android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : ગાંધીધામ-આદિપુર વચ્ચેના 10.69 કિમીના સેક્શનમાં રેલવે ટ્રેકના ત્રીજી અને ચોથી લાઇનનું કામ પૂર્ણ
calendar_today February 8, 2026

Railway News : ગાંધીધામ-આદિપુર વચ્ચેના 10.69 કિમીના સેક્શનમાં રેલવે ટ્રેકના ત્રીજી અને ચોથી લાઇનનું કામ પૂર્ણ

9 તથા 10 ફેબ્રુઆરી, 2026ના રોજ પશ્ચિમ સર્કલના રેલવે સેફટી કમિશનર (CRS) દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે અને 10 ફેબ્રુઆરી, 2026ના રોજ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજાશે. સ્થાનિક નિવાસીઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે તેઓ રેલવે ટ્રેકથી દૂર રહે અને રેલવે લાઇન પાર ન કરે. પોર્ટ આધારિત માલસામાન ટ્રાફિકને સુગમ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું અમદાવાદ મંડળ પોતાના રેલવે નેટવર્કને અધિક સક્ષમ, સુરક્ષિત અને ભવિષ્યની જરૂરીયાતો મુજબ વિકસિત કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે. આ જ ક્રમમાં ગુજરાતના ગાંધીધામ-આદિપુર રેલવે સેક્શનને ચૌહરીકરણ કરવાનું તથા આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્શન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પરિયોજના કચ્છ વિસ્તારમાં વધતી રેલવે માંગને પૂરી કરવા અને પોર્ટ આધારિત માલસામાન ટ્રાફિકને સુગમ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. પરિયોજનાની મુખ્ય વિશેષતાઓ : •ટ્રેક લિંકિંગ : 17 કિલોમીટર •નાના પુલ : 8 •અર્થવર્ક (માટી કામ): 2.60 લાખ ઘન મીટર •આદિપુર સ્ટેશન પર સિગ્નલ અને ટેલિકૉમ (S&T) તેમજ ઑપરેટિંગ કન્ટ્રોલ (OC) બિલ્ડીંગનું બાંધકામ •ચોથી લાઈન સહિત સમગ્ર સેક્શનનું ઇલેક્ટ્રિફિકેશન •આ સેક્શનની વચ્ચે આવનારા એકમાત્ર ગોપાલપુર રેલવે સ્ટેશનનું છાયાપુરી સ્ટેશનની ઢબે આધુનિક સ્ટેશન બિલ્ડીંગનું બાંધકામ •ગાંધીધામ બી કેબિન ખાતે મુખ્ય યાર્ડ રીમોડેલિંગ કામ કરવામાં આવ્યું છે, જેમાં 16 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ મૂકવામાં આવ્યા છે. •આદિપુર સ્ટેશન પર પણ મુખ્ય યાર્ડ રીમોડેલિંગ કામ કરવામાં આવ્યું છે, જેમાં 21 નવા પોઇન્ટ્સ અને ક્રોસિંગ મૂકવામાં આવ્યા છે તેમજ 1 લૂપ લાઇન પણ સામેલ છે. પરિયોજનાનું મહત્વ ગાંધીદામ-આદિપુર બ્રૉડગેજ રેલવે સેક્શન એક મહત્વપૂર્ણ લોડિંગ સેક્શન છે. આ માર્ગથી કંડલા અને મુન્દ્રા પોર્ટ, ભુજ, વાયોર અને અન્ય વિસ્તારોની આયાત-નિકાસ દેશના વિવિધ ભાગો સુધી પહોંચે છે. વર્તમાનમાં આ સેકશન અત્યંત વ્યસ્ત (ઓવરસેચ્યુરેટેડ) છે જેનાથી સંચાલનનું દબાણ બની રહે છે. આ સંચાલન અડચણોને ઘટાડવા માટે બે વધારાની લાઈનોની જરૂરિયાત હતી. ભુજ, વાયોર અને હાજીપીર વિસ્તારોથી મીઠું અને સામાન્ય માલ પણ આ જ માર્ગથી દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવે છે. મુન્દ્રા પોર્ટની વધતી ક્ષમતાને જોતાં ભવિષ્યમાં માલસામાન ટ્રાફિક વધી જવાની સંભાવના છે. એવામાં ગાંધીધામ-આદિપુર સેક્શન ચારગણું થવાથી ભીડ ઓછી થશે અને માલગાડીઓનું સંચાલન ઉત્તમ થશે.આ પરિયોજના કચ્છ વિસ્તારના વિકાસને પણ ગતિ આપશે •આ વિભાગ અમદાવાદ મંડળમાં સૌથી વધુ GMT (ગ્રોસ મિલિયન ટન) લોડિંગ ધરાવે છે. આ વિસ્તારમાંથી દર વર્ષે 70થી વધુ GMT લોડિંગ થાય છે. ચૌહરીકરણ (Quadrupling) થવાથી આ સેક્શનની લાઈન ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી ટ્રેન સંચાલન વધુ સુગમ, સમયબદ્ધ અને સુરક્ષિત બનશે. લાઈન ક્ષમતા વધવાથી યાત્રી ટ્રેનોની સમયપાલનતા સુધરશે, પીક સમયમાં પણ સંચાલન સરળ થશે અને નવી ટ્રેનો અથવા વધારાના ફેરાની સંભાવના વધશે. યાત્રીઓને વધુ ભરોસાપાત્ર અને આરામદાયક યાત્રા મળશે. •ગાંધીધામ-આદિપુર સેક્શન પશ્ચિમ રેલવેનો એક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માર્ગ છે, જે પોર્ટ્સ, ઉદ્યોગો અને રાષ્ટ્રીય રેલવે નેટવર્કને જોડે છે. આ માર્ગ પર માલ અને યાત્રી બંન્ને ટ્રેનોની સંખ્યા વધી રહી છે. ત્રીજી અને ચોથી લાઈન બનવાનથી લાઈન ક્ષમતા વધશે અને ટ્રેનોનું સંચાલન વગર અવરોધે થઈ શકશે. •નવનિર્મિત ગોપાલપુર નવા રેલવે સ્ટેશનથી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને ભુજ જવા માટે ગાંધીધામ જઈને એન્જિન રિવર્સલ કરવાની જરૂર રહેશે નહીં, જેના કારણે મુસાફર ટ્રેનોનો 20 મિનિટ સમય બચશે. •આદિપુર સ્ટેશન પર ‘વાય’ કનેક્શનથી ટ્રેનોને દિશા બદલવાની જરૂર નહી પડે. આનાથી સમય અને ઇંધણની બચત થશે, સંચાલન સરળ થશે. •આ પરિયોજનાથી કંડલા અને મુન્દ્રા જેવા પોર્ટથી જોડાયેલા કન્ટેનર, પેટ્રોલિયમ, ખાતર, ખાદ્યાન્ન અને અન્ય માલના પરિવહનામાં ઝડપ આવશે. માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઓછો થશે, વેગનોનો ઉત્તમ ઉપયોગ થશે અન લોજિસ્ટિક પડતર ઘટશે, જેનાથી ઉદ્યોગોને ફાયદો થશે અને આયાત-નિકાસને પ્રોત્સાહન મળશે. •આ પરિયોજના કચ્છ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને મજબૂતી આપશે, વેપાર, પર્યટન અને રોજગારની તકો વધારશે તથા રોકાણ માટે સારૂં વાતાવરણ બનાવશે. માલ અને યાત્રી ટ્રેનોના ઉત્તમ વિભાજનથી સુરક્ષા વધશે અને ભીડ ઘટવાથી દુર્ઘટનાઓની સંભાવના ઘટશે. ગાંધીધામ-આદિપુર ચૌહરીકરણ અને ‘વાય’ કનેક્શન પરિયોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે રેલવે માળખાને મજબૂત બનાવશે અને કચ્છ વિસ્તારના સામાજિક-આર્થિક વિકાસમાં ફાળો આપશે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું મોટું નુકસાન, વાંચો Inside Story 

Read Full Story arrow_forward
Gir Somnath News : ગીર સોમનાથમાં સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ, ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટયો
calendar_today February 8, 2026

Gir Somnath News : ગીર સોમનાથમાં સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ, ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટયો

જાહેરનામાં વિના રસ્તા બંધ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે અને ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો છે જેના કારણે વેપારીઓને પણ મોટું નુકસાન થવાની શકયતાઓ છે અને ધંધા પણ ઠપ પડી શકે છે, હિત રક્ષક સમિતિએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને જાહેર ઉપયોગમાં રહેલા રસ્તાઓ બંધ થતા સ્થાનિકોમાં પણ રોષ છે.પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો શ્રીસોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ ગામને જોડતા સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ કરાયા હોવાની વાત છે, દિગ્વીજય દ્વાર તેમજ અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જુના સોમનાથ મંદિર સાથે જોડાતા રસ્તાઓ પર સિમેન્ટની દીવાલો ઉભી કરાઈ છે અને સ્થાનિકોને દીવાલ ચણવાને લઈ કોઈ આગોતરી જાણ કે જાહેરનામા વિના રસ્તા બંધ કરાતા સ્થાનિકો પણ લડી લેવાના મૂડમાં છે, પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો છે અને યાત્રાળુઓનો પ્રભાસ પાટણ બજારમાં આવાગમન અટકતા વેપાર-ધંધાને મોટું નુકસાન થઈ શકે છે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની જાણ વિના રસ્તા બંધ કરાયા હોવાનો દાવો દૈત્યસુદનજીની હવેલી, સૂર્યમંદિર મ્યુઝિયમ અને જૈન દેરાસરો સુધી પહોંચવામાં મુશ્કેલી થશે અને આરોગ્ય આપત્તિ સમયે એમ્બ્યુલન્સ અને આગના બનાવે ફાયર ફાઈટર પહોંચવામાં ગંભીર જોખમ છે, પ્રભાસ હીત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને આવેદનપત્ર પણ આપશે, “100 વર્ષથી વધુ સમયથી જાહેર ઉપયોગમાં રહેલા રસ્તાઓ મનસ્વી રીતે બંધ”થયો છે તેવું સમિતિનું કહેવું છે, મંદિર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ પર આકરા પ્રહાર કર્યા છે, ઈઝમેન્ટ રાઈટ અને મૂળભૂત અધિકારો છીનવાયા હોવાનો આરોપ પણ કરાયો છે.ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચ્યાનો આક્ષેપ આગામી 3 દિવસમાં રસ્તા ખુલ્લા કરવાની માગ સ્થાનિકોએ અને વેપારીઓએ કરી છે, દીવાલો અને આડશો તાત્કાલિક દૂર કરવા જિલ્લા વહીવટીતંત્રને અપીલ કરાઈ છે અને જો રસ્તા નહીં ખુલ્લા થાય તો આંદોલનની ચીમકી પણ સ્થાનિકો અને વેપારીઓએ ઉચ્ચારી છે. આ પણ વાંચો : Railway News : ગાંધીધામ-આદિપુર વચ્ચેના 10.69 કિમીના સેક્શનમાં રેલવે ટ્રેકના ત્રીજી અને ચોથી લાઇનનું કામ પૂર્ણ

Read Full Story arrow_forward
Chotila: પાંજવાણી ગામે 'જય ચામુંડા' લીઝ પર પ્રાંત અધિકારીના દરોડા, 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત
calendar_today February 8, 2026

Chotila: પાંજવાણી ગામે 'જય ચામુંડા' લીઝ પર પ્રાંત અધિકારીના દરોડા, 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા પંથકમાં ગેરકાયદે ખનન અને લીઝની આડમાં ચાલતી ગેરરીતિઓ પર વહીવટી તંત્રએ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાંજવાણી ગામે આવેલી 'જય ચામુંડા' નામની લીઝ પર તપાસ હાથ ધરતા નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા, જેના પગલે પ્રાંત અધિકારીએ કરોડો રૂપિયાની મશીનરી સીઝ કરી છે.લીઝની આડમાં ચાલતી ગેરરીતિઓચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણા અને તેમની ટીમે જ્યારે આકસ્મિક તપાસ હાથ ધરી, ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. લીઝ ધારક દ્વારા કોઈપણ પ્રકારના હિસાબી ચોપડા કે સરકારની નોંધ રાખ્યા વગર મનસ્વી રીતે કામગીરી કરવામાં આવતી હતી. લીઝની મર્યાદા બહાર જઈને બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીનનો પણ ગેરકાયદેસર રીતે વપરાશ અને ખનન થતું હોવાનું સામે આવ્યું હતું.ખનીજ માફિયાઓમાં ફફડાટતંત્રએ સ્થળ પર હાજર તમામ સાધન-સામગ્રી અને ખનીજનો જથ્થો જપ્ત કરી લીધો છે. ક્રશર પ્લાન્ટ 02, હિટાચી મશીન 01,જેસીબી (JCB) 01,લોડર અને ટ્રેક્ટર 01 - 01,ડમ્પર 02,સીલીકા સેન્ડ 100 ટન આ તમામ સાધનો અને ખનીજ મળી કુલ રૂપિયા 2,85,00,000 (2.85 કરોડ) નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો: Vav-Tharad: સેસણ ગામે જૂની અદાવતમાં બે યુવકો પર 6 શખ્સોનો જીવલેણ હુમલો, એકની હાલત ગંભીર

Read Full Story arrow_forward