android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha : ડીસામાં ભુવાજી પર લવ મેરેજની અદાવતમાં કરાયેલા હુમલામાં 6ની ધરપકડ
calendar_today February 9, 2026

Banaskantha : ડીસામાં ભુવાજી પર લવ મેરેજની અદાવતમાં કરાયેલા હુમલામાં 6ની ધરપકડ

બનાસકાંઠા જિલ્લાના ડીસાના શિહોરીમાં ભુવાજી પર થયેલા હુમલાના મામલામાં પોલીસે ગુનો નોંધીને હુમલો કરનારા છ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આજે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી.લવ મેરેજની અદાવતને કારણે હુમલો થયો હતો શિહોરીના દેવાભાઈ અમરતભાઈ રબારી પર લવ મેરેજની અદાવતને કારણે હુમલો થયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આરોપીઓના વાહનો જપ્ત કરાયા પોલીસે આરોપીઓને ઝડપી લઇને તેમની 2 કાર પણ કબજે કરી હતી. પોલીસે તમામ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને માહિતી મેળવી હતી. .આ પણ વાંચો----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

Read Full Story arrow_forward
ગુજરાત બન્યું ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું મોડલ, જુઓ Photos
calendar_today February 9, 2026

ગુજરાત બન્યું ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું મોડલ, જુઓ Photos

ગુજરાતે હંમેશા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપ્યું છે, જેના ભાગરૂપે રાજ્યના શહેરી વિસ્તારોમાં ગ્રીન કવર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ શહેરી વિસ્તારોમાં 240 હેક્ટરથી વધુ નવા ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવશે, જેમાં બાગ-બગીચા, વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા માટે સ્પન્જ પાર્ક્સ અને અર્બન ફોરેસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. હાલ આ માટેના વિવિધ પ્રોજેક્ટ્સ અમલીકરણના વિવિધ તબક્કાઓ હેઠળ છે. શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કુલ 340થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, જેમાંથી 146 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત, શહેરી વિકાસ વર્ષ દરમિયાન રાજ્યના શહેરોને હરિયાળા બનાવવાની દિશામાં 99 લાખ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક સામે અત્યારસુધીમાં 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકાઓમાં આશરે 90 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

Read Full Story arrow_forward
Surat: સરથાણા નેચર પાર્કમાં 'શ્રી' અને 'અભય' વાઘની જોડીનું આગમન, ઇન્દોર અને ભુવનેશ્વરથી આવ્યા નવા મહેમાનો
calendar_today February 9, 2026

Surat: સરથાણા નેચર પાર્કમાં 'શ્રી' અને 'અભય' વાઘની જોડીનું આગમન, ઇન્દોર અને ભુવનેશ્વરથી આવ્યા નવા મહેમાનો

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કના કુટુંબમાં મોટો વધારો થયો છે. ભુવનેશ્વર અને ઇન્દોરથી વિવિધ પ્રજાતિના પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેના કારણે પ્રાણી સંગ્રહાલયની રોનક વધી ગઈ છે. ખાસ કરીને વાઘની નવી જોડી મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.ભુવનેશ્વરથી વાઘની જોડી અને અન્ય વન્યજીવોભુવનેશ્વરના પ્રસિદ્ધ નંદનકાનન ઝૂ માંથી પ્રાણીઓની આપ-લે હેઠળ નવા મહેમાનો લાવવામાં આવ્યા છે. 'શ્રી' અને 'અભય' નામના વાઘની જોડીને સુરત લાવવામાં આવી છે.આ ઉપરાંત ત્રણ ચૌશિંગા, એક જોડી બાર્કિંગ ડીયર (કાંકર) અને બે માદા વરુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ઇન્દોર ઝૂ સાથે પ્રાણી વિનિમય પ્રાણીઓની વંશવૃદ્ધિ અને વિવિધતા જાળવવા માટે ઇન્દોર ઝૂ સાથે પણ એક્સચેન્જ કરવામાં આવ્યું છે. સુરત નેચર પાર્કે ઇન્દોરને હિપ્પોપોટેમસનું એક બચ્ચું આપ્યું છે, જેના બદલામાં સુરતને એક વાઘ પ્રાપ્ત થયો છે.દીપડાના બચ્ચાની સફળ સારવાર અને કાયમી વસવાટવલસાડ વન વિભાગ દ્વારા થોડા સમય પહેલા એક ઈજાગ્રસ્ત દીપડાના બચ્ચાને સારવાર અર્થે સુરત લાવવામાં આવ્યું હતું. નેચર પાર્કના તબીબોની દેખરેખ હેઠળ આ બચ્ચાની સફળ સારવાર કરવામાં આવી છે. હવે આ બચ્ચું સંપૂર્ણ સ્વસ્થ હોવાથી તેને સરથાણા નેચર પાર્કમાં જ કાયમી વસવાટ માટે વન વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.આ પણ વાંચો: Surat: હનીટ્રેપના માસ્ટરમાઇન્ડ કાનુ પ્રધાનની ધરપકડ, વેપારીને જાળમાં ફસાવી કરી હતી લાખોની ધાડ

Read Full Story arrow_forward