android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ભાજપનો ‘ડિજિટલ’ માસ્ટરપ્લાન, કર્ણાવતી ક્લબમાં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સાથે સંવાદ
calendar_today February 8, 2026

Ahmedabad News : ભાજપનો ‘ડિજિટલ’ માસ્ટરપ્લાન, કર્ણાવતી ક્લબમાં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સાથે સંવાદ

આવતીકાલે અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહીને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર્સ સાથે સીધો સંવાદ કરશે. આ બેઠકમાં રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેવાના છે. સોશિયલ મીડિયાના યુગમાં ડિજિટલ પ્લેટફોર્મની શક્તિને ઓળખીને, સરકારની યોજનાઓ અને પક્ષની વિચારધારા યુવાનો સુધી વધુ અસરકારક રીતે પહોંચે તે હેતુથી આ કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે.સરકારની સિદ્ધિઓ આ સંવાદનો મુખ્ય વિષય તાજેતરમાં રજૂ થયેલું કેન્દ્રીય બજેટ અને યુવાનોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ રહેશે. ભાજપના નેતાઓ ઈનફ્લુએન્સર્સ સાથે બજેટની જોગવાઈઓ અને તેમાંથી યુવાનોને મળનારા લાભો વિશે વિસ્તૃત ચર્ચા કરશે. આ કાર્યક્રમ દ્વારા ભાજપ યુવા પેઢી સાથે વધુ મજબૂત કનેક્ટ ઊભું કરવા માંગે છે, જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકહિતના મુદ્દાઓને વધુ વેગ મળી શકે. કર્ણાવતી ક્લબ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના નામી-અનામી ડિજિટલ ક્રિએટર્સ ભાગ લેશે. આ પણ વાંચો : Banaskantha News : ગેનીબેન ઠાકોરની સ્પષ્ટ જાહેરાત, ઠાકોર સમાજમાં 2027 સુધી DJ પરનો પ્રતિબંધ યથાવત રહેશે

Read Full Story arrow_forward
Rajkot News : મંગળા રોડ ફાયરિંગ કેસના મુખ્ય આરોપી સંજલાની ધરપકડ, સ્ત્રી વેશમાં છુપાઈને ફરતો હતો
calendar_today February 8, 2026

Rajkot News : મંગળા રોડ ફાયરિંગ કેસના મુખ્ય આરોપી સંજલાની ધરપકડ, સ્ત્રી વેશમાં છુપાઈને ફરતો હતો

રાજકોટના મંગળા રોડ પર થયેલા ફાયરિંગના કેસમાં લાંબા સમયથી ફરાર મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મહેસાણાના કડી ખાતેથી અત્યંત નાટકીય ઢબે ઝડપી પાડ્યો છે. પોલીસની ધરપકડથી બચવા માટે આ રીઢો ગુનેગાર સ્ત્રીઓના કપડાં (લેડીઝ ડ્રેસ) પહેરીને વેશપલટો કરતો હતો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 90 દિવસમાં તેણે પોલીસથી બચવા માટે 23 થી વધુ ઠેકાણા બદલ્યા હતા. ધરપકડ ટાળવા માટે તેણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું પણ ટાળ્યું હતું અને લાંબો સમય ઉત્તર પ્રદેશ તેમજ બિહારના અંતરિયાળ વિસ્તારોમાં આશરો લીધો હતો.પેંડા અને મુર્ગા ગેંગ પર પોલીસનો હથોડો આ કેસની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા ‘પેંડા ગેંગ’ અને ‘મુર્ગા ગેંગ’ વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ 36 જેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સંજલો કડી વિસ્તારમાં છુપાયેલો છે, જેના આધારે વોચ ગોઠવી તેને દબોચી લેવામાં આવ્યો હતો. આ ગેંગ વોર અને સરાજાહેર ફાયરિંગની ઘટનાથી રાજકોટમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ મુખ્ય સૂત્રધાર પકડાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. હવે પોલીસ આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી હથિયારો અને અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવશે. આ પણ વાંચો : Ahmedabad News : ભાજપનો ‘ડિજિટલ’ માસ્ટરપ્લાન, કર્ણાવતી ક્લબમાં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર સાથે સંવાદ

Read Full Story arrow_forward
Junagadh News: પટેલ કેળવણી મંડળ સંચાલિત કન્યા હોસ્ટેલમાં દીકરીઓની સુરક્ષાને લઈને વિવાદ વકર્યો
calendar_today February 8, 2026

Junagadh News: પટેલ કેળવણી મંડળ સંચાલિત કન્યા હોસ્ટેલમાં દીકરીઓની સુરક્ષાને લઈને વિવાદ વકર્યો

જૂનાગઢના મોતીબાગ પાસે આવેલી પટેલ કેળવણી મંડળ સંચાલિત હોસ્ટેલમાં દીકરીઓની સુરક્ષાને લઈને વાલીઓ મેદાનમાં ઊતર્યા છે.સંસ્થામાં કોઈ અજાણ્યા તત્વો ઘૂસી ગયા હોવાની જાણ થતા વાલીઓ સતર્ક બન્યા હતા.વાલીઓએ એક આવારા તત્વને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.જોકે,આ ગંભીર બાબતે જ્યારે વાલીઓ સંસ્થાના ટ્રસ્ટીઓ પાસે રજૂઆત કરવા પહોંચ્યા,ત્યારે ઉકેલ લાવવાને બદલે ટ્રસ્ટીઓએ અસભ્ય વર્તન શરૂ કર્યું હતું.વાલીઓનો આરોપ છે કે પ્રમુખ કાંતિભાઈ ફળદુ અને અન્ય સ્ટાફે તેમને ગાળો ભાંડી હતી અને અપમાનિત કરીને કાઢી મૂક્યા હતા. હોસ્ટેલમાં હાલ માત્ર 600ની આજુબાજુ સંખ્યા થઈ ગઈ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તનને લઈને વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને આ સંસ્થા છેવાડાના માનવી અને સામાન્ય ખેડૂતોના ફાળાથી ઉભી થઈ છે. ટ્રસ્ટીઓ અત્યારે સત્તાના નશામાં ચૂર થઈને તેને પોતાની અંગત મિલકત સમજી રહ્યા છે.વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો હોસ્ટેલમાં દીકરીઓ સુરક્ષિત નથી અને ટ્રસ્ટીઓ જ દાદાગીરી કરતા હોય તો આવી સંસ્થાનું શું કામ?. પોતાના સમાજની સંસ્થામાં દીકરીઓની સુરક્ષા નથી અને તેના ટ્રસ્ટીઓ સંસ્થાને પોતાની જાગીર માની રહ્યા હોય તો આવા લોકોને સંસ્થામાંથી દૂર કરવા જોઈએ અને ખૂબ સારી આ સંસ્થાને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવતા વર્તનને કારણે એક સમયે 2000 કરતા વધુ સંખ્યા ધરાવતી આ હોસ્ટેલમાં હાલ માત્ર 600ની આજુબાજુ સંખ્યા થઈ ગઈ છે.સમાજના આગેવાનોએ ચીમકી આપી આ વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.ટ્રસ્ટીઓની મનમાની સામે અને દીકરીઓના ન્યાય માટે પટેલ સમાજ દ્વારા આવતીકાલે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.કલેક્ટર, એસ.પી.અને આઈ.જી.ને આવેદનપત્ર પાઠવવામાં આવશે.ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના પુરાવાઓ સાથે વાલીઓ ધરણા પર બેસશે.સમાજના આગેવાનોએ ચીમકી આપી છે કે જેમને સત્તા પર બેસાડતા આવડે છે તેમને ઉખેડીને ફેંકી દેતા પણ સમાજને આવડે છે.પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટીઓએ આ તમામ બાબતોને કોઈના ઈશારા ઉપર આ ઇસ્યુ બનાવતા હોવાનું કારણ જણાવી રહ્યા છે અને જે ઘટનાઓ અંગે વાલીઓએ આક્ષેપો કર્યા છે તે ઘટનાને પણ સ્વીકાર કરવામાં આવ્યો છે પરંતુ તેની સામે દીકરીઓની આબરૂ ખુલ્લી ન પડે તે માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવું જણાવી રહ્યા છે.આ પણ વાંચોઃ Surat News: પાલ વિસ્તારની હોટેલમાં પોલીસે રેડ પાડી કુટણખાનું ઝડપી પાડ્યું, દલાલની શોધખોળ શરૂ

Read Full Story arrow_forward