android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પરીક્ષા પે ચર્ચા 2026 : ચમકતી ત્વચા, ફિટનેસ, વિદ્યાર્થીના સવાલ પર પીએમ મોદીનો રસપ્રદ જવાબ
calendar_today February 9, 2026

પરીક્ષા પે ચર્ચા 2026 : ચમકતી ત્વચા, ફિટનેસ, વિદ્યાર્થીના સવાલ પર પીએમ મોદીનો રસપ્રદ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા પે ચર્ચા (PPC) 2026 ના બીજા એપિસોડમાં ભારતના વિવિધ શહેરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. પીએમ મોદીએ પરીક્ષાના તણાવ, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત વિષય પર વિદ્યાર્થીઓ સાથે વાતો શેર કરતા તેમના સવાલના જવાપ આપ્યા અને શીખ પણ આપી. પરીક્ષા પે ચર્ચામાં એક વિદ્યાર્થીએ પીએમ મોદીને તેમની ચમકતી ત્વચા અને ફિટનેસનું રહસ્ય પૂછયું.પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીનો પીએમ મોદીને રસપ્રદ સવાલPPC 2026 ના બીજા એપિસોડમાં પીએમ મોદીએ તમિલનાડુ, ગુજરાત, ગૌહાટી અને છત્તીસગઢના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. દરમિયાન આ કાર્યક્રમમાં વિદ્યાર્થીએ પીએમ મોદીની તેમના સ્વસ્થ જીવનનું રહસ્ય પૂછયું હતું. ત્યારે વિદ્યાર્થીના સવાલનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે મારી ચમકતી ત્વચા અને ફિટનેસ માટે કોઈ ચોક્કસ આહાર નથી. તેમને વિવિધ સ્થળોએ મુસાફરી કરવી પડતી હોય છે. તેના કારણે ભોજનમાં જે કંઈ મળે છે તે ખાઈ લઉ છું. એવા પણ સંજોગો આવ્યા છે કે ઘણીવાર પોતાનું ભોજન જાત જ રાંધ્યું હોય. "ખીચડી" જેવી સાદી વાનગી તેમને વધુ પ્રિય છે.સાદું ભોજન સ્વસ્થ આરોગ્યની ચાવીપીએમ મોદીએ સ્વસ્થ રહેવા સાદા ભોજનને આહારમાં સામેલ કરવા પર ભાર મૂકયો.  આહારને દવાની જેમ માની ખાવો જોઈએ. વ્યક્તિએ જાતે જ નક્કી કરવું જોઈએ કે તેણે કેટલું ખાવું છે. પેટ ભરીને ખાવું છે  કે પછી મન ભરીને. વધુ પડતું ભોજન પેટ માટે જ નહીં શરીર માટે ઝેર સમાન છે. વધુ પડતું નહીં પરંતુ યોગ્ય માત્રામાં ખાવું જોઈએ. વ્યક્તિએ પોતાની શરીરની જરૂરિયાતોને સમજી ખોરાક ખાવો. સ્વાદના ચકકરમાં વધુ પડતું ભોજન ખાવાની આદત શરીરમાં બીમારીને આમંત્રણ આપે છે. યોગ્ય રીતે શ્વાસ લેવો પણ શરીર માટે ફાયદાકારક છે. વિદ્યાર્થીઓને પીએમ મોદીએ કહ્યું કે સાદું ભોજન સ્વસ્થ આરોગ્યની ચાવી છે.પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપી શીખપરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ શારીરિક સ્વસ્થતા જાળવવા સૂચન કર્યું. તેમણે કહ્યું કે સ્વસ્થ રહેવા ફક્ત ખોરાક જ જરૂરી નથી. સાથેસાથે પૂરતી ઊંઘ પણ જરૂરી છે. તમારે સોશિયલ મીડિયાને સ્ક્રોલ કરવાનું છોડી રાત્રે નિયત સમયે સૂવુ જોઈએ. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સારી ઊંઘ લેવાની પણ સલાહ આપી. તેમણે કહ્યું કે સારી ઊંઘ મનને તાજગી આપે છે અને નવા વિચારો લાવે છે. કસરત કરી ફક્ત શરીરને તંદુરસ્ત રાખવાના બદલે તમે યોગ અને મેડિટેશન કરી મનને પણ સ્વસ્થ રાખી શકો છો. સ્વસ્થ શરીર જ મન અને મગજનું સારું કાર્ય સુનિશ્ચિત કરે છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સ્વસ્થતા સાથે શિસ્ત જાળવવાનું સૂચન કર્યું.આ પણ વાંચો : Pariksha Pe Charcha 2026: જિંદગીમાં આગળ વધવુ, પરીક્ષાથી ડરવુ નહી, પીએમ મોદીએ આપી શીખ

Read Full Story arrow_forward
AIMIM: હમ દો, હમારે દો ડઝન, AIMIM નેતા શૌકત અલીએ આપ્યો નારો, કહ્યું વસ્તી વધશે તો દેશ થશે મજબૂત
calendar_today February 9, 2026

AIMIM: હમ દો, હમારે દો ડઝન, AIMIM નેતા શૌકત અલીએ આપ્યો નારો, કહ્યું વસ્તી વધશે તો દેશ થશે મજબૂત

અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ હેઠળના AIMIMના ઉત્તર પ્રદેશ પ્રમુખ શૌકત અલીએ રવિવારે સાંજે મુરાદાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી જેમાં એવુ નિવેદન આપ્યું કે નવો જ વિવાદ થઇ ગયો. જન સંખ્યા વૃદ્ધિ અને સમુદાયની તાકાત પર બોલતી વખતે તેમણે નારો આપ્યો કે હમ દો અને અમારા ડઝન. મારા 8 અને મારા ભાઇના 16 બાળકો સભા દરમિયાન અલીએ દાવો કર્યો કે તેમના 8 બાળકો છે અને જ્યારે તેમના મોટા ભાઇના 16. તેમણે કહ્યું કે તેઓ મુસ્લિમોને શક્ય તેટલા વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું અમે બધા મુસ્લિમોને શક્ય તેટલા વધુ બાળકો પેદા કરવા વિનંતી કરીશું.  અમારી માતા 97 વર્ષની છે, તેમના ઓછામાં ઓછા 72 પૌત્ર-પૌત્રીઓ યુવાન છે." તેમણે કહ્યું કે જ્યારે અલ્લાહ આપી રહ્યો છે તો તમે લેતા રહો. જ્યાં સુધી તે આપતો રહે છે, લેતા રહો. દેશમાં કેટલાક લોકો ચિંતિત છે કે આપણી વસ્તી વધી રહી છે પરંતુ જો વસ્તી વધશે, તો દેશ મજબૂત બનશે.ચીન સાથે કરી તુલના ચીન સાથે તુલના કરતા તેઓએ કહ્યું કે ચીનની વસ્તી વધારે છે એટલે તે મજબૂત છે. જો આપણી વસ્તી વધશે તો આપણો દેશ પણ મજબૂત થશે. હું કહીશ કે હમ દો, હમારે ડઝન. તો લોકોને અમારી વસ્તી વધવાથી શું તકલીફ છે. જે લોકો લગ્ન પણ કરતા નથી તેઓ સલાહ આપી રહ્યા છે કે હિંદુ ભાઇઓએ 4 બાળકો પેદા કરવા જોઇએ. અમે કહીએ છીએ કે હિંદુ ભાઇઓ, 4 નહીં 14 બાળકો પેદા કરો. જેથી દેશ વધારે મજબૂત થઇ શકે.  Gold Silver Rate Today: લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીમાં તેજી, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ

Read Full Story arrow_forward
Sharad Pawar Health Update: ગળામાં ઇન્ફેક્શન અને તાવના કારણે શરદ પવાર હૉસ્પિટલમાં કરાયા દાખલ
calendar_today February 9, 2026

Sharad Pawar Health Update: ગળામાં ઇન્ફેક્શન અને તાવના કારણે શરદ પવાર હૉસ્પિટલમાં કરાયા દાખલ

શરદ પવારને બારામતીથી પુણેના રુબી હોલ ક્લિનિકમાં સારવાર માટે લઇ જવાયા હતા. શરદ પવારના સ્વાસ્થ્ય અંગે ચિંતા બારામતી તાલુકાના કાઠેવાડીમાં દિવંગત નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારના બેસણામાં સામેલ થવા માટે શરદ પવાર બારામતી આવ્યા હતા. પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમના આગામી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. શરદ પવારને સવારથી જ શરદી-ખાંસી અને તાવની ફરિયાદ હતી. જેને ધ્યાનમાં રાખીને સવારે જ તબીબની એક ટીમ બારામતીના ગોવિંદબાગ સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. અને સારવાર શરુ કરી હતી. પુણેની રુબી હૉસ્પિટલમાં સારવાર શરદ પવારને પુણેની રુબી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની પુત્રી સાંસદ સુપ્રિયા સુળે તેમની સાથે ઉપસ્થિત હતા. અને તેઓએ હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. શરદ પવારની આગામી સારવાર પુણેની રુબી હૉસ્પિટલમાં કરવામાં આવશે. શરદ પવારને શરદી-ખાંસીની ફરિયાદ હોવાથી તેઓએ પ્રોટેક્ટર માસ્ક પહેર્યુ હતુ. અને મેડિકલ સપોર્ટ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી શરદ પવાર છે બીમાર અજિત પવારના નિધન બાદ શરદ પવાર સતત બીમાર છે. અને તેમની સારવાર યથાવત છે. તો સાથે જ મહારાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમોના કારણે તેમની વ્યસ્તતા વધી ગઇ છે. તેથી તેની અસર તેમના શરીર પર જોવા મળી હતી. અજિત પવારના નિધન બાદ શરદ પવારે પક્ષના કાર્યકરો અને જનતા સાથે મુલાકાતનો દૌર યથાવત રાખ્યો હતો. જેના કારણે તેમની તબિયત વધુ લથડી હતી. આ પણ વાંચોઃ  Nigeriaમાંન માર્ગ અકસ્માતમાં ટ્રક પલટી જતાં 30ના મોત, અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ

Read Full Story arrow_forward