંગણીઓ સ્વીકારાઇ જશે આથી સસ્તા અનાજના દુકાનદારોમાં આશા જગાઈ છે કે આવનાર સમયમાં તેમની સમસ્યાઓનું નિરાકરણ આવશે.આ પણ વાંચો-----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

Read Full Story arrow_forward
અમદાવાદમાં વિજ્ઞાનનો મહાકુંભ, અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે IRIS રાષ્ટ્રીય મેળામાં યુવા વૈજ્ઞાનિકોએ દેખાડ્યો દમ!
calendar_today February 9, 2026

અમદાવાદમાં વિજ્ઞાનનો મહાકુંભ, અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે IRIS રાષ્ટ્રીય મેળામાં યુવા વૈજ્ઞાનિકોએ દેખાડ્યો દમ!

અમદાવાદના શાંતિગ્રામ વિસ્તારમાં આવેલી અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનપદે તા. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા IRIS રાષ્ટ્રીય મેળો 2025-26 (કોહોર્ટ-2)એ શહેરને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે શાળાકીય સંશોધન અને નવીનતાનું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. ત્રણ દિવસ ચાલેલા આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશના 12 રાજ્યો અને 24 શહેરોમાંથી 75 વિદ્યાર્થી અન્વેષકો સાથે શિક્ષકો, સંશોધકો અને માર્ગદર્શકોએ ભાગ લીધો હતો.

Read Full Story arrow_forward
Valsadના વાપીમાં ભડકમોરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
calendar_today February 9, 2026

Valsadના વાપીમાં ભડકમોરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપી શહેરમાં ફરી એકવાર લોહીયાળ જંગ ખેલાયો હોય તેમ એક સનસનીખેજ હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાપીના ભડકમોરા વિસ્તારમાં એક અજાણ્યા યુવકની પથ્થરના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પથ્થરના ઘા ઝીંકી યુવકની હત્યા કરાઇ વાપીના ભડકમોરા વિસ્તારમાં આજે સવારે સ્થાનિક લોકોએ એક યુવકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોયો હતો. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકના મોઢા અને માથાના ભાગે પથ્થરના જીવલેણ ઘા ઝીંકીને તેને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. હત્યારાઓએ એટલી ક્રૂરતા દાખવી છે કે યુવકની ઓળખ છુપાવવા માટે ચહેરાને પણ ક્ષત-વિક્ષત કરવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. પોલીસે મૃતદેની ઓળખ માટે તજવીજ હાથ ધરી બનાવની જાણ થતા જ વલસાડ પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ ગંભીર ગુનાના ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ સ્ક્વોડ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની મદદ લીધી છે. હાલમાં પોલીસ દ્વારા મૃતક યુવકની ઓળખ વિધિ કરવા માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ અને ગુમ થયેલા લોકોની યાદી તપાસવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward