android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: કોંગ્રેસમાં વિખવાદ ફરી એકવાર ચગ્યો, પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીના પ્રમુખ સામે પ્રહાર, 'શક્તિ ન હોય તો પદ છોડો'
calendar_today February 8, 2026

Rajkot: કોંગ્રેસમાં વિખવાદ ફરી એકવાર ચગ્યો, પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીના પ્રમુખ સામે પ્રહાર, 'શક્તિ ન હોય તો પદ છોડો'

રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદ અને આંતરિક વિખવાદ ફરી એકવાર ચગ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા કોર્પોરેટરના પતિ પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયામાં કરેલી એક વિવાદાસ્પદ પોસ્ટને કારણે શહેર કોંગ્રેસના સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે સીધા જ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા છે.રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદ પ્રવીણ સોરાણીએ કોંગ્રેસના આંતરિક વોટ્સએપ ગ્રુપમાં શહેર પ્રમુખને ઉદ્દેશીને તીખા શબ્દોમાં મેસેજ કર્યા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે "જો તમારામાં સંગઠન ચલાવવાની શક્તિ ન હોય, તો પ્રમુખ પદ છોડી દેવું જોઈએ." સોરાણીએ આક્ષેપ કર્યો હતો કે પ્રમુખ જ્યાં મીટિંગ બોલાવે છે ત્યાં જૂના અને પીઢ કોંગ્રેસીઓ આવવા પણ રાજી નથી. સંગઠન પર પ્રમુખની પકડ ઢીલી પડી રહી હોવાનો તેમણે દાવો કર્યો છે.ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે પણ આકરા પ્રહારમાત્ર પ્રમુખ જ નહીં, પરંતુ રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે પણ સોરાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસને પક્ષ નહીં પણ પોતાની 'ખાનગી પેઢી' સમજી રહ્યા છે. નેતાઓની મનસ્વી કાર્યપદ્ધતિને કારણે પાયાના કાર્યકરોમાં ભારે રોષ હોવાનું તેમણે આડકતરી રીતે દર્શાવ્યું છે.આ પણ વાંચો:Surat: પાલની હોટલ બેલેઝીમોમાં ચાલતા દેહવ્યાપાર પર પોલીસના દરોડા, સંચાલક સાહીલ ઉર્ફે અયાન ઝડપાયો

Read Full Story arrow_forward
Surajkund Mela Incident: સૂરજકુંડ મેળામાં થયેલી દુર્ઘટનાની તપાસ માટે ફરીદાબાદ પોલીસે SITની રચના કરી
calendar_today February 8, 2026

Surajkund Mela Incident: સૂરજકુંડ મેળામાં થયેલી દુર્ઘટનાની તપાસ માટે ફરીદાબાદ પોલીસે SITની રચના કરી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફરીદાબાદ પોલીસે તપાસ માટે વિશેષ તપાસ દળ (SIT)ની રચના કરી છે. આ પગલાનો હેતુ દુર્ઘટનાના સાચા કારણો શોધવા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો છે.મેળામાં ભારે ભીડ દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ હતી માહિતી અનુસાર, મેળામાં ભારે ભીડ દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ હતી, જેના કારણે કેટલાક લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં સુરક્ષા વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે SITમાં અનુભવી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને CCTV ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને આયોજન સંબંધિત દસ્તાવેજોની વિગતવાર તપાસ કરશે.તપાસ નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે ફરીદાબાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે તપાસ નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે. જો સુરક્ષામાં કોઈ બેદરકારી સામે આવશે, તો સંબંધિત આયોજકો અથવા અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વધારાના સુરક્ષા પગલાં અમલમાં મૂકવામાં આવશે.સૂરજકુંડ મેળામાં દેશ-વિદેશમાંથી હજારો પ્રવાસીઓ આવે છે આ દરમિયાન મેળામાં સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપન વધુ કડક બનાવવામાં આવ્યા છે. વધારાનો પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યો છે અને પ્રવેશ-નિર્ગમ બિંદુઓ પર દેખરેખ વધારવામાં આવી છે. સૂરજકુંડ મેળામાં દેશ-વિદેશમાંથી હજારો પ્રવાસીઓને આકર્ષે છે, તેથી પ્રશાસનની પ્રાથમિકતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને મેળાની પ્રતિષ્ઠા જાળવી રાખવાની છે. SITની અહેવાલ પછી આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.આ પણ વાંચો: Weather Update: સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને સાંજે ઠંડો પવન, વાતાવરણમાં અચાનક પલટો(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)

Read Full Story arrow_forward
Gold Rate Today : ચાંદીમાં શનિવારે જોવા મળ્યો મોટો ઉછાળો, જાણો આજે રવિવારે સોના-ચાંદીના ભાવ શું?
calendar_today February 8, 2026

Gold Rate Today : ચાંદીમાં શનિવારે જોવા મળ્યો મોટો ઉછાળો, જાણો આજે રવિવારે સોના-ચાંદીના ભાવ શું?

આ સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો, પરંતુ સપ્તાહના છેલ્લે દિવસે આજે રવિવાર, 8 ફેબ્રુઆરીએ ઘરેલુ સરાફા બજારમાં સોના-ચાંદીના દરોમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. જોકે, ગઈકાલે શનિવારે ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. આજે સાપ્તાહિક રજા હોવાના કારણે ઘરેલુ વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર ટ્રેડિંગ બંધ છે.ભારતમાં સોનાનો ભાવ શું? આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 15,660 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 14,355 રૂપિયા છે. તે ઉપરાંત 18 કેરેટ સોનાનો ભાવ (જેને 999 સોનાં તરીકે પણ ઓળખવામાં આવે છે) પ્રતિ ગ્રામ 11,745 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ (24K Gold Rates)ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 15,660 રૂપિયા છે, જ્યારે પ્રતિ 10 ગ્રામ માટે તેનો ભાવ 1,56,600 રૂપિયા છે. MCX પર સોનાનો ભાવ (MCX Gold Rates)ગ્લોબલ અનિશ્ચિતતા વચ્ચે શોર્ટ કવરિંગ અને નવી હેજિંગ ડિમાન્ડના કારણે MCX ગોલ્ડ એપ્રિલ વાયદો 2%થી વધુ વધીને 1,55,374 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. જ્યારે MCX સિલ્વર માર્ચ વાયદો લગભગ 3% વધીને 2,50,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ1,56,6501,43,600રાજકોટ1,56,6501,43,600વડોદરા1,56,6501,43,600સુરત1,56,6501,43,600દિલ્હી1,56,7501,43,700મુંબઈ1,56,6001,43,550 ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે. આ પણ વાંચો- બોક્સ ઓફિસ પર બોર્ડર 2ની સુનામી! 16મા દિવસે 300 કરોડ ક્લબમાં એન્ટ્રી, બે સુપરહિટ ફિલ્મોને આપી પછડાટ!

Read Full Story arrow_forward