android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદમાં ફરી વધશે ટ્રાફિક સમસ્યા, બ્રિજના રીપેરીંગ કામને લઈ શાસ્ત્રી બ્રિજ કરાશે બંધ
calendar_today February 8, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં ફરી વધશે ટ્રાફિક સમસ્યા, બ્રિજના રીપેરીંગ કામને લઈ શાસ્ત્રી બ્રિજ કરાશે બંધ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: અખબારનગર અંડરપાસમાં બે કાર વચ્ચે ટક્કર, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
calendar_today February 8, 2026

Ahmedabad: અખબારનગર અંડરપાસમાં બે કાર વચ્ચે ટક્કર, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા વ્યસ્ત અખબારનગર અંડરપાસમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઈ હતી. અકસ્માતના પગલે અંડરપાસમાં વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે ઓફિસ સમય દરમિયાન વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અખબારનગર અંડરપાસમાં અકસ્માત પ્રાપ્ત માહિતી અનુસાર, નવા વાડજ સ્થિત અખબારનગર અંડરપાસમાં બે ફોર વ્હીલર ગાડીઓ એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને કારના આગળના ભાગે નોંધપાત્ર નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, અને કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.આ પણ વાંચો: Surat: સરોલીની નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની 8 ગાડીઓ ઘટનાસ્થળે

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાતમાં રિઝર્વ ફોરેસ્ટ લેન્ડ ડાયવર્ઝન, 5 વર્ષમાં જંગલની 6850 હેક્ટર જમીન ઉદ્યોગોને અપાઇ
calendar_today February 8, 2026

Gandhinagar News : ગુજરાતમાં રિઝર્વ ફોરેસ્ટ લેન્ડ ડાયવર્ઝન, 5 વર્ષમાં જંગલની 6850 હેક્ટર જમીન ઉદ્યોગોને અપાઇ

ગુજરાતમાં સામાન્યત ઔદ્યોગિક, રસ્તા, નહેર કે વીજલાઈન જેવા સરકારી પ્રોજેક્ટ, રહેણાંક જેવા હેતુસર જંગલ માટે આરક્ષિત જમીનની ફાળવણી કરવામાં આવે છે. અત્યાર સુધી દરવર્ષે આ પ્રકારે રિર્ઝવ ફોરેસ્ટમાંથી ૫૦૦થી ૭૦૦ હેક્ટર જમીનની ફાળવણી થતી હતી. પરંતુ, તેમાં હવે ઉત્તરોત્તર બમણો વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ જ વર્ષમાં રક્ષિત જંગલમાંથી ૬,૮૫૦.૧૧ હેક્ટર જમીનની ફાળવણી અન્ય ઉદ્દેશ્યો માટે આપી દેવાઈ છે. ગુજરાત વન વિભાગનો રીપોર્ટ આવ્યો સામે આરક્ષિત અને રક્ષિત જંગલની જમીન ફાળવણીમાં દેશના ૩૩ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ દરખાસ્તો ગુજરાતમાંથી મળી છે. ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગના કહ્યા મુજબ પાંચ વર્ષમાં દેશભરમાંથી કુલ ૧૦,૦૨૬ દરખાસ્તો મળી હતી. જેમાંથી ૧૨૦નો અસ્વિકાર થયો છે. પરંતુ, તે પૈકીની ૧૫ ટકા અર્થાત ૧.૫૬૦ દરખાસ્તો માત્ર ગુજરાતની છે. જેમાંથી આઠ દરખાસ્તનો જ અસ્વિકાર કરાયો છે. ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોટ-ISFR ૨૦૨૩- ૨૫ અને ગુજરાતના વન વિભાગના રિપોર્ટ મુજબ કુલ રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા- RFA ૨૧,૮૭૦ ચોરસ કિલોમીટર થાય છે.જે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા થાય છે જેમાં આરક્ષિત જંગલ ૧૪,૫૭૪ ચો.કિમી (૬૬.૯ ટકા) છે. જ્યારે રક્ષિત જંગલ ૨,૮૯૮ ચો.કિમી (૧૩.૨૦ ટકા) અને અવર્ગીકૃત જગંલ ૪,૩૯૮ (૧૦.૧૦ ટકા) થવા જાય છે. ગુરૂવારે રાજયસભામાં અપાયેલા એક જવાબમાં કહેવાયુ છે કે, અહીં ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬,૮૫૦.૧૧ હેક્ટર વન ભૂમિ અન્ય પ્રકારની કામગીરી પાર ઉતરવા ફાળવી દેવાઈ છે. જંગલની જમીનો એરપોર્ટ, સંરક્ષણ, સિંચાઈ, ઉદ્યોગ, ખનન જેવા વ્યપારીક કામો માટે ફાળવવામા આવે છે. ગુજરાતમાં છેલ્લા એક દાયદામાં બુલેટ ટ્રેન, હાઈવેનું વિસ્તરણ, તેલ અને ગેસની પાઈપલાઈન અને રિન્યુએબલ એનર્જી અર્થાત સોલાર- વિન્ડ પાર્ક માટે મોટાપાયે આરક્ષિત- રક્ષિત જંગલની જમીની ફાળવણી થઈ છે. ઉલ્લેખનિય છે. જંગલની જમીન જેમને ફાળવાય છે તેવા એકમ કે ઉદ્યોગગૃહે સામે એટલી જમીન અને આર્થિક રકમ જંગલ માટે આપવાની હોય છે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું મોટું નુકસાન, વાંચો Inside Story

Read Full Story arrow_forward