android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: પાલની હોટલ બેલેઝીમોમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસના દરોડા, સંચાલક સાહીલ ઉર્ફે અયાન ઝડપાયો
calendar_today February 8, 2026

Surat: પાલની હોટલ બેલેઝીમોમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસના દરોડા, સંચાલક સાહીલ ઉર્ફે અયાન ઝડપાયો

સુરતના પાલ વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટલમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે પાલ પોલીસે લાલ આંખ કરી છે. ગૌરવપથ રોડ પર આવેલા બેલેઝીમો હબ કોમ્પ્લેક્સમાં કાર્યરત હોટલમાં પોલીસે ગ્રાહક બનીને દરોડા પાડ્યા હતા અને દેહવ્યાપારના નેટવર્કને ઝડપી પાડ્યું હતું.પોલીસે ગ્રાહક બની ગોઠવી જાળપાલ પોલીસને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે બેલેઝીમો હબ કોમ્પ્લેક્સમાં આવેલી હોટલ બેલેઝીમોમાં દેહવ્યાપારની અનૈતિક પ્રવૃત્તિ ધમધમી રહી છે. આ ચોક્કસ બાતમીની ખરાઈ કરવા માટે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરીને હોટલમાં મોકલ્યો હતો.પોલીસની ટીમે હોટલ પર ત્રાટકી દરોડા પાડ્યા ડમી ગ્રાહકે સંચાલક સાથે સોદો નક્કી કરી સિગ્નલ આપતા જ બહાર વોચમાં ઉભેલી પાલ પોલીસની ટીમે હોટલ પર ત્રાટકી દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી પોલીસે દેહવ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલા મુખ્ય આરોપી સાહીલ ઉર્ફે અયાન ઉશ્માનગની ચૌહાણને ઝડપી પાડ્યો હતો.આ પણ વાંચો: Chotila: પાંજવાણી ગામે 'જય ચામુંડા' લીઝ પર પ્રાંત અધિકારીના દરોડા, 2.85 કરોડનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward
Gandhinagarમાં પોલીસવાનમાં રીલ બનાવવાના કેસમાં હોમગાર્ડ દશરથ રાવળ સસ્પેન્ડ, જુઓ Video
calendar_today February 8, 2026

Gandhinagarમાં પોલીસવાનમાં રીલ બનાવવાના કેસમાં હોમગાર્ડ દશરથ રાવળ સસ્પેન્ડ, જુઓ Video

યુવતી હોમગાર્ડ દશરથ રાવળના સબંધી હોવાનો ખુલાસો થયો છે અને ૩ ફેબ્રુઆરીએ રીલ બનાવવા ગાડીનો થયો હતો ઉપયોગ જેમાં દશરથ રાવળ યુવતીને નવા સચિવાલય મુકવા ગયા હતા અને જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર વાહનનો થયો ઉપયોગ. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા માટે રીલ બનાવવી હોમગાર્ડ જવાનને ભારે પડી છે. પોલીસની ગાડીમાં યુવતી દ્વારા બનાવવામાં આવેલી રીલ વાયરલ થયા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરતા હોમગાર્ડ જવાન દશરથ રાવળને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર બિંદિયા સોમપુરા નામની યુવતીની એક રીલ સામે આવી.પોલીસની ગાડીમાં યુવતીએ બનાવી હતી રીલ આ રીલ પોલીસની સત્તાવાર ગાડીમાં બનાવવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે: ગત 3 ફેબ્રુઆરીના રોજ આ રીલ બનાવવા માટે સરકારી વાહનનો ઉપયોગ થયો હતો. રીલ બનાવનાર યુવતી બિંદિયા સોમપુરા એ હોમગાર્ડ દશરથ રાવળની સબંધી હોવાનું બહાર આવ્યું છે. દશરથ રાવળ યુવતીને નવા સચિવાલય મૂકવા ગયા હતા અને તે દરમિયાન જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર આ વાહનનો ઉપયોગ કરી રીલ શૂટ કરવામાં આવી હતી. આ પણ વાંચો : Gir Somnath News : ગીર સોમનાથમાં સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ, ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટયો

Read Full Story arrow_forward
Ahmedabadમાં ફ્લાઇટ સેવા ખોરવાઈ, 15 જેટલી ફ્લાઇટ 4 થી 5 કલાક લેટ, જુઓ Video
calendar_today February 8, 2026

Ahmedabadમાં ફ્લાઇટ સેવા ખોરવાઈ, 15 જેટલી ફ્લાઇટ 4 થી 5 કલાક લેટ, જુઓ Video

ઇન્દોર, કુવૈતની ફલાઇટ પણ મોડી પડી હતી સાથે સાથે શારજાહ, જામનગર, અજમેરની ફ્લાઇટ, ઇન્દોર, રાયપુર, બેલગાવ સહિતની ફલાઇટ લેટ પડી હતી. છેલ્લા એક અઠવાડીયાથી અલગ-અલગ ફલાઈટ લેટ પડી રહી છે. અને મુસાફરોને તકલીફ પડી રહી છે.રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવાઈ સેવા ખોરવાઈ હતી 5 ફેબ્રુઆરીની સવારની એર ઈન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ 3 કલાક મોડી પડી હતી. જેને કારણે દિલ્હીથી રાજકોટ આવતા અને રાજકોટથી દિલ્હી જવા માંગતા 200 થી વધુ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇન્સ દ્વારા ટેકનિકલ ખામીને લીધે ફ્લાઇટ મોડી પડી હોવાનું કરણ આપવામાં આવ્યું હતું. આ પણ વાંચો : Gandhinagarમાં પોલીસવાનમાં રીલ બનાવવાના કેસમાં હોમગાર્ડ દશરથ રાવળ સસ્પેન્ડ, જુઓ Video

Read Full Story arrow_forward