android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kodinar News: મુસ્લિમ મતદારોના નામ કમી કરવાના ષડયંત્રનો આક્ષેપ, 400 લોકોની લેખિત ફરિયાદ
calendar_today February 8, 2026

Kodinar News: મુસ્લિમ મતદારોના નામ કમી કરવાના ષડયંત્રનો આક્ષેપ, 400 લોકોની લેખિત ફરિયાદ

કોડીનાર વિધાનસભા પંથકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન એક ગંભીર વિવાદ છેડાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના આશરે 6,722 જેટલા મુસ્લિમ મતદારોના નામ યાદીમાંથી કમી કરવા માટે ખોટી રીતે ફોર્મ-7 ભરવામાં આવ્યા હોવાનો આક્ષેપ સાથે મુસ્લિમ સમાજ લાલઘૂમ થયો છે. આ મામલે કોડીનારના ઈતિહાસમાં પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.કોડીનારમાં મુસ્લિમ સમાજ લેખિત ફરિયાદ કરી મુસ્લિમ સમાજના આગેવાનો અને અંદાજે 400 થી વધુ લોકો લેખિત ફરિયાદ સાથે પી.આઈ. વણારકા પાસે પહોંચ્યા હતા. તેમની રજૂઆત મુજબ: ષડયંત્રની આશંકા: SIR (Special Intervention Report) કામગીરી દરમિયાન 47 જેટલા તત્વોએ ભેગા મળીને મુસ્લિમ મતદારોના મતાધિકાર છીનવવા માટે ખોટી રીતે ફોર્મ-7 (નામ કમી કરવા માટેનું ફોર્મ) ભર્યા છે. બંધારણીય અધિકાર: લોકોનો આક્ષેપ છે કે આ સીધો જ બંધારણીય મતાધિકાર છીનવવાનો પ્રયાસ છે અને તેનાથી ચૂંટણી પંચની પારદર્શિતા સામે પણ સવાલો ઊભા થયા છે. SIR માં ફોર્મ-7ના ગેરઉપયોગનો થયાનો આક્ષેપ રજૂઆતકર્તાઓએ માંગ કરી છે કે તમામ ફોર્મ-7ની સઘન તપાસ કરવામાં આવે અને વાસ્તવિક મતદારોના નામ કોઈપણ સંજોગોમાં કમી ન થાય. ખોટી અરજી કરનારા 47 તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો દોષિતો સામે પગલાં લેવામાં નહીં આવે, તો આગામી સમયમાં સમગ્ર પંથકમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. હાલમાં આ મામલે કોડીનાર પોલીસ અને ચૂંટણી વિભાગ તપાસ કરી રહ્યા છે, પરંતુ આ ઘટનાને લીધે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadhમાં શિવરાત્રિના મિની નીકુંભ મેળામાં સાધુ-સંતોનું આગમન શરૂ, પીવાના પાણીની કરી માગ
calendar_today February 8, 2026

Junagadhમાં શિવરાત્રિના મિની નીકુંભ મેળામાં સાધુ-સંતોનું આગમન શરૂ, પીવાના પાણીની કરી માગ

ગિરનારની તળેટીમાં ભવનાથ ક્ષેત્રે મહાશિવરાત્રિના પરંપરાગત મિની કુંભ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દેશભરમાંથી સાધુ-સંતો અને નાગા સંન્યાસીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને તેઓએ પોતપોતાના સ્થાને ધુણા બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. જોકે, મેળાના પ્રારંભે જ સુવિધાઓના અભાવે સાધુ-સંતોમાં તંત્ર સામે ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે.સાધુ સંતોનું મેળામાં આગમન શરુમેળામાં પધારેલા સાધુ-સંતોએ આક્ષેપ કર્યો છે કે ભવનાથમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સંતોએ જણાવ્યું કે તેમને પીવાના પાણી માટે નાણાં ખર્ચીને વેચાતું પાણી લેવા મજબૂર થવું પડી રહ્યું છે. ઠંડી અને ધાર્મિક વિધિ માટે જરૂરી ધુણા માટે પણ લાકડાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તંત્રની ઉદાસીનતા સામે ટકોર કરતા સાધુ-સંતોએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, "મહાશિવરાત્રિનો મેળો એ સાધુ-સંતોનો મેળો છે, અધિકારીઓનો નહીં."સાધુ સંતોએ પીવાના પાણીની માંગ કરીઅધિકારીઓ માત્ર પોતાની સુવિધાઓ અને પ્રોટોકોલ જોવાને બદલે મેળાના અસલી મહેમાન એવા સંતોની પાયાની જરૂરિયાતો પર ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે. સંતોએ તંત્રને ચીમકી આપી છે કે જો વહેલી તકે પીવાના પાણી અને ધુણા માટેના લાકડાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મેળો સંભાળવો મુશ્કેલ બનશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે કેટલી ઝડપથી જાગે છે તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News : કઠવાડા GIDC માં રસ્તાબંધીથી હાહાકાર, 7 હજાર વેપારીઓ મુશ્કેલીમાં, ઉદ્યોગોને કરોડોનું નુકસાન
calendar_today February 8, 2026

Ahmedabad News : કઠવાડા GIDC માં રસ્તાબંધીથી હાહાકાર, 7 હજાર વેપારીઓ મુશ્કેલીમાં, ઉદ્યોગોને કરોડોનું નુકસાન

અમદાવાદના કઠવાડા GIDC વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી રોડ નંબર 5, 8 અને 11 ને કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના બંધ કરી દેવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ રસ્તાઓ બંધ થવાને કારણે અંદાજે 7,000 જેટલા નાના-મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હાઈવે સાથે સીધી કનેક્ટિવિટી ધરાવતા આ મુખ્ય માર્ગો બંધ થવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે વેપાર-ધંધા પર ખૂબ જ માઠી અસર પડી રહી છે અને અનેક એકમો બંધ થવાના આરે પહોંચ્યા છે.બે મહિનાથી રસ્તાઓ બંધ રસ્તાઓ બંધ હોવાને કારણે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોએ ફરજિયાતપણે 5 થી 8 કિલોમીટરનો લાંબો ફેરો ખાવો પડી રહ્યો છે. આ વધારાના અંતરને કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને સમય બંનેમાં તોતિંગ વધારો થયો છે, જેની સીધી અસર માલસામાનના ભાવ અને ઉત્પાદન પર પડી રહી છે. કઠવાડા GIDC એસોસિએશન દ્વારા મનસ્વી રીતે લેવાયેલા આ નિર્ણય સામે વેપારીઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે, ઉદ્યોગોને વેગ આપવાને બદલે રસ્તાઓ બંધ કરીને તંત્ર દ્વારા મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી રહી છે. વેપારીઓની માગ છે કે સત્વરે આ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે જેથી જીડીસીમાં ફરી ધમધમાટ શરૂ થઈ શકે. આ પણ વાંચો : Ahmedabad News : સંદેશ રિયાલિટી ચેક, રસ્તા પર જનતા ફસાઈ, કમિશનરના આદેશ છતાં 'સાહેબો' રફુચક્કર!

Read Full Story arrow_forward