android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: સુરત સિટી 'સ્માર્ટ' કે 'ધક્કા'? સિટી બસને મુસાફરોએ માર્યો ધક્કો
calendar_today February 9, 2026

Surat News: સુરત સિટી 'સ્માર્ટ' કે 'ધક્કા'? સિટી બસને મુસાફરોએ માર્યો ધક્કો

સામાન્ય રીતે મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન પર બસ પહોંચાડે છે. જોકે, સ્માર્ટ સિટી સુરતમાં આનાથી ઊલટું જોવા મળ્યું હતું. જેમાં મુસાફરો બસને તેના ગંતવ્ય સ્થાન પર ધક્કો મારીને મૂકવા ગયા હતા. 'સ્માર્ટ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં સાર્વજનિક પરિવહન સેવા એટલે કે સિટી બસની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. સુરતની શાન ગણાતી સિટી બસો હવે રસ્તા પર દોડવાને બદલે હાંફી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તાજેતરમાં બનેલી એક ઘટનામાં ચાલુ બસે દગો દેતા મુસાફરોને બસમાંથી ઉતરીને તેને ધક્કો મારવાની નોબત આવી હતી.બેજવાબદાર તંત્ર, મુસાફરો પરેશાન ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના એક વ્યસ્ત માર્ગ પર સિટી બસ અચાનક બંધ પડી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને મંજિલ સુધી પહોંચવાની ઉતાવળ હતી, પરંતુ એન્જિન ખોટકાતા બસ આગળ વધી શકી ન હતી. આખરે મુસાફરોએ જ જવાબદારી ઉપાડી બસને ધક્કો લગાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો સુરત મનપા શાસકોની ટીકા કરી રહ્યા છે. 'સ્માર્ટ સિટી'માં આવી ખખડધજ બસો જોઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચેરમેનનો લૂલો બચાવ નોંધનીય છે કે, અગાઉ સુરત ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન પણ જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે કે, નવી બસોનો કાફલો હજુ સુધી આવ્યો નથી, જેના કારણે જૂની અને ખખડધજ બસો ચલાવવી મજબૂરી બની છે. હવે સવાલ એ થાય છે કે, કરોડોના ટેક્સ ભરતા સુરતીઓએ ક્યાં સુધી આવી જોખમી અને બિસ્માર બસોમાં મુસાફરી કરવી પડશે? વારંવાર બંધ પડતી આ બસોને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આ પણ વાંચો - Sutar: કતારગામની વિવાદાસ્પદ 3 ટીપી સ્કીમનો મામલો ગરમાયો, મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને ગાંધીનગરનું તેડું

Read Full Story arrow_forward
Mehsana News : ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકેની પ્રેકટિસ કરતા વકીલે ગેંગ રચીને 3 કરોડ કરતા વધારેની કિંમતના જીરાની ચોરી કરી
calendar_today February 9, 2026

Mehsana News : ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકેની પ્રેકટિસ કરતા વકીલે ગેંગ રચીને 3 કરોડ કરતા વધારેની કિંમતના જીરાની ચોરી કરી

પણ જ્યારે પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલ્યો ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા. ચોરી કરનારી કોઈ સામાન્ય ગેંગ નહોતી, પણ તેમાં સામેલ હતો હાઈકોર્ટનો એક વકીલ! કાયદાનો જાણકાર જ જ્યારે ગુનેગાર બની જાય ત્યારે શું થાય? ઘટના છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની. ઊંઝાના ઉનાવા પાસે આવેલી ડીસન્ટ હોટલની પાછળ ખોડીયાર એસ્ટેટ આવેલા છે. મહેસાણા એલસીબી પોલીસે શરૂ કરી હતી તપાસ અહીં વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના ગોડાઉન આવેલા છે. ગત ૧૨ ડિસેમ્બર ૨૦૨૫ થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ના સમયગાળા દરમિયાન, તસ્કરોએ આ ગોડાઉનને નિશાન બનાવ્યું. રાત્રિના અંધારામાં તસ્કરોએ વેરહાઉસ નં. ૧૩, ૧૪ અને ૧૫ ના તાળા તોડ્યા. અંદરથી એક-બે નહીં પણ હજારોની સંખ્યામાં જીરાની બોરીઓ ગાયબ થઈ ગઈ. ચોરીનો આંકડો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી. કુલ ૩ કરોડ ૨ લાખ ૨૮ હજાર રૂપિયાના જીરાની ચોરી! મહેસાણા LCB અને પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. એક આરોપી ગુજરાત હાઈકોર્ટનો વકીલ છે ગુનેગારો ચાલાક હતા, પણ પોલીસ તેમનાથી એક ડગલું આગળ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા, જેમાં એક શંકાસ્પદ ટ્રક નજરે પડી. આ ટ્રક નંબરના આધારે ડ્રાઈવર સુધી પહોંચાયું. ત્યારબાદ શરૂ થયો ટેકનિકલ સર્વેલન્સનો દોર. મોબાઈલ ટાવર લોકેશન અને કોલ ડિટેઈલ્સ (CDR) તપાસતા એક નંબર શંકાના દાયરામાં આવ્યો. આ નંબર હતો આરોપી વજાહત ખાનનો, જે ચોરી વાળી રાત્રે ઘટનાસ્થળે જ હાજર હતો. બસ, અહીંથી જ પોલીસને મળી સફળતાની ચાવી. પોલીસે આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી. અને જ્યારે આરોપીઓના નામ અને પ્રોફાઈલ સામે આવી ત્યારે સૌ દંગ રહી ગયા. મુખ્ય આરોપીઓ પૈકી એક છે મેમણ મહંમદઈક્રામ, જેણે LL.B.નો અભ્યાસ કરેલો છે અને અમદાવાદ હાઈકોર્ટમાં વકીલાત કરે છે! વકીલ વિરુદ્ધ અગાઉ વડોદરામાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો છે કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો. આ વકીલ વિરુદ્ધ અગાઉ વડોદરામાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો છે. તો બીજા આરોપી સાદીક મેમણ વિરુદ્ધ હાલોલમાં બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. આ ટોળકીએ ચોરી કરેલું કરોડોનું જીરું ડીસા અને ઊંઝા ગંજ બજારમાં વેચી માર્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રિમાન્ડ દરમિયાન રોકડ રકમ રૂ. ૪૬,૬૫,૦૦૦ અને જીરાની ૧૧૦ બોરીઓ (કિંમત રૂ. ૧૧,૫૦,૦૦૦) એમ મળીને કુલ ૫૮ લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. મહેસાણા પોલીસે આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલીને 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે, શાહનવાજ ઉર્ફે ટીપુ અને ઈમરાન જમીલ જેવા આરોપીઓ હજુ વોન્ટેડ છે. આ ઘટના સાબિત કરે છે કે ગુનેગાર ગમે તેટલો ભણેલો કે શાતિર હોય, કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી. આ પણ વાંચો : Gandhinagar News : અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતા નિકાસમાં થશે વિક્રમજનક વધારો

Read Full Story arrow_forward
Surat: હનીટ્રેપના માસ્ટરમાઇન્ડ કાનુ પ્રધાનની ધરપકડ, વેપારીને જાળમાં ફસાવી કરી હતી લાખોની ધાડ
calendar_today February 9, 2026

Surat: હનીટ્રેપના માસ્ટરમાઇન્ડ કાનુ પ્રધાનની ધરપકડ, વેપારીને જાળમાં ફસાવી કરી હતી લાખોની ધાડ

સુરતના સચિન GIDC વિસ્તારમાં ઓનલાઇન વેપાર કરતા એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી, ધાક-ધમકી આપી રુપિયા પડાવવાના ગુનામાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. સચિન GIDC પોલીસે આ હનીટ્રેપ ગેંગના માસ્ટરમાઇન્ડ કાનુ પ્રધાનની ધરપકડ કરી છે.ઓનલાઇન વેપારીને બનાવ્યો હતો નિશાનઆ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. અમરોલી વિસ્તારમાં રહેતા અને ઓનલાઇન વેપાર સાથે સંકળાયેલા એક વેપારીને આ ટોળકીએ યુવતી મારફતે હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ, પોલીસ હોવાની ઓળખ આપી અથવા બદનામ કરવાની ધમકી આપી વેપારી પાસેથી મોટી રકમ પડાવીને ધાડ આચરી હતી.અગાઉ 7 આરોપીઓ ઝડપાયા હતાઆ કેસમાં પોલીસ અગાઉથી જ સક્રિય હતી અને તપાસ દરમિયાન ગેંગના 7 જેટલા સાગરીતોને અગાઉ જ ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે, આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર કાનુ પ્રધાન પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને સચિન GIDC વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યો છે.આ પણ વાંચો: Sutar: કતારગામની વિવાદાસ્પદ 3 ટીપી સ્કીમનો મામલો ગરમાયો, મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને ગાંધીનગરનું તેડું

Read Full Story arrow_forward