મલેશિયામાં PM મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ
તેઓ મલેશિયાના બે દિવસીય સત્તાવાર પ્રવાસે પહોંચ્યા છે.
Read Full Story arrow_forwardStay informed with the latest happenings, achievements, and announcements from our community.
તેઓ મલેશિયાના બે દિવસીય સત્તાવાર પ્રવાસે પહોંચ્યા છે.
Read Full Story arrow_forward
સુરતમાં નોકરાણીએ સોના-ચાંદીના ઘરેણાં ચોર્યા છે અને પીપલોદમાં નોકરાણીએ સોના-ચાંદીના ઘરેણાં ચોરી ફરાર થઈ ગઈ છે, રૂપિયા 1.09 લાખના સોના-ચાંદીના ઘરેણાં ચોર્યા છે અને લગ્ન પ્રસંગ માટે પરિવારે કબાટ ખોલતા દાગીના ગાયબ હોવાની જાણ થઈ હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ઘર માલિકે નોકરાનીને ફોન કરતા લાજવાને બદલે ગાજી સમગ્ર ઘટનામાં ઘરના માલિકે નોકરાણીને ફોન કર્યો તો નોકરાણી તેમની પર ગુસ્સે થઈ અને મે ચોરી નથી કરી તેમ બોલવા લાગી હતી અને માલિક પર છેડતીનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી, નોકરાણી 30 જાન્યુઆરીથી ઘરમાં કામ કરવા માટે આવતી ન હતી અને તેને કારણે શંકા ગઈ કે નોકરાણીએ જ ચોરી કરી છે, ત્યારે હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે નોકરાણીને શોધવા માટે ટીમ બનાવી છે.લગ્ન પ્રસંગ માટે કબાટ ખોલતા જ દાગીના ગાયબ હોવાની જાણ થઇ હતી તો ઘણા લાંબા સમયથી નોકરાણી કામ કરતી હતી અને તેને જાણ હતી કે ઘરમાં દાગીના અને રૂપિયા કયાં પડયા છે, ત્યારે તે વાતનો ફાયદો ઉઠાવીને તે ચોરી કરીને ફરાર થઈ છે, મહત્વની વાત એ છે કે, તમારા ત્યાં જે નોકરાણી કે નોકર કામ કરતા હોય તેને લઈ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવો જેથી કંઈ પણ ઘટના બને તો પોલીસ પણ સરળતાથી આરોપી સુધી પહોંચી શકે છે, પણ આ બધામાં આપણે રજિસ્ટ્રેશન કરાવતા નથી અને નોકરો તેને લાભ લઈ લે છે. આ પણ વાંચો : Surat News : સુરત RTOએ આંખ અંજાવતી LED લાઈટવાળા 54 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી 3 લાખનો દંડ વસૂલ કર્યો
Read Full Story arrow_forward
રાજકોટમાં કોર્ટના નિવૃત ક્લાર્કને ડરાવી-ધમકાવીને લાખો રૂપિયા પડાવનાર સાયબર માફિયાઓની ગેંગના એક સક્રિય સભ્યને સાયબર ક્રાઈમ પોલીસે મધ્યપ્રદેશથી દબોચી લીધો છે. ઠગ ટોળકીએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના નામે નિવૃત કર્મચારીને 'ડિજિટલ એરેસ્ટ' કરી તેમની આજીવનની મૂડી લૂંટી લીધી હતી.24 ઓગસ્ટની એ ઘટના અને ધમકીનો ખેલગયા વર્ષે 24 ઓગસ્ટ 2025ના રોજ ફરિયાદી નિવૃત ક્લાર્ક પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. ઠગબાજોએ ફરિયાદીને એવું કહીને ડરાવ્યા હતા કે તમારું નામ મની લોન્ડરિંગ અને ડ્રગ્સ કેસમાં આવ્યું છે.તમારા વિરુદ્ધ ધરપકડ વોરંટ નીકળ્યું છે.તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમારે વીડિયો કોલ પર 'ડિજિટલ એરેસ્ટ' રહેવું પડશે.આ ડર બતાવીને આરોપીઓએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ₹88,50,000 (88.50 લાખ) પડાવી લીધા હતા.આરોપી કેતન જોશીની ભૂમિકારાજકોટ સાયબર ક્રાઈમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ લિંક મધ્યપ્રદેશ સુધી પહોંચી હતી. પોલીસે કેતન વિરેન્દ્ર જોશી નામના આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે કેતન આ ગેંગ માટે 'બેંક એકાઉન્ટ એરેન્જર' તરીકે કામ કરતો હતો.ઠગાઈના પૈસા ટ્રાન્સફર કરવા માટે તે અલગ-અલગ લોકોના બેંક ખાતાઓ શોધી આપતો હતો. ડિજિટલ અરેસ્ટના નાણાં કયા ખાતામાં લેવા અને તેને કેવી રીતે સગેવગે કરવા તેમાં તેની મુખ્ય ભૂમિકા હતી.બે દિવસના રિમાન્ડ મંજૂરપોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ રેકેટના તાર અન્ય કયા રાજ્યો કે દેશો સાથે જોડાયેલા છે અને કેતને અત્યાર સુધી આવા કેટલા ખાતાઓ મેળવી આપ્યા છે.આ પણ વાંચો: Surat: અમરોલીમાં કિરણ હોસ્પિટલના કર્મચારીનો શંકાસ્પદ આપઘાત, પીએમ રિપોર્ટે વધાર્યું રહસ્ય
Read Full Story arrow_forward