android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: અમરોલીમાં 7.88 લાખની લૂંટનો મુખ્ય સૂત્રધાર 'ટીપર' સંજય જાદવ રંગોલી ચોકડીથી ઝડપાયો
calendar_today February 8, 2026

Surat: અમરોલીમાં 7.88 લાખની લૂંટનો મુખ્ય સૂત્રધાર 'ટીપર' સંજય જાદવ રંગોલી ચોકડીથી ઝડપાયો

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સક્રિય બનેલી ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમરોલી વિસ્તારમાં થયેલી ₹7.88 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપી સંજય જાદવને પોલીસે મોટા વરાછાના રંગોલી ચોકડી પાસેથી દબોચી લીધો છે. અમરોલીમાં લૂંટનો આરોપી ઝડપાયોથોડા સમય અગાઉ અમરોલી વિસ્તારમાં કેશ કલેક્શનનું કામ કરતા ફરિયાદીને નિશાન બનાવવામાં આવ્યા હતા. લૂંટારુઓએ ફરિયાદીને આંતરી, તેમના પર ચાકુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો અને તેમની પાસે રહેલા ₹7,88,800ની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.'ટીપર'ની ભૂમિકા અને ધરપકડઆ ગુનામાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જોકે, આ આખી લૂંટનો પ્લાન ઘડનાર અને ચોક્કસ માહિતી (ટીપ) આપનાર મુખ્ય સૂત્રધાર સંજય જાદવ પોલીસ પકડથી દૂર હતો.સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટા વરાછા, રંગોલી ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી.પોલીસની જાળમાં વોન્ટેડ આરોપી સંજય જાદવ આવી જતાં તેની ત્વરિત અટકાયત કરવામાં આવી છે.લૂંટનો પ્લાન ઘડનાર મુખ્ય સૂત્રધાર તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી સંજયે જ અન્ય સાગરીતોને ફરિયાદીના લોકેશન અને રોકડની વિગતો આપી હતી. લૂંટના આ ગુનામાં તેની ભૂમિકા અત્યંત મહત્વની હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી, તેને આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ માટે અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Weather News : ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાતા ઠંડીમાં થયો ઘટાડો, શહેરોના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વધઘટ

Read Full Story arrow_forward
Surat: અમરોલીમાં કિરણ હોસ્પિટલના કર્મચારીનો શંકાસ્પદ આપઘાત, પીએમ રિપોર્ટે વધાર્યું રહસ્ય
calendar_today February 8, 2026

Surat: અમરોલીમાં કિરણ હોસ્પિટલના કર્મચારીનો શંકાસ્પદ આપઘાત, પીએમ રિપોર્ટે વધાર્યું રહસ્ય

સુરતના અમરોલી વિસ્તારમાં એક 40 વર્ષીય યુવકે પોતાની જ છાતીમાં છરી મારી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવેલા કેટલાક તથ્યોએ આ ઘટનાને આત્મહત્યાને બદલે હત્યા તરફ ઈશારો કરતા પોલીસે તપાસ તેજ કરી છે.છાતીમાં છરી મારી આત્મહત્યા કરી અમરોલી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય જયેશ સોલંકી, જેઓ સુરતની જાણીતી કિરણ હોસ્પિટલની ફાર્મસીમાં નોકરી કરતા હતા, તેમણે પોતાની છાતીમાં ચપ્પુ મારી જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું હતું.જ્યારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે તબીબોને કેટલીક શંકાસ્પદ વિગતો મળી હતી, જે આ કેસમાં નવો વળાંક લાવી શકે છે. મૃતક જયેશ સોલંકીના પીઠના ભાગે લાકડી વડે માર મારવામાં આવ્યો હોય તેવા ઈજાના નિશાન મળી આવ્યા છે.પોસ્ટમોર્ટમમાં શંકાસ્પદ વિગતો મળી સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ પોતે છરી મારે ત્યારે તેના શરીર પર 'હેઝીટેશન કટ' (હિચકિચાટના નિશાન) જોવા મળે છે, જે આ કેસમાં ગેરહાજર છે.પીએમ કરનાર તબીબે સ્પષ્ટપણે આ ઘટના આત્મહત્યા હોવા અંગે શંકા વ્યક્ત કરી છે.પોતાની છાતીમાં જાતે જ છરી મારી લેવી એ અત્યંત દુર્લભ બાબત ગણાય છે, અને તેમાં પણ પીઠ પરના ઇજાના નિશાન કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે. આ સંજોગોમાં અમરોલી પોલીસે ગુનો નોંધી નીચે મુજબના પાસાઓ પર તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Surat: અમરોલીમાં 7.88 લાખની લૂંટનો મુખ્ય સૂત્રધાર 'ટીપર' સંજય જાદવ રંગોલી ચોકડીથી ઝડપાયો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતમાં મોડિફાઈડ લાઈટ લગાવનારને 6000નો દંડ, 250થી વધુ વાહનો દંડાયા
calendar_today February 8, 2026

Gujarat Latest News Live : સુરતમાં મોડિફાઈડ લાઈટ લગાવનારને 6000નો દંડ, 250થી વધુ વાહનો દંડાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward