android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: કોસાડ આવાસમાં બાળકોના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવકની નિર્મમ હત્યા
calendar_today February 8, 2026

Surat: કોસાડ આવાસમાં બાળકોના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવકની નિર્મમ હત્યા

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી કોસાડ આવાસ યોજનામાં સામાન્ય બાબતમાં થયેલી તકરારે એક હિંસક વળાંક લીધો છે. બાળકો વચ્ચેના ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયેલા પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 30 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે.કોસાડ આવાસમાં હત્યા મૃતક મોહમ્મદ ફરીદની સાળીના નાના છોકરાઓનો પડોશમાં રહેતા અન્ય બાળકો સાથે ઝઘડો થયો હતો. આ બાબતને શાંત પાડવા અને સામે પક્ષને સમજાવવા માટે ફરીદ અને તેના પિતા મોહમ્મદ અજીદ બોમ્બાવાલા ત્યાં ગયા હતા. જોકે, સમજાવટ કરવા ગયેલા પિતા-પુત્ર પર સામે પક્ષના ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા અને હિંસક હુમલો કર્યો હતો.સામાન્ય બાબતમાં થયેલી તકરારે એક હિંસક વળાંક લીધો આઝાદ, સદ્દામ, સિરાજ અને મુસ્તકી નામના ઇસમોએ તીક્ષ્ણ હથિયારો વડે ફરીદ અને તેના પિતા પર તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ 30 વર્ષીય ફરીદને મૃત જાહેર કર્યો હતો.આ હુમલામાં પુત્રને બચાવવા ગયેલા પિતા મોહમ્મદ અજીદ બોમ્બાવાલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે.પોલીસની કાર્યવાહીઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો કોસાડ આવાસ પહોંચી ગયો હતો. હુમલો કરનાર ચારેય શખ્સો (આઝાદ, સદ્દામ, સિરાજ અને મુસ્તકી) વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.આરોપીઓ પણ તે જ વિસ્તારના રહેવાસી હોવાથી પોલીસે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.વિસ્તારમાં વધુ તંગદિલી ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.આ પણ વાંચો: Ambaji: ગબ્બર તળેટીમાં તંત્રનું મેગા ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે 5 દુકાનો પર જેસીબી ફેરવી દેવાયું

Read Full Story arrow_forward
Ahmedabad News : SP રીંગ રોડ પર હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરતા સ્થાનિકોમાં રોષ, રોડ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું
calendar_today February 8, 2026

Ahmedabad News : SP રીંગ રોડ પર હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરતા સ્થાનિકોમાં રોષ, રોડ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું

સ્થાનિકોનાં વિરોધમાં આપનાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે અને સ્થાનિકોનું કહેવું છે કે, 25 અરજીઓ મળી એટલે બંધ કરાવ્યો રોડ અને અહીં રોડ બ્લોક થતાં 2 લાખ લોકોને હાલાકી પડે છે છે અને પિક અવર્સમાં ભારે ટ્રાફિકની સમસ્યા થાય છે, તમારા એન્જિનિયરો છે તે ડિઝાઈન સરખી કરી રોડ ખોલે તેવી વાત સ્થાનિકોએ કરી છે.રીંગ રોડ હિલ લોક ચાર રસ્તા પાસે ફરી એક વખત સ્થાનિકો થયા એકત્ર એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ ઉપર હોટેલ હિલ્લોક નજીકનો ડિવાઈડર કટ ઔડા-પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે થઈ ન્યુ ત્રાગડ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. આજ રોજ ડિવાઈડર કટને ખોલવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન કરવામાં આવ્યું છે. લોકોને ત્રણથી ચાર કિલોમીટર ફરીને જવું પડતું હોવાના કારણે હાલાકી પડી રહી છે. કોર્પોરેટરોને રજૂઆત કરી છે છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો હવે રોડ ઉપર ઉતરી આવ્યા છે. સ્થાનિકોના ટોળા રોડ ઉપર ઉતરી આવ્યા ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફ જવાના રોડ પર હોટલ હિલ્લોક આવે છે અને આ હોટલની પાસેના રોડ પર ડિવાઈડરનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે અને ભાજપના એક નેતા દ્વારા આ રોડ પરની કટ બંધ કરી દેવાની રજૂઆત કરવામાં આવી હતી જેના કારણે આસપાસની સોસાયટીના લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, ટ્રાફિક હોય છે જેના કારણે 5 થી 7 કિમી ફરીને જઉં પડે છે અને તેના કારણે હાલાકી પડી રહી છે અને વિરોધ કર્યો હતો. આ પણ વાંચો : Railway News : પશ્ચિમ રેલ્વે દોડાવશે 10 જોડી ખાસ ટ્રેન, જાણો મુસાફરી માટે કઈ ટ્રેનનો તમને મળશે લાભ 

Read Full Story arrow_forward
Dahod: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાઈ, ઓથોરિટીની બેદરકારી સામે રોષ
calendar_today February 8, 2026

Dahod: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાઈ, ઓથોરિટીની બેદરકારી સામે રોષ

દાહોદ જિલ્લાના ઝેરજીતગઢ ગામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇનની ખામી હવે ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન બની છે. ફુલપરીથી ઉસરા ગામને જોડતા અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાઈ જવાની ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે.અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાઈદિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઇવેની કામગીરી દરમિયાન સ્થાનિક ગ્રામજનોની અવરજવર માટે ઝેરજીતગઢ ગામના મુનિયા ફળિયા પાસે એક અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. જોકે, આ અંડરપાસની ઊંચાઈ એટલી ઓછી રાખવામાં આવી છે કે મોટા વાહનો તેમાંથી પસાર થઈ શકતા નથી. ગામમાં બોરવેલ કરવા માટે બોલાવવામાં આવેલી એક મોટી ગાડી આ અંડરપાસમાં પસાર થવા જતાં તેની છત સાથે જોરદાર રીતે અથડાઈને ફસાઈ ગઈ હતી. ગાડી ફસાવાના કારણે અંડરપાસના ઉપરના છતના ભાગે (સ્લેબ) પણ મોટું નુકસાન પહોંચ્યું છે, જેનાથી હાઇવેની મજબૂતી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.તંત્રની ઉદાસીનતા અને ગ્રામજનોનો આક્રોશઆ ઘટના બન્યાના 2 કલાકથી વધુ સમય વીતી જવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના કોઈ પણ કર્મચારી કે અધિકારી સ્થળ પર ન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ગ્રામજનોનો આક્ષેપ છે કે આ અંડરપાસની ઊંચાઈ વધારવા માટે સ્થાનિક નેતાઓથી લઈને જિલ્લા વહીવટી તંત્ર સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. અહીં અવારનવાર મોટા વાહનો ફસાય છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહે છે.આ પણ વાંચો: Surat: કોસાડ આવાસમાં બાળકોના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવકની નિર્મમ હત્યા

Read Full Story arrow_forward