android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News : કેશોદમાં મતદાર યાદીનો મહાવિવાદ, 4,500 નામ કમી કરવાના કાવતરાનો કોંગ્રેસનો ધડાકો
calendar_today February 8, 2026

Junagadh News : કેશોદમાં મતદાર યાદીનો મહાવિવાદ, 4,500 નામ કમી કરવાના કાવતરાનો કોંગ્રેસનો ધડાકો

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન આશરે 4,500 જેટલા મતદારોના નામ કમી કરવા માટેની અરજીઓ કરવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. કેશોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણીએ આ મામલે મોટો ધડાકો કરતા જણાવ્યું છે કે, સત્તાધારી પક્ષ દ્વારા રાજકીય ફાયદો મેળવવા માટે ચોક્કસ મતદારોના નામ યાદીમાંથી હટાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને એક મંત્રી આ સમગ્ર પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને કોઈ પણ પ્રકારની ચકાસણી કે નોટિસ વગર સામૂહિક રીતે નામ કમી કરવાના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે.લોકશાહીની હત્યાનો પ્રયાસ? આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભરત લાડાણીએ CCTV ફૂટેજ જાહેર કર્યા, જેમાં કથિત રીતે ભાજપના પૂર્વ પ્રમુખ ફોર્મ રજૂ કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે સામાન્ય રીતે મતદાર પોતે અથવા તેના પરિવારના સભ્યો ફોર્મ નંબર 7 ભરે છે, પરંતુ અહીં હજારોની સંખ્યામાં અરજીઓ કરીને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. આ મુદ્દાને કારણે કેશોદના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસે આ મામલે ચૂંટણી પંચ તેમજ ઉચ્ચ સત્તાવાળાઓ સમક્ષ તપાસની માંગ કરી છે. જો આ અન્યાયી રીતે નામ કમી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. આ પણ વાંચો : Rajkot News : મંગળા રોડ ફાયરિંગ કેસના મુખ્ય આરોપી સંજલાની ધરપકડ, સ્ત્રી વેશમાં છુપાઈને ફરતો હતો

Read Full Story arrow_forward
Ahmedabad News : શહેરમાં ચાર ખામી યુક્ત બ્રિજને 62 કરોડના ખર્ચે રીપેર કરાશે, જુલાઈમાં મળ્યો હતો રિપોર્ટ
calendar_today February 8, 2026

Ahmedabad News : શહેરમાં ચાર ખામી યુક્ત બ્રિજને 62 કરોડના ખર્ચે રીપેર કરાશે, જુલાઈમાં મળ્યો હતો રિપોર્ટ

તાજેતરમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટમાં નવા ઓવરબ્રિજ અને એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે સાત મહિના બાદ ફરીવાર AMCને બ્રિજની યાદ આવી છે. શહેરમાં ચાર ખામી યુક્ત બ્રિજને રીપેર કરવાની કામગીરી કરવામાં આવશે. 62.79 કરોડના ખર્ચે બ્રિજના રીપેરિંગની કામગીરી કરવામાં આવશે. અમદાવાદમાં 4 ખામીયુક્ત બ્રિજનું રીપેરીંગ થશે અમદાવાદમાં હાલમાં કેટલાક બ્રિજ રીપેરિંગને કારણે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલુ હોવાથી વારંવાર ડાયવર્ઝનનો સામનો કરવો પડતો હોવાથી લોકોને ટ્રાફિક જામમાં ફસાઈ જવું પડે છે. શહેરમાં આ કામગીરીનો પાર આવતો નથી ત્યાં મહાનગર પાલિકા દ્વારા નવા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શહેરમાં ખામી યુક્ત વધુ સાત બ્રિજના રિપેરિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અંદાજ કરતા 45 ટકા ઊંચા ભાવે ટેન્ડર શહેરના ગીરધરલાલ બ્રિજ, ચામુંડા બ્રિજ, કેડીલા બ્રિજ અને અને નાથાલાલ ઝગડા બ્રિજનું 62.79 કરોડના ખર્ચે રિપેરિંગ કરવામાં આવશે.બ્રિજના આ કામ માટે ટેન્ડરની દરખાસ્ત કરવામાં આવશે. પેડેસ્ટલ ટોપમાં ખામી , ગડરની સ્પેસ ઓછી બેરિંગ ડીસ્ટ્રેસ થયેલા હોવાનો ગત જુલાઈ માસમાં મનપાને રિપોર્ટ મળ્યો હતો. મહાનગર પાલિકા દ્વારા દરખાસ્તમાં આવેલી કંપની રાજ કમલ બિલ્ડરને રીપેરીંગ કામગીરી આપશે. આ કંપનીને અંદાજ કરતાં 45 ટકા ઊંચા ભાવે ટેન્ડર આપવામાં આવશે. જુલાઈ માસમાં બ્રિજમાં ખામીઓ જાહેર થઈ હતી આ પણ વાંચોઃ Surat News: પાલ વિસ્તારની હોટેલમાં પોલીસે રેડ પાડી કુટણખાનું ઝડપી પાડ્યું, દલાલની શોધખોળ શરૂ

Read Full Story arrow_forward
Delhiના પીરાગઢી ફ્લાયઓવર પર પાર્ક કરેલી કારમાંથી મળ્યા ત્રણ મૃતદેહ, પોલીસ તપાસ શરુ
calendar_today February 8, 2026

Delhiના પીરાગઢી ફ્લાયઓવર પર પાર્ક કરેલી કારમાંથી મળ્યા ત્રણ મૃતદેહ, પોલીસ તપાસ શરુ

પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ શરુ કરી છે. હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ નથી. મૃત્યુ મામલે તપાસ શરુ દિલ્હીના પીરાગઢી ફ્લાયઓવર પર એક કારમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષો છે. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. આ ઘટનાથી વિસ્તારમાં ડરનો માહોલ છે. લોકો સમગ્ર ઘટના અંગે અનુમાન લગાવી રહ્યા છે. પોલીસ અને ફોરેન્સિક ટીમો તપાસ કરી રહી છે. સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પીરાગઢી ફ્લાયઓવર પર લાંબા સમયથી એક ટવેરા કાર પાર્ક કરેલી હતી. અંદર તપાસ કરતાં ત્રણ લોકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલાની તપાસ કરી અને તેમના મોતની પુષ્ટી કરી હતી. ત્યારબાદ ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. કાર અને તેની આસપાસના વિસ્તારમાંથી તમામ પુરાવા એકત્રિત કર્યા પછી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. પોલીસ તપાસમાં વ્યસ્ત પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એંગલની તપાસ કરી રહી છે. તેઓ કારની નંબર પ્લેટ પરથી મૃતકની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં, પોલીસે આ બાબતે હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. દિલ્હી કાયદા વ્યવસ્થા પર ફરી એકવાર પ્રશ્ન ઉભા થયા છે. આ પણ વાંચોઃ Iran US Talk: અમેરિકા સાથેની વાતચીતમાં ઈરાને Donald Trumpને યુરેનિયમ સંવર્ધન અંગે સ્પષ્ટ શબ્દોમાં આપી ચેતવણી

Read Full Story arrow_forward