android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Online Gameનો ચોંકાવનારો કિસ્સો, મેરઠમાં ઓનલાઈન ગેમ રમતા 23 વર્ષના યુવાનનું થયું મોત
calendar_today February 9, 2026

Online Gameનો ચોંકાવનારો કિસ્સો, મેરઠમાં ઓનલાઈન ગેમ રમતા 23 વર્ષના યુવાનનું થયું મોત

ઓનલાઈન ગેમ મોતનું જોખમ વધારી શકે છે. ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઝ યુવાનોને ભારે પડી શકે છે. મેરઠમાં એક યુવાનનું ઓનલાઈન ગેમ રમતા મોત થયાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ યુવાનનું નામ મોહમ્મદ કૈફ છે જે મેરઠના ખૈરનગર ગૂલરવાલીનો રહેવાસી છે. 23 વર્ષીય યુવાને ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં જીવ ગુમાવ્યો. યુવાનના મોત સમાચાર સામે આવતા જ પરિવાર પર આભ તૂટી પડયું. ઓનલાઈન ગેમ રમતા યુવાનનું મોતમેરઠના યુવાનના મોતનું કારણ પ્રાથમિક ધોરણે મગજની નસ ફાટવાનું માનવામાં આવે છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે મોહમ્મદને ઓનલાઈન ગેમ રમવાનો ભારે શોખ હતો. કૈફ ઘણો સમય ઓનલાઈન ગેમિંગમાં વિતાવતો હતો. જયારે તેનું મૃત્યુ થયું ત્યારે તેના કાનમાં ઇયર ફોન હતા. ઘટનાના દિવસે પણ તે કાનમાં ઈયરફોન લગાવીને પોતાના મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે માથાનો દુખાવો અને બેચેનીની ફરિયાદ કરી અને થોડીવારમાં જ તે ફસડાઈ પડયો. પરિવારજનો તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં તેની હાલત વધુ ખરાબ થતા ડોક્ટરોએ તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ લઈ જવા કહ્યું. ઓનલાઈન ગેમનો આંખ ઉઘાડનારો દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોહમ્મદ કૈફની બે દિવસ સારવાર ચાલી. પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો નહીં ડોકટરનું અનુમાન છે કે મોહમ્મદ ઓનલાઈન ગેમ રમતો હતો ત્યારે અચાનક જ તેને એટેક આવ્યો હોઈ શકે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર જયારે મોહમ્મદને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેનું બ્લડ પ્રેશર 300 ને વટાવી ગયું હતું, જે ખૂબ જ ખતરનાક સ્થિતિ માનવામાં આવે છે. બ્લડ પ્રેશર વધવાના કારણે કૈફની તબિયત લથડી હતી. મગજમાં રક્તસ્ત્રાવ ના થતા સંભવત 23 વર્ષીય યુવાન મોહમ્દ કૈફનું મોત થયું એવી આશંકા છે. યુવાનનું મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે. ઓનલાઈન ગેમ મોતનું જોખમ. આ કિસ્સો આંખ ઉઘાડનારો છે.આ પણ વાંચો : Pariksha Pe Charcha 2026: જિંદગીમાં આગળ વધવુ, પરીક્ષાથી ડરવુ નહી, પીએમ મોદીએ આપી શીખ

Read Full Story arrow_forward
Kanpur Accident: કોણ છે શિવમ મિશ્રા? જેની લેમ્બોર્ગિનીએ 6 લોકોને કચડ્યા
calendar_today February 9, 2026

Kanpur Accident: કોણ છે શિવમ મિશ્રા? જેની લેમ્બોર્ગિનીએ 6 લોકોને કચડ્યા

ઉદ્યોગપતિના પુત્ર શિવમ મિશ્રાએ રવિવારે વીઆઈપી રોડ પર પોતાની હાઇસ્પીડ લેમ્બોર્ગિની સાથે તબાહી મચાવી હતી. અહેવાલો અનુસાર, રવિવારે બપોરે લગભગ 3:15 વાગ્યે, ગ્વાલટોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેવ-3 (વીઆઈપી રોડ) નજીક દિલ્હી રજિસ્ટ્રેશન નંબરવાળી કાળી લેમ્બોર્ગિની નિયંત્રણ બહાર થઇ ગઇ હતી. કાર જબરદસ્ત સ્પીડમાં હતી. ડ્રાઇવર શિવમ મિશ્રાએ કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને કાર ફૂટપાથ અને રસ્તાની બાજુમાં ઉભેલા છથી વધુ લોકોને ટક્કર મારી.લેમ્બોર્ગિની કાર ચાલકે 6ને કચડ્યાટક્કર એટલી ગંભીર હતી કે બુલેટ સવાર હવામાં ઉછળીને દૂર ફેંકાઈ ગયો. બેકાબૂ બનેલી લેમ્બોર્ગિનીનું વ્હીલ બુલેટ પર ફરી ગયું. ભોગ બનેલા સોનુ ત્રિપાઠી, વિશાલ અને તૌફીકે જણાવ્યું કે તેઓ ત્યાં ઉભા હતા ત્યારે કારે તેમને ટક્કર મારી.https://x.com/ANI/status/2020742213865787894 અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને હોબાળો મચી ગયો. પોલીસે ખૂબ જ મુશ્કેલીથી શિવમ મિશ્રાને બચાવી લીધો. જોકે પીડિતોનો આરોપ છે કે જ્યારે તેઓ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન ગયા ત્યારે ત્યાં હાજર વેપારીના બાઉન્સરોએ તેમની સાથે દુર્વ્યવહાર અને અપમાન કર્યું. હાલમાં પોલીસે લેમ્બોર્ગિની કબજે કરી લીધી છે અને શિવમ મિશ્રાને કસ્ટડીમાં લઈ લીધો છે અને તેને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં મોકલ્યો છે. શિવમ મિશ્રા અને કેકે મિશ્રા કોણ છે? શિવમ મિશ્રા કાનપુરના એક પ્રખ્યાત તમાકુ વેપારી કેકે મિશ્રાના પુત્ર છે. તેઓ વૈભવી જીવનશૈલી માટે જાણીતા છે. માર્ચ 2024 માં, તેમના પરિસરમાં દરોડામાં 150 કરોડ રૂપિયાની કરચોરી, 12 કરોડ રૂપિયાની ઘડિયાળો, 7 કરોડ રૂપિયાના ઘરેણાં અને કરોડોની કિંમતની કારનો કાફલો મળી આવ્યો હતો. 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતની કાર મળી આવી હતી.  દિલ્હીમાં તેઓની હવેલીમાંથી 16 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ મળી આવી હતી.  લેમ્બોર્ગિની, ફેરારી અને મેકલેરેન કાર પણ મળી આવી હતી. શિવમે પોતાનો જન્મદિવસ એટલી ભવ્ય રીતે ઉજવ્યો કે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેના કારણે તે આવકવેરા વિભાગના ધ્યાન પર આવ્યો. પીડિતોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઇજાગ્રસ્તોને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પીડિતોએ ગ્વાલટોલી પોલીસ સ્ટેશનમાં કાર ચાલક શિવમ મિશ્રા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે જેમાં કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.Gold Silver Rate Today: લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીમાં તેજી, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ

Read Full Story arrow_forward
જમીન, સમુદ્ર અને હવા ત્રણેય ક્ષેત્રે સંબંધો મજબૂત, સેશેલ્સના રાષ્ટ્રપતિને મળ્યા PM Modi
calendar_today February 9, 2026

જમીન, સમુદ્ર અને હવા ત્રણેય ક્ષેત્રે સંબંધો મજબૂત, સેશેલ્સના રાષ્ટ્રપતિને મળ્યા PM Modi

દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિની વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ સહયોગ, વ્યૂહાત્મક ભાગીદારી અને બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

Read Full Story arrow_forward