android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સુરત RTOએ આંખ અંજાવતી LED લાઈટવાળા 54 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી 3 લાખનો દંડ વસૂલ કર્યો
calendar_today February 8, 2026

Gujarat Latest News Live : સુરત RTOએ આંખ અંજાવતી LED લાઈટવાળા 54 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી 3 લાખનો દંડ વસૂલ કર્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Amreli News : ચા બનાવવા જેવી બાબતે માતા અને પુત્રએ ભેગા મળી સાવકા પિતાની હત્યા કરી
calendar_today February 8, 2026

Amreli News : ચા બનાવવા જેવી બાબતે માતા અને પુત્રએ ભેગા મળી સાવકા પિતાની હત્યા કરી

અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટા મુંજીયાસર ગામે રહેતા એક પરિવારની અંદરની કલહ ભયાનક પરિણામે પહોંચી છે. મૃતક રમણભાઈ વાલકાભાઈ કટારા, ઉંમર 46 વર્ષ, ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની શરૂઆત ચા બનાવવા જેવી સામાન્ય બાબતથી થઈ હતી. રમણભાઈ પોતાની પત્ની સીતાબેનને ચા બનાવવા દેતા ન હતા અને આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘા મારી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી આ બોલાચાલીથી ગુસ્સે ભરાયેલી સીતાબેન વાડીએ કામ કરી રહેલા પોતાના પુત્ર સુરેશ મછાર પાસે ગઈ અને રમણભાઈને માર મારવા ઉશ્કેર્યો. માતાના કહેવાથી ઉગ્ર બનેલો સુરેશ ઘરે આવ્યો અને “આજે તો તને મારી નાખીશ” એમ કહી સાવકા પિતા રમણભાઈ પર લાકડાના ફટકાથી હુમલો શરૂ કર્યો. જ્યારે રમણભાઈની પુત્રી અસ્મિતાબેને વચ્ચે પડી પિતાને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી સુરેશે તેના પર પણ લાકડાનો ઘા મારી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. સિમેન્ટનો ચૂલો ઊંચકી પિતાના માથા પર માર્યો ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે સુરેશે હદ વટાવી સિમેન્ટનો ચૂલો ઊંચકીને રમણભાઈના માથા પર જોરદાર પ્રહાર કર્યો. માથામાં ગંભીર ઇજાઓ થતાં રમણભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું.ઘટનાની જાણ થતા જ બગસરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો.જ્યારે ઝઘડામાં ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.બગસરા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો મૃતક રમણભાઈની પુત્રી અસ્મિતાબેનની ફરિયાદના આધારે બગસરા પોલીસે મુખ્ય આરોપી સુરેશ મછાર અને તેની માતા સીતાબેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ હત્યા અને મદદગારીની કલમો મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા ઘટનામાં વપરાયેલા લાકડા અને સિમેન્ટના ચૂલાને જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નાની બાબતથી શરૂ થયેલો ઝઘડો એક પરિવાર માટે વિનાશ સાબિત થયો બગસરા પોલીસે બંને આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ પણ વાંચો : પોલીસ પંચાત : PIની બદલીઓના રાઉન્ડને લઈ પોલીસ બેડામાં ઉત્સુક્તા જામી, કઈ વગદાર એજન્સીના પત્તા નવેસરથી ચિપાશે ? વાંચો Inside Story 

Read Full Story arrow_forward
Surat News : સુરત RTOએ આંખ અંજાવતી LED લાઈટવાળા 54 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી 3 લાખનો દંડ વસૂલ કર્યો
calendar_today February 8, 2026

Surat News : સુરત RTOએ આંખ અંજાવતી LED લાઈટવાળા 54 વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી 3 લાખનો દંડ વસૂલ કર્યો

વાહનોમાં અનધિકૃત સફેદ એલઈડી લાઈટ લગાવીને ફરતા વાહનચાલકો સામે આરટીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. વાહન વ્યવહાર વિભાગના કડક આદેશ બાદ શુક્રવારે રાત્રે સુરતના વાય જંક્શન પાસે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને આરટીઓ દ્વારા માત્ર એક જ દિવસમાં ૫૦ વાહનમાલિકોને ઝડપી પાડી ૩ લાખનો દંડ વસૂલ્યો હતો. ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાની અનેક ફરિયાદો વિભાગને મળી હતી છેલ્લા ઘણા સમયથી લક્ઝુરિયસ કાર અને અન્ય વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની ગેરકાયદેસર અને અત્યંત તેજ વ્હાઇટ એલઇડી લાઈટ લગાડવાનો ક્રેઝ વધ્યો છે. આ લાઈટને કારણે રાત્રિના સમયે સામેથી આવતા નિર્દોષ Callહનચાલકોની આંખ અંજાઈ જતી હોય છે. જેને પગલે રસ્તો ન દેખાવાને કારણે ગંભીર અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાની અનેક ફરિયાદો વિભાગને મળી હતી. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને વાહનવ્યવહાર વિભાગે તાત્કાલિક અસરથી આવી લાઈટ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. અલગ-અલગ વિસ્તારોમાં આવી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે દરમિયાન રોજિંદા વાહન ચેકિંગ વેળા તો આરટીઓ દ્વારા વ્હાઈટ લાઈટ ધરાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ શુક્રવારે વાય જંક્શન પાસે ખાસ ચેકિંગ રાખવામાં આવ્યું હતું. આ પોઈન્ટ પર આરટીઓ અધિકારીઓએ વ્હાઈટ લાઈટ લગાડી ફરતા વાહનો અટકાવ્યા હતા. જેમાં હેડલાઈટમાં ફેરફાર કરનારા વાહનમાલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ પણ આરટીઓ દ્વારા આવી જ રીતે ૨૪૨ વાહનમાલિકો સામે કાર્યવાહી કરી દંડ વસૂલાયો હતો. તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી હવે આ ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે. આરટીઓ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તો માત્ર શરૂઆત છે. આગામી દિવસોમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવી સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં વ્હાઈટ લાઈડ લગાડનારાઓ સામે ઝુંબેશ જે વાહનોમાં હાઈ-બીમવાળી અથવા નિયમ વિરુદ્ધની લાઈટ જોવા મળશે, તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાશે. વાહનમાલિકોને ૬૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં વ્હાઈટ લાઈડ લગાડનારાઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જોકે તે પહેલા આરટીઓ તંત્ર દ્વારા વ્હાઈટ લાઇટ દુર કરવા માટે તાકીદ પણ કરી હોવા છતાં વાહનચાલકોએ દુર નહીં કરતા આખરે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આગમી દિવસોમાં તે યથાવત રહેવાની છે. આ પણ વાંચો : Amreli News : ચા બનાવવા જેવી બાબતે માતા અને પુત્રએ ભેગા મળી સાવકા પિતાની હત્યા કરી 

Read Full Story arrow_forward