android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : પ્રોફેશનલ કપડાંમાં આવીને બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરતા 2 ઘરફોડીયા ઝડપાયા, 74 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો
calendar_today February 9, 2026

Vadodara : પ્રોફેશનલ કપડાંમાં આવીને બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરી કરતા 2 ઘરફોડીયા ઝડપાયા, 74 લાખ નો મુદ્દામાલ કબ્જે કરાયો

વડોદરા શહેરમાં પ્રોફેશનલ કપડાં પહેરી ઘરફોડ ચોરી કરતા બે શાતિર ચોરોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ રૂ. 74 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.આરોપીઓના નામ પ્રદીપ દધિચ અને સુરેશ સેન ઝડપાયેલા આરોપીઓના નામ પ્રદીપ દધિચ અને સુરેશ સેન છે. બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. રેકી કરી બંધ મકાનોને નિશાન બનાવતા આરોપીઓ વડોદરામાં રેકી કરી બંધ મકાનોને નિશાન બનાવતા હતા અને પ્રોફેશનલ દેખાવ રાખી શંકા ન જાય તે રીતે ચોરીઓ અંજામ આપતા હતા. પ્રદીપ દધિચ થાણામાં કરિયાણાની દુકાન ચલાવતો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદીપ દધિચ થાણામાં કરિયાણાની દુકાન ચલાવતો હતો, પરંતુ દુકાન સારી રીતે ન ચાલતા તે ચોરીના રવાડે ચઢ્યો હતો અને પોતાના સાગરીત સુરેશ સેન સાથે મળીને તેણે વડોદરામાં અનેક ઘરફોડ ચોરીઓ કરી હતી. કુલ ચાર ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકેલ્યો ક્રાઇમ બ્રાન્ચે આ કાર્યવાહી દરમિયાન કુલ ચાર ઘરફોડ ચોરીના બનાવોનો ભેદ ઉકેલ્યો છે. હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે. પ્રદીપ સામે 14 ગુના નોંધાયેલા છે. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલો આરોપી પ્રહલાદ ઉર્ફે પ્રદિપ દધીચ રીઢો તસ્કર છે અને તેની સામે વડોદરા અને આણંદ સહિત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 ગુના નોંધાયેલા છે જ્યારે આરોપી સુરેશ સામે રાજસ્થાનમાં ત્રણ ગુના નોંધાયેલા છે.  રાત્રે પકડાઇ ના જાય તે માટે વડતાલ જઇને ધર્મશાળામાં રોકાતા પોલીસના જણાવ્યા મુજબ પ્રદીપ અગાઉ શહેરમાં 5 વર્ષ સુધી ગોરવા વિસ્તારમાં રહેતો હતો અને 2011થી 2015 સુધી સાગરીતોની ગેંગ બનાવી 8 ઘરફોડ ચોરી કરી હતી. ગત 10 જાન્યુઆરીએ તે અને તેનો સાગરીત સુરેશ મુંબઇતી વડોદરા આવ્યા હતા અને ન્યુ સમા રોડ ખાતે સારા અને મોટા મકાનોની રેકી કરી હતી અને રાત્રે પકડાઇ ના જાય તે માટે વડતાલ જઇને ધર્મશાળામાં રોકાતા હતા તાજેતરમાં 18 લાખની ચોરી કરી હતી આરોપીઓએ તાજેતરમાં ન્યુ સમા રોડ નંદનવન સોસાયટીમાં આવેલા મકાનનું લોક તોડીને રાત્રે કબાટમાંથી 4 લાખ તથા ટાઇટન કંપનીની ચાર કાંડા ઘડિયાળ, તથા 14 લાખના સોના ચાંદીના દાગીના મળીને 18 લાખની ચોરી કરી હતી. આ પણ વાંચો-----     Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

Read Full Story arrow_forward
Agriculture News : ગુજરાતમાં વાર્ષિક 20 લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન, 70 ટકાથી વધુ હિસ્સો ચણાનો
calendar_today February 9, 2026

Agriculture News : ગુજરાતમાં વાર્ષિક 20 લાખ મેટ્રિક ટનથી વધુ કઠોળનું ઉત્પાદન, 70 ટકાથી વધુ હિસ્સો ચણાનો

ખાસ કરીને ચણા અને તુવેરના ઉત્પાદનમાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો સતત પ્રગતિ કરી રહ્યા છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૬ વર્ષ દરમિયાન રાજ્યમાં કઠોળ પાકની ઉત્પાદકતામાં સવા ગણો, વાવેતર વિસ્તારમાં દોઢ ગણો અને ઉત્પાદનમાં બમણો વધારો થયો છે. ચણાનું કુલ ઉત્પાદન 6.36 લાખ મેટ્રિક ટન હતું વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યમાં કઠોળ પાકોનો કુલ વાવેતર વિસ્તાર ૯ લાખ હેક્ટર, ઉત્પાદન ૧૦.૫૮ લાખ મેટ્રિક ટન અને ઉત્પાદકતા ૧,૧૭૩ કિગ્રા પ્રતિ હેક્ટર હતી. જ્યારે, વર્ષ ૨૦૨૪-૨૫માં કઠોળ પાકોનો કુલ વાવેતર વિસ્તાર ૧૪.૩૯ લાખ હેક્ટર, ઉત્પાદન ૨૧.૫૨ લાખ મેટ્રિક ટન અને ઉત્પાદકતા ૧,૪૯૫ કિગ્રા પ્રતિ હેક્ટર નોંધાઈ છે. ગુજરાતમાં ચણા એ સૌથી મહત્વનો કઠોળ પાક છે, જે રાજ્યના કુલ કઠોળ ઉત્પાદનમાં ૭૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યમાં ચણાનું કુલ ઉત્પાદન ૬.૩૬ લાખ મેટ્રિક ટન હતું, જેની સામે અઢી ગણા વધારા સાથે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૫.૬૩ લાખ મેટ્રિક ટન ઉત્પાદન નોંધાયું હતું. મગનું 1.38 લાખ હેક્ટરમાં વાવેતર તેવી જ રીતે, તુવેરના ઉત્પાદનમાં પણ ગુજરાત દેશના મોખરાના રાજ્યોમાં સ્થાન ધરાવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં રાજ્યમાં તુવેરનું કુલ ઉત્પાદન ૨.૧૦ લાખ મેટ્રિક ટન હતું, જેની સામે ૪૫ ટકાની વૃદ્ધિ સાથે વર્ષ ૨૦૨૪-૨૫માં ૩.૦૮ લાખ મેટ્રિક ટન ઉત્પાદન નોંધાયું હતું. આ ઉપરાંત અડદ, મગ અને મઠ જેવા અન્ય કઠોળ પાકોનું પણ હવે ગુજરાતમાં પુષ્કળ વાવેતર થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્યમાં અડદનું ૧.૧૪ લાખ હેક્ટરમાં વાવેતર અને આશરે ૯૦,૦૦૦ મેટ્રિક ટન ઉત્પાદન નોંધાયું હતું. તેવી જ રીતે, મગનું ૧.૩૮ લાખ હેક્ટરમાં વાવેતર અને આશરે ૧.૨૬ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. મઠ એ મુખ્યત્વે સૂકા અને અર્ધ-સૂકા વિસ્તારોનો પાક છે કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં મઠનું વાવેતર વધુ જોવા મળે છે. આ ઉપરાંત ચોળા, વાલ અને વટાણા પણ ગૌણ કઠોળ તરીકે લેવામાં આવે છે. મઠ સહિતના અન્ય કઠોળ પાકોનું વર્ષ ૨૦૨૪-૨૫માં ૭૨,૦૦૦ હેક્ટરમાં વાવેતર અને ૬૪,૦૦૦ મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન નોંધાયું હતું. ગુજરાતમાં કઠોળના પાકમાં થયેલી આ ક્રાંતિ પાછળ રાજ્ય સરકારની અનેક મહત્વપૂર્ણ પહેલો જવાબદાર છે. 'સૌની યોજના' અને 'સુજલામ સુફલામ' જેવી યોજનાઓ દ્વારા રવિ અને ઉનાળુ પાક માટે પાણીની ઉપલબ્ધતા વધી છે. વળી, સરકાર દ્વારા કઠોળના ટેકાના ભાવમાં ૧૧ થી ૩૧ ટકા જેટલો વધારો કરવામાં આવતા ખેડૂતો કઠોળની ખેતી તરફ વળ્યા છે. આ ઉપરાંત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિકસાવવામાં આવેલી 'ગુજરાત ચણા-૩' અને ‘ગુજરાત મગ-૪' જેવી સુધારેલી જાતોથી હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધ્યું છે. સાથે જ, રાજ્યમાંથી કઠોળની નિકાસ બમણી થતા વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : MS Universityના PRO લકુલેશ ત્રિવેદીનો વિવાદ, પૂર્વ સેનેટ સભ્યએ કહ્યું, ભાજપ સત્તાનો દુરુપયોગ કરે છે, જુઓ Video

Read Full Story arrow_forward
Holi Special Train: મુસાફરોની સુવિધા માટે 1410 સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત, કન્ફર્મ ટિકિટનું ટેન્શન હવે દૂર!
calendar_today February 9, 2026

Holi Special Train: મુસાફરોની સુવિધા માટે 1410 સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત, કન્ફર્મ ટિકિટનું ટેન્શન હવે દૂર!

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વતન જઈ રહેલા મુસાફરો માટે ભારતીય રેલ્વેએ ખુશીના સમાચાર આપ્યા છે. તહેવારો દરમિયાન ટ્રેનોમાં થતી ભારે ભીડ અને વેઈટિંગ લિસ્ટની સમસ્યાને પહોંચી વળવા માટે રેલ્વેએ દેશભરમાં 1410 હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ આયોજનથી લાખો મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે. વધતી જતી ભીડને પહોંચી વળવા માસ્ટર પ્લાન સામાન્ય રીતે ફેબ્રુઆરીના મધ્ય ભાગ પછી પૂર્વ ભારત (યુપી, બિહાર, બંગાળ) તરફ જતી ટ્રેનોમાં ટિકિટ મળવી લગભગ અશક્ય બની જતી હોય છે. આ પરિસ્થિતિને જોતા રેલ્વે બોર્ડે વિવિધ રૂટ પર ટ્રાફિકનું વિશ્લેષણ કરીને વધારાની ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, દરેક રૂટ પર મુસાફરોની સંખ્યા પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડશે તો હજુ પણ વધુ ટ્રેનો ઉમેરવામાં આવી શકે છે. ઉત્તર રેલ્વે અને NCR માટે વિશેષ આયોજન કુલ 1410 ટ્રેનોમાંથી 108 ખાસ ટ્રેનો માત્ર ઉત્તર રેલ્વે ઝોન દ્વારા ચલાવવામાં આવશે. આ ટ્રેનો મુખ્યત્વે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ જેવા શહેરોમાં વસતા પરપ્રાંતીય શ્રમિકો અને નોકરિયાતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઉત્તર રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર વર્માએ ખાતરી આપી છે કે સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપન (Crowd Management) અને સુરક્ષા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે જેથી કોઈ અઘટિત ઘટના ન બને. દુર્ગ-નિઝામુદ્દીન રૂટ પર વિશેષ સેવા મધ્ય અને ઉત્તર ભારતને જોડતી મહત્વની કડી તરીકે હઝરત નિઝામુદ્દીન-દુર્ગ હોળી સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન 1 અને 2 માર્ચે દુર્ગથી ઉપડશે અને 2 તથા 3 માર્ચે નિઝામુદ્દીનથી પરત ફરશે. આ ટ્રેન રાયપુર, સાગર, ઝાંસી, આગ્રા અને મથુરા જેવા મહત્વના સ્ટેશનોને આવરી લેશે, જેમાં એસી, સ્લીપર અને જનરલ એમ તમામ પ્રકારના કોચ ઉપલબ્ધ રહેશે. મુસાફરો માટે સ્ટેશન પર સુવિધાઓ માત્ર ટ્રેનો જ નહીં, પરંતુ સ્ટેશન પર પણ મુસાફરોની સુવિધા માટે વધારાના ટિકિટ કાઉન્ટર્સ, પીવાના પાણીની વ્યવસ્થા અને પ્લેટફોર્મ પર સુરક્ષા જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે રેલ્વેનું લક્ષ્ય છે કે 'ઝીરો પેસેન્જર લેફ્ટ બિહાઈન્ડ', એટલે કે કોઈ પણ મુસાફર કન્ફર્મ ટિકિટ વગર ન રહે. આ પણ વાંચોઃ Japanમાં 'તાકાઈચી યુગ'નો પ્રારંભ, ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક નેતાઓએ પાઠવ્યા અભિનંદન

Read Full Story arrow_forward