android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar માં બ્રહ્મસમાજનું રણશિંગું, UGCના નવા નિયમો અને 'ઘૂસણખોર પંડિત' ફિલ્મ સામે ઘડાઈ રણનીતિ
calendar_today February 8, 2026

Gandhinagar માં બ્રહ્મસમાજનું રણશિંગું, UGCના નવા નિયમો અને 'ઘૂસણખોર પંડિત' ફિલ્મ સામે ઘડાઈ રણનીતિ

ગાંધીનગર ખાતે મળેલી બ્રહ્મસમાજની મહત્ત્વની બેઠકમાં UGCના નવા નિયમો અને આગામી ફિલ્મ 'ઘૂસણખોર પંડિત' સામે આક્રમક લડત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવર્ણ સમાજ સામે લાવવામાં આવેલા UGCના વિવાદાસ્પદ નિયમો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હાલમાં ભલે આ મામલે કોર્ટે સ્ટે આપ્યો હોય, પરંતુ ભવિષ્યમાં જો જરૂર પડશે તો જમીની સ્તરે ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. સરકારના આ નિયમો સવર્ણ સમાજના હિતોને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો સૂર બેઠકમાં ઉઠ્યો હતો.બ્રાહ્મણોના અપમાન સામે આક્રોશ બીજી તરફ, 'ઘૂસણખોર પંડિત' નામની ફિલ્મ સામે પણ બ્રહ્મસમાજે સખત વાંધો ઉઠાવ્યો છે. બ્રહ્મસમાજનો આરોપ છે કે આ ફિલ્મમાં બ્રાહ્મણ સમાજને નીચો દેખાડવાનો અને તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાજની ગરિમાને ઠેસ પહોંચાડતા આવા કૃત્યો સામે હવે આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. ગાંધીનગરની બેઠકમાં આગામી દિવસોમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો અને કાયદાકીય લડત અંગેના આયોજનો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : કઠવાડા GIDC માં રસ્તાબંધીથી હાહાકાર, 7 હજાર વેપારીઓ મુશ્કેલીમાં, ઉદ્યોગોને કરોડોનું નુકસાન

Read Full Story arrow_forward
viral singer India : સોશિયલ મીડિયા પર રાતોરાત બનેલી સ્ટાર, આજે તેની હાલત જાણીને ચોંકી જશો
calendar_today February 8, 2026

viral singer India : સોશિયલ મીડિયા પર રાતોરાત બનેલી સ્ટાર, આજે તેની હાલત જાણીને ચોંકી જશો

સોશિયલ મીડિયાના યુગમાં કોઈપણ સામાન્ય વ્યક્તિનું જીવન એક ક્ષણમાં બદલાઈ શકે છે. પરંતુ ઘણીવાર આ ચમક લાંબા સમય સુધી ટકતી નથી. આવી જ એક સત્યઘટના રાનુ મંડલની છે, જે 2019માં એક વાયરલ વીડિયોથી દેશભરમાં જાણીતી થઈ ગઈ હતી. આજે વર્ષો પછી ફરી એકવાર લોકોના મનમાં પ્રશ્ન ઉઠે છે—રાનુ મંડલ હવે ક્યાં છે અને કેવી હાલતમાં છે? 2019માં થયા હતા ફેમસ ઓગસ્ટ 2019માં પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર રાનુ મંડલ “એક પ્યાર કા નગ્મા હૈ” ગીત ગાતી હતી. ત્યાં હાજર એક વ્યક્તિએ તેમનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો. થોડા જ સમયમાં આ વીડિયો ખૂબ વાયરલ થયો અને રાનુ મંડલ રાતોરાત ચર્ચામાં આવી ગઈ. લોકો તેમના અવાજથી પ્રભાવિત થયા અને મીડિયા પણ તેમની તરફ કરવા લાગ્યા હતા. અનેક રિયાલીટી શોમાં પણ બોલાવવામાં આવ્યા વાયરલ થયા પછી રાનુ મંડલને અનેક રિયાલિટી શોમાં બોલાવવામાં આવી. જાણીતા સંગીતકાર હિમેશ રેશમિયાએ તેમના અવાજથી પ્રભાવિત થઈને પોતાની ફિલ્મ “હેપ્પી હાર્ડી એન્ડ હીર” માટે તેમને ગીત ગાવાની તક આપી. “તેરી મેરી કહાની” જેવા ગીતો દ્વારા તેમને ઓળખ અને નામ મળ્યું છે. આ સમય દરમિયાન ઘણા વર્ષો પછી તેમની પુત્રી પણ તેમની સાથે ફરી જોડાઈ હતી. થોડા સમય માટે એવું લાગતું હતું કે રાનુ મંડલનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. 2019ના અંતમાં એક વીડિયો પરંતુ સોશિયલ મીડિયાની ખ્યાતિ જેટલી ઝડપથી મળે છે, એટલી જ ઝડપથી ઘટી પણ જાય છે. 2019ના અંતમાં એક વીડિયો સામે આવ્યો જેમાં કહેવાયું કે તેમણે એક ચાહકને અવગણ્યું હતું. ત્યારબાદ તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો અને ધીમે ધીમે તેમની ચર્ચા ઓછી થવા લાગી. 2022માં તેમણે બાંગ્લાદેશના હીરો આલમ સાથે એક ગીત કર્યું, પરંતુ ત્યારબાદ તેઓ ફરી શાંત થઈ ગઈ. વીડિયોમાં જોવા મળતી સ્થિતિ ખૂબ જ ગંભીર તાજેતરમાં એક યુટ્યુબર રાણાઘાટ સ્થિત તેમના ઘરે મળવા ગઈ હતી. વીડિયોમાં દેખાતી સ્થિતિ ખૂબ જ દુઃખદ જણાઈ—ઘર જર્જરિત, આસપાસ કચરો અને ગરીબીની છાપ સ્પષ્ટ દેખાતી હતી. કહેવામાં આવે છે કે રાનુ મંડલ હવે ઘણી બાબતો ભૂલી જાય છે અને ક્યારેક વિસંગત વાતો પણ કરે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, તેઓ ઘણીવાર અન્ય લોકો પર નિર્ભર રહે છે—ક્યારેક કોઈ ભોજન આપે છે તો ક્યારેક થોડા પૈસા. સોશિયલ મીડિયાની અસલી હકીકત આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયાની અસલી હકીકત બતાવે છે કે માત્ર વાયરલ થવું જ સફળતા નથી. લાંબા સમય સુધી ટકી રહેવા માટે યોગ્ય માર્ગદર્શન, સપોર્ટ અને સ્થિરતા જરૂરી છે. રાનુ મંડલની કહાની એ સંદેશ આપે છે કે ખ્યાતિ ક્ષણિક હોઈ શકે છે, પરંતુ જીવનની હકીકત અલગ હોય છે. આજે રાનુ મંડલ પાસે ન તો પહેલાની જેમ ચમક છે અને ન જ મોટી ચર્ચા આ પણ વાંચો : Onion Cutting Tips: રડ્યા વિના ડુંગળી કાપવાની સરળ અને અસરકારક ટિપ્સ

Read Full Story arrow_forward
Surajkund Accident : રાઈડ લગાવનારી કંપની વિરૂદ્ધ મોટું પગલું ભરાયું, માલિક સહિત 2 લોકોની કરાઈ ધરપકડ
calendar_today February 8, 2026

Surajkund Accident : રાઈડ લગાવનારી કંપની વિરૂદ્ધ મોટું પગલું ભરાયું, માલિક સહિત 2 લોકોની કરાઈ ધરપકડ

ફરીદાબાદના સુરજકુંડ મેળામાં 7 ફેબ્રુઆરીએ રાઈડ તુટવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને આ કેસના 2 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ દુર્ઘટનામાં એક ઝુલો તુટી ગયો હતો, જેમાં લોકોને બચાવતા સમયે હરિયાણા પોલીસના નિરીક્ષકે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ રાઈડ લગાવનારી કંપની હિમાચલ કેયર ફન કેયરના માલિક મોહમ્મદ શાકિરની ધરપકડ કરવામાં આવી છે.કંપનીના પ્રોપરાઈટર વિરૂદ્ધ કેસ દાખલ તે હિમાલચ પ્રદેશના સિરમૌર જિલ્લાના ગામ ટોકા નંગલાનો રહેવાસી છે. તુટેલી રાઈડનો માલિક પણ તે છે અને તેનું નામ FIRમાં દાખલ છે. પોલીસે એક અન્ય આરોપી નિતેશની પણ ધરપકડ કરી છે. અન્ય લોકોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. સુરજકુંડમાં આ મામલે કંપનીના પ્રોપરાઈટર મોહમ્મદ શાકિરની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ક્રાઈમના દેખરેખ હેઠળ રચાયેલી ત્રણ સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. DGPએ ઘાયલ લોકોની તબિયત પુછી દુર્ઘટના બાદ શહીદ નિરીક્ષક જગદીશ પ્રસાદના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. DGP અજય સિંગલાએ સિવિલ હોસ્પિટલ પહોંચીને પરિવારજનો સાથે મુલાકાત કરી અને સંવેદના વ્યક્ત કરી છે. તેમના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે અને કરુણા યોજના હેઠળ યોગ્ય સભ્યને નોકરી પણ આપવામાં આવશે. આ સાથે જ DGPએ સિવિલ હોસ્પિટલમાં ફરીદબાદ અને સુપ્રીમ હોસ્પિટલમાં દાખલ કરેલા ઘાયલોની તબિયત પુછી. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે અને હાલમાં તમામ લોકોની સ્થિતિ સામાન્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ લોકોને ઉચ્ચ સ્તરીય સારવાર આપવામાં આવી રહી છે. આ પણ વાંચો : Surajkund Mela Incident: સૂરજકુંડ મેળામાં થયેલી દુર્ઘટનાની તપાસ માટે ફરીદાબાદ પોલીસે SITની રચના કરી

Read Full Story arrow_forward