android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji News: સુરતના ભક્તે મા અંબાના ચરણોમાં સોના-ચાંદીનો શણગાર ધર્યો
calendar_today February 8, 2026

Ambaji News: સુરતના ભક્તે મા અંબાના ચરણોમાં સોના-ચાંદીનો શણગાર ધર્યો

શક્તિપીઠ અંબાજી ખાતે માઈભક્તોની અતૂટ શ્રદ્ધા અવારનવાર દાન સ્વરૂપે જોવા મળતી હોય છે. તાજેતરમાં સુરતથી આવેલા એક પરમ ભક્તે અંબાજી માતાના ચરણોમાં સોના અને ચાંદીની લગડીઓ અર્પણ કરી અનોખી ભક્તિ પ્રગટ કરી છે. સુરતના આ દાતાએ કુલ 16.24 લાખ રૂપિયાની કિંમતનું દાન મંદિર ટ્રસ્ટને સુપરત કર્યું છે.માતાજીના ચરણોમાં સોનું-ચાંદી અર્પણ સુરતના ભક્તે માતાજીના સુવર્ણ શિખર અને અન્ય ધાર્મિક કાર્યોના હેતુસર આ દાન આપ્યું છે. દાતા દ્વારા અર્પણ કરવામાં આવેલી વસ્તુઓની વિગત નીચે મુજબ છે: 100 ગ્રામ સોનાની એક કિંમતી લગડી અર્પણ કરી છે, જેની બજાર કિંમત અંદાજે 16 લાખ રૂપિયા આંકવામાં આવી છે. 100 ગ્રામ ચાંદી અર્પણ કરી છે, જેમાં 50-50 ગ્રામની બે લગડીઓનો સમાવેશ થાય છે. આ ચાંદીની કિંમત આશરે 24,000 રૂપિયા છે. ચાંદીની 50 ગ્રામની 2 લગડી ભેટ આપી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓની હાજરીમાં આ દાન સ્વીકારવામાં આવ્યું હતું. સુરતથી આવેલા આ પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક માના આશીર્વાદ મેળવીને આ ગુપ્ત દાન કે શ્રદ્ધા અર્પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલતી હોવાથી છેલ્લા ઘણા સમયથી દેશ-વિદેશના ભક્તો સોનાનું દાન આપી રહ્યા છે. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તનું સન્માન કરવામાં આવ્યું હતું. ભક્તોની આવી અપ્રતિમ શ્રદ્ધાને કારણે જ અંબાજી ધામ આજે સુવર્ણમય આભાથી ઝળહળી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhidham News: રોટરી સર્કલ હિટ-એન્ડ-રન કેસમાં પોલીસનું એક્શન
calendar_today February 8, 2026

Gandhidham News: રોટરી સર્કલ હિટ-એન્ડ-રન કેસમાં પોલીસનું એક્શન

ગાંધીધામના ટાગોર રોડ પર આવેલા રોટરી સર્કલ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે પૂર્વ કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બે નિર્દોષ યુવાનોનો ભોગ લેનારા "રફ્તારના રાક્ષસો" ને ઝડપી પાડ્યા બાદ, પોલીસે આજે તેમને ઘટનાસ્થળે લઈ જઈ અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનરાવર્તન) કરાવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે અકસ્માત સમયે કાર મુખ્ય આરોપી નીતિન ગોસ્વામી ચલાવી રહ્યો હતો.નીતિન ગોસ્વામી ચલાવી રહ્યો હતો કાર તેની બેફામ ગતિએ ચાલતી કારે એક્ટિવા સવાર યુવાનોને એવી જોરદાર ટક્કર મારી હતી કે બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે આ મામલે નીતિન ઉપરાંત તેની સાથે કારમાં સવાર અન્ય ત્રણ શખ્સો - દીપક ધુલાણી, તરુણ રીજવાણી અને મનિષ ખેમચંદાણીને પણ સ્થળ પર લાવી તપાસ હાથ ધરી હતી. પૂર્વ કચ્છ પોલીસની ટીમે ચારેય આરોપીઓને રોટરી સર્કલ પાસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લઈ જઈને અકસ્માત કેવી રીતે સર્જાયો, કારની ગતિ કેટલી હતી અને ટક્કર બાદ આરોપીઓ કઈ દિશામાં ભાગ્યા હતા તે અંગેની વિગતો મેળવી હતી.ઘટનાસ્થળે તપાસનો ધમધમાટ રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ અને આરોપીઓના નિવેદનોને સરખાવીને મજબૂત પુરાવા એકત્રિત કર્યા છે. જ્યારે આરોપીઓને ઘટનાસ્થળે લાવવામાં આવ્યા ત્યારે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ આ કેસમાં કોઈ પણ કચાશ છોડવા માંગતી નથી, જેથી આ નબીરાઓને કડકમાં કડક સજા અપાવી શકાય. આ રિકન્સ્ટ્રક્શનની કામગીરીથી અકસ્માતની કડીઓ જોડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha News : ગેનીબેન ઠાકોરની સ્પષ્ટ જાહેરાત, ઠાકોર સમાજમાં 2027 સુધી DJ પરનો પ્રતિબંધ યથાવત રહેશે
calendar_today February 8, 2026

Banaskantha News : ગેનીબેન ઠાકોરની સ્પષ્ટ જાહેરાત, ઠાકોર સમાજમાં 2027 સુધી DJ પરનો પ્રતિબંધ યથાવત રહેશે

બનાસકાંઠાના ભાભર ખાતે મળેલી ઠાકોર સમાજની મહત્વની બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સામાજિક કુરિવાજો અને નિયમોને લઈને કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાજ દ્વારા અગાઉ નક્કી કરવામાં આવેલા 16 નિયમોમાં વર્ષ 2027 સુધી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. ખાસ કરીને લગ્ન પ્રસંગોમાં ડીજે (DJ) વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે. ગેનીબેને સમાજ વતી વ્યક્તિગત રીતે ટકોર કરતા કહ્યું કે, જો ડીજે વગાડવું હોય તો એક જ જગ્યાએ રાખીને વગાડી શકાય છે, પરંતુ વરઘોડા કે અન્ય જાહેર પ્રવૃત્તિઓમાં તેના પરની રોક યથાવત રહેશે.સમાજના નિયમોમાં કોઈ ફેરફાર નહીં આ તકે ગેનીબેને પરંપરાગત ઢોલ વગાડનારાઓનો પક્ષ લેતા માર્મિક નિવેદન આપ્યું હતું કે, જ્યારે ડીજે આવ્યા ત્યારે પણ ઢોલ વગાડનારાઓએ ક્યારેય એવી ફરિયાદ નથી કરી કે તેમની રોજગારી બંધ થઈ ગઈ છે. તેમણે સમાજના દરેક વ્યક્તિને સામાજિક બંધારણનું પાલન કરવાની અને નિયમોમાં શિસ્ત જાળવવાની સ્પષ્ટ ચેતવણી આપી છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર લગામ લગાવવાનો અને પરંપરાગત મૂલ્યોને જાળવી રાખવાનો રહ્યો હતો. આ પણ વાંચો : Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન, 40 કિલો ચોરેલી ચાંદી સાથે મુખ્ય આરોપી ઝડપાયો

Read Full Story arrow_forward