android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું મોટું નુકસાન, વાંચો Inside Story
calendar_today February 8, 2026

Gandhinagar News : ગુજરાતમાં સરકારી વીજવિતરણમાં વર્ષે 14%નું મોટું નુકસાન, વાંચો Inside Story

ગુજરાતમાં ચાર સરકારી વીજવિતરણ કંપનીઓમાં ૨૦૨૪-૨૫ના નાણાકિય વર્ષમાં, કેન્દ્રીય વીજળી મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ એકંદરે સરેરાશ ૮.૨૫ ટકાની વીજ ઘટ એકત્રિત ટેકનિકલ અને કમર્શિયલ ઓપરેશન્સમાં રહી છે. અલબત્ત ટોચના સૂત્રો કહે છે કે, આ ૮.૨૫ ટકા વીજલોસ ઉપરાંત ગુજરાત દ્વારા કેન્દ્રીય ગીડમાં આશરે ૩.૫ ટકાની અને જેટકોના ટ્રાન્સમિશનમાં ૩.૫ ટકાની ઘટ રહેશે છે. ટ્રાન્સમિશનમાં 1.99 ટકાનો વીજલોસ થાય છે એટલે રાજ્યમાં વીજ વિતરણમાં સરેરાશ ૧૪ ટકાની ઘટ રહે છે, આમાં વીજચોરી, વીજ લિકેજીસ સમાવિષ્ટ છે, જે તમામ કેટેગરીમાં થાય છે. આ ઉપરાંતમાં હાઈપાવર ટ્રાન્સમિશનમાં એકંદરે ૧.૯૯ ટકાનું નુકસાન થાય છે. રાજ્યમાં બધી વીજલાઈનો ૬૬ કેવી કે તેથી વધુ વોલ્ટની છે, જેમાં ૬૬ હજાર વોલ્ટનો કરન્ટ પાસ થાય છે. આને કારણે ટ્રાન્સમિશનમાં ૧.૯૯ ટકાનો વીજલોસ થાય છે. કેન્દ્રીય વીજ મંત્રાલયે આ આંકડા જાહેર કર્યા છે. આંધ્રપ્રદેશ, કેરળ જેવા રાજ્યોની તુલનાએ ગુજરાતમાં વીજવિતરણમાં વધુ નુકસાન રાજયમાં સૌથી વધુ વીજચોરી, લિકેજીસથી નુકસાન પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના વિસ્તારોમાં થાય છે. જીયુવીએનએલ આ વિસ્તારોમાં વીજવિતરણમાં થતું મોટું નુકસાન ઘટાડવામાં કઈ અંશે સફળ થયું છે, જેને કારણે ૨૦૨૨-૨૩માં જે ટકાની 18.41 ટકા વીજઘટ આવતી હતી, તેમાં ૨૦૨૪-૨૫માં નુકસાન ૫.૬૮ ટકા ઘટયું છે. આંધ્ર પ્રદેશ, કેરળ જેવા રાજ્યોની તુલનાએ ગુજરાતમાં વીજવિતરણમાં વધુ નુકસાન થાય છે, એવું આંકડા દર્શાવે છે. આ પણ વાંચો : Surat News : કામ માટે ઘરે નોકરાણી રાખી છે તો થઈ જજો સાવધાન, સુરતમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નોકરાણી ઉતરી ગઈ રજા પર 

Read Full Story arrow_forward
Surat: સરોલીની નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની 8 ગાડીઓ ઘટનાસ્થળે
calendar_today February 8, 2026

Surat: સરોલીની નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની 8 ગાડીઓ ઘટનાસ્થળે

સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. સરોલી વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાપડનો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી, જેના ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળેઆગ લાગવાની જાણ થતા જ સુરત ફાયર વિભાગ સક્રિય થયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક અલગ-અલગ ફાયર સ્ટેશનથી 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ માર્કેટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી સાથે પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા પ્રયાસો શરૂ કર્યા છે.હાલમાં પ્રાથમિક રીતે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે મોટા પાયે આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.આ પણ વાંચો:Rajkot: ડિજિટલ એરેસ્ટ કરી નિવૃત ક્લાર્ક પાસેથી 88.50 લાખ પડાવનાર ઠગ કેતન જોશી MPથી ઝડપાયો

Read Full Story arrow_forward
Weather Update: સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને સાંજે ઠંડો પવન, વાતાવરણમાં અચાનક પલટો
calendar_today February 8, 2026

Weather Update: સવારે ધુમ્મસ, બપોરે ગરમી અને સાંજે ઠંડો પવન, વાતાવરણમાં અચાનક પલટો

 દિવસ દરમિયાન તેજ ધુપના કારણે ઠંડીમાંથી થોડી રાહત મળી રહી છે, પરંતુ રાજસ્થાનથી લઈને ઝારખંડ સુધી ઠંડી હજી સંપૂર્ણ રીતે ગઈ નથી. ભારત હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ માટે દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યુ છે. બે પશ્ચિમી વિક્ષોભ સક્રિય હોવાના કારણે દિવસ દરમિયાન તેજ ધુપ અને સાંજે કડકડતી ઠંડીનો માહોલ યથાવત છે. અનેક વિસ્તારોમાં સવારે હળવી ઠંડી રાજધાની સહિત દેશના અનેક વિસ્તારોમાં સવારે હળવી ઠંડી અનુભવાય છે, ત્યારબાદ દિવસ દરમિયાન તેજ ધુપ થોડી રાહત આપે છે. પરંતુ સાંજ પડતા જ ફરી ઠંડીનો પ્રભાવ વધે છે અને ગાલનનો અહેસાસ થાય છે. IMD મુજબ આ પરિસ્થિતિ પાછળ બે સક્રિય પશ્ચિમી વિક્ષોભ જવાબદાર છે. તેમના પ્રભાવને કારણે મેદાની તેમજ પહાડી વિસ્તારોમાં તાપમાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.રાજધાની દિલ્હીમાં હવામાનનો મિજાજ બદલાતો જોવા મળ્યો આજે રાજધાની દિલ્હીમાં હવામાનનો મિજાજ બદલાતો જોવા મળી રહ્યો છે. સવારે હલકો ધુમ્મસ અને કોહરાનું પ્રભુત્વ રહ્યું, જેના કારણે ઠંડીનો અહેસાસ વધુ થયો. દૃશ્યતા પણ કેટલીક જગ્યાએ ઓછી રહી. સવારના સમયમાં તાપમાન લગભગ 10-12 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું, જેના કારણે લોકોને ગરમ કપડાંની જરૂર પડી.બપોરના સમયે તાપમાન લગભગ 24-25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું જેમ જેમ દિવસ આગળ વધ્યો તેમ ધુપ નીકળતા વાતાવરણમાં ગરમાવો અનુભવાયો. બપોરના સમયે તાપમાન લગભગ 24-25 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું, જેના કારણે ધુપમાં બેસવાથી આરામદાયક લાગણી થઈ. ખુલ્લી જગ્યાઓમાં ફરતા લોકો માટે હવામાન સુખદ રહ્યું. હળવા પવન સાથે દિવસ આનંદદાયક રહ્યો. પરંતુ સાંજ પડતા જ ફરી ઠંડીનો પ્રભાવ વધ્યો. સૂર્યાસ્ત પછી તાપમાન ઝડપથી ઘટવા લાગ્યું અને શીતળ પવનોને કારણે લોકોને ફરીથી ઠંડીનો અહેસાસ થયો. હવામાન વિભાગ મુજબ હાલમાં દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ટ્રાન્ઝિશન પિરિયડ ચાલી રહ્યો છે, જ્યાં દિવસમાં ધુપ અને સવાર-સાંજે ઠંડીનુ મિશ્રણ જોવા મળે છે. આગામી કેટલાક દિવસોમાં પણ આવું જ હવામાન રહેવાની શક્યતા છે સવારમાં ધુમ્મસ, બપોરે તેજ ધુપ અને સાંજે ઠંડા પવન આમ મિશ્ર ઋતુની અસર થઇ રહી છેઆ પણ વાંચો: Weather Update: ગાઢ ધુમ્મસ તો ક્યાંક ઠંડી સાથે વરસાદની શક્યતા, IMDની જાણો શું છે આગાહી

Read Full Story arrow_forward