android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav Tharad : થરાદ ST ડેપોની ગંભીર બેદરકારી, ટિકિટ બુકિંગ મશીનમાં ખામી સર્જાતા બસ રોકાઇ, કંડક્ટરે મુસાફરો સાથે છોડતું વર્તન કર્યાનો આક્ષેપ
calendar_today February 9, 2026

Vav Tharad : થરાદ ST ડેપોની ગંભીર બેદરકારી, ટિકિટ બુકિંગ મશીનમાં ખામી સર્જાતા બસ રોકાઇ, કંડક્ટરે મુસાફરો સાથે છોડતું વર્તન કર્યાનો આક્ષેપ

વાવ જિલ્લાના થરાદ એસટી બસ ડેપોમાં બેદરકારીના બનાવ સામે આવ્યો છે. અસારા થી અંબાજી તરફ જતી લોકલ એસટી બસમાં ટિકિટ બુકીંગ મશીનમાં ખામી સર્જાતા અધવચ્ચે બસને રોકવી પડી હતી જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતોટિકિટ બુકીંગ મશીનમાં ખામી સર્જાઇ મળેલી માહિતી પ્રમાણે અસારથી અંબાજી તરફ જઇ રહેલી એસ.ટી બસને અધવચ્ચે રોકી દેવાઇ હતી કારણ કે ટિકિટ બુકીંગ મશીનમાં ખામી સર્જાઇ હતી.  સારવાર માટે જતા દર્દી મુસાફરોને ભારે હાલાકી બસને અધ વચ્ચે રોકી દેવાતા ડીસા–પાલનપુર વિસ્તારમાં સારવાર માટે જતા દર્દી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અન્ય બસમાં નવું ટિકિટ બુકીંગ આવ્યા બાદ બસ રવાના એસ.ડી બસના ડ્રાઇવરે થરાદ ડીસા ભારત માલા હાઇવે સર્કલ પર જ બસને ઉભી રાખી હતી અને અન્ય ટિકિટ બુકીંગ મશીન મંગાવાયું હતું. અન્ય બસમાં નવું ટિકિટ બુકીંગ આવ્યા બાદ બસ રવાના થઇ હતી. કંડક્ટરે મુસાફરો સાથે તોછડું વર્તન કર્યુ હોવાનો આરોપ બસને અધવચ્ચે રોકી દેવાતા મુસાફરોને ભારે તકલીફ પડી હતી. મુસાફરોએ આ બાબતે કંડક્ટરનું ધ્યાન દોરતાં કંડક્ટરે મુસાફરો સાથે તોછડું વર્તન કર્યુ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. મુસાફરોમાં રોષ મુસાફરોએ કંડક્ટરના વર્તનના પગલે એસ.ટી વિભાગ સમક્ષ રજૂઆત કરીને રોષ ઠાલવ્યો હતો. આ પણ વાંચો----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

Read Full Story arrow_forward
Gandhinagar News : મહિલા-બાળ આયોગ અને ગાયત્રી સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે 'બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન' અંતર્ગત જનજાગૃતિ રથનું પ્રસ્થાન
calendar_today February 9, 2026

Gandhinagar News : મહિલા-બાળ આયોગ અને ગાયત્રી સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે 'બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન' અંતર્ગત જનજાગૃતિ રથનું પ્રસ્થાન

બાળ લગ્ન જેવા સામાજિક દૂષણને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે આજે ગાંધીનગરથી મહિલા અને બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે 'બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન' અંતર્ગત વિશેષ જનજાગૃતિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ રાજ્યના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોને બાળ લગ્નના ગેરફાયદા અને કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરશે. સાચા અર્થમાં 'બાળ લગ્ન મુક્ત ભારત'નું સપનું સાકાર કરી શકીશું આ પ્રસંગે મહિલા અને બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે, બાળ લગ્ન એ માત્ર સામાજિક કુરિવાજ નથી, પરંતુ તે બાળકના માનસિક, શારીરિક અને શૈક્ષણિક વિકાસમાં મોટો અવરોધ છે. આ અભિયાન દ્વારા અમે છેવાડાના નાગરીક સુધી એ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે લગ્ન માટેની નિર્ધારિત વય મર્યાદાનું પાલન કરવું એ માત્ર કાયદાકીય જ નહીં પરંતુ નૈતિક જવાબદારી પણ છે. જો સમાજ જાગૃત હશે, તો જ આપણે સાચા અર્થમાં 'બાળ લગ્ન મુક્ત ભારત'નું સપનું સાકાર કરી શકીશું. નાગરિકોને બાળ લગ્નના ગેર ફાયદા વિશે સમજણ અપાશે સમાજ સુરક્ષા પ્રભાગના નિયામક વિક્રમસિંહ જાદવે કહ્યું હતું કે, બાળ લગ્ન કરાવનાર અને તેમાં સહભાગી થનાર તમામ નાગરીકો સજાને પાત્ર બને છે. દેશની નાની બાળકીઓને બાળ લગ્ન જેવા સામાજિક દૂષણથી બચાવવા માટેના અભિયાન હેઠળ આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. આ રથ ગાંધીનગર,મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અને મહિસાગર જિલ્લાઓના નાગરીકોને બાળ લગ્નના ગેર ફાયદા વિશે સમજણ આપશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સમાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા આ રથ પત્રિકાઓ અને ઓડિયો સંદેશ દ્વારા માતા પિતાને બાળ લગ્ન નિષેધ અધિનિયમ વિશે માહિતગાર કરશે. આ કાર્યક્રમમાં બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લઈ તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે જો ક્યાંય પણ બાળ લગ્ન થતા હોય અથવા બાળ લગ્નની જાણકારી હોય, તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર- ૧૦૯૮ અથવા ૧૧૨, સ્થાનિક પોલીસ અથવા વહીવટી તંત્રનો સંપર્ક કરવો. આ પ્રસંગે ઝોનલ કોર્ડીનેટર જયેશ પરમારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી બાળ આયોગ અને સમાજ સુરક્ષા પ્રભાગનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સમાજ સુરક્ષા પ્રભાગના નાયબ નિયામક એચ. એન. વાળા, ગાયત્રી સેવા સંસ્થાનના ડિરેક્ટર ડો. શૈલેન્દ્ર પંડ્યા સહિત સમાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. આ પણ વાંચો : Surat News : પરણિત હોવા છત્તા કુંવારો કહીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ, આરોપીએ યુવતીના ગંદા ફોટા પાડી તેના નાના ભાઈ સાથે પરણાવી દીધી

Read Full Story arrow_forward
Maharashtra: પુણેના મેયર તરીકે ભાજપના કાઉન્સિલર મંજુષા નાગપુરે બિનહરીફ ચૂંટાયા
calendar_today February 9, 2026

Maharashtra: પુણેના મેયર તરીકે ભાજપના કાઉન્સિલર મંજુષા નાગપુરે બિનહરીફ ચૂંટાયા

મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ એક બાદ એક બેઠકો પર મેયર પદ માટેની જાહેરાત કરવામાં આવી રહી છે. આ વખતે પહેલીવાર મુંબઇના મેયર બીજેપીમાંથી બન્યા છે અને તેઓ મહિલા છે. ત્યારે પુણેમાં પણ બીજેપીના કાઉન્સિલરને જ મેયર પદ સોંપવામાં આવ્યું છે. પુણેના મેયર તરીકે ભાજપના કાઉન્સિલર મંજુષા નાગપુરે બિનહરીફ ચૂંટાયા છે. કોણ છે મંજુષા નાગપુરે ? તાજેતરમાં પૂર્ણ થયેલી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા મંજુષા નાગપુરે બિનહરીફ ચૂંટાયા હતા. 15 જાન્યુઆરીએ યોજાયેલી પીએમસીની ચૂંટણીમાં નાગપુરે સિંહગઢ રોડ પરના સનસિટી-માણિકબાગ વોર્ડમાંથી બિનહરીફ ચૂંટાયા હતા. મંજુષા પહેલી વાર 2012માં સિંહગઢ રોડ પરના આનંદનગર વિસ્તારમાંથી કાઉન્સિલર તરીકે પીએમસીમાં ચૂંટાયા હતા અને ત્યારથી તેમણે મ્યુનિસિપલ બોડીમાં ત્રણ ટર્મ સેવા આપી છે.મંજુષા નાગપુરે કેટલા છે શિક્ષિત ?  મંજુષા નાગપુરે પીએમસીમાં ચૂંટાયેલા સૌથી ઉચ્ચ શિક્ષિત કાઉન્સિલરોમાંના એક છે. મંજુષા નાગપુરે 1999માં સાવિત્રીબાઈ ફૂલે પુણે યુનિવર્સિટી (SPPU)માંથી સ્નાતક થયા હતા. 2021માં ICFAI યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) ની ડિગ્રી મેળવી હતી. 1979માં જન્મેલી મંજુષા નાગપુરે પીએમસીમાં ચૂંટાયેલા સૌથી શિક્ષિત કાઉન્સિલરોમાંની એક છે. તેણીએ એક IT ફર્મમાં કામ કર્યું હતું પરંતુ તેના પરિવારના આગ્રહથી મ્યુનિસિપલ ચૂંટણી લડવા માટે નોકરી છોડી દીધી હતી. મંજુષાના પતિ દીપક ભારતીય જનતા પાર્ટીના અધિકારી છે, જેમના દ્વારા તેમણે પીએમસીમાં મહિલાઓ માટે અનામત બેઠક દ્વારા ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આ દંપતી એક વ્યવસાય ધરાવે છે. નાગપુરે ₹3.22 કરોડની સંપત્તિ જાહેર કરી છે.  મંજુષા અને દીપકને અનુક્રમે 17 અને 5 વર્ષના બે બાળકો છે.

Read Full Story arrow_forward