android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhidham News: ટાગોર રોડ પર બેફામ કાર હંકારી બે યુવાનોનો ભોગ લેનાર ચારેય નરાધમો પોલીસના સકંજામાં
calendar_today February 7, 2026

Gandhidham News: ટાગોર રોડ પર બેફામ કાર હંકારી બે યુવાનોનો ભોગ લેનાર ચારેય નરાધમો પોલીસના સકંજામાં

કચ્છના ગાંધીધામમાં ટાગોર રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. બેફામ ગતિએ કાર ચલાવી બે નિર્દોષ યુવાનોનો ભોગ લેનાર અને અન્ય બેને ગંભીર ઈજા પહોંચાડનાર ચારેય આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગાંધીધામમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના દબાણ હેઠળ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી.બે યુવાનના અકસ્માતમા નિપજ્યાં હતા મોત પોલીસે આ હિટ-એન્ડ-રન અને ભયાનક અકસ્માતના મામલે નિતીન મુકેશભાઈ ગોસ્વામી, દિપક ઈશ્વરભાઈ ધુલાણી, તરૂણ જીતેન્દ્રભાઈ રીજવાણી અને મનિષ અશોકભાઈ ખેમચંદાણીની ધરપકડ કરી છે. ગાંધીધામના મુખ્ય ટાગોર રોડ પર આ આરોપીઓએ પોતાની કારને બેફામ ગતિએ હંકારી હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા એક્ટિવા ચાલક અને અન્ય રાહદારીઓને કારે અડફેટે લીધા હતા. અન્ય બે વ્યક્તિઓને પહોંચી છે ગંભીર ઈજાઓ ટક્કર એટલી ભયાનક હતી કે: બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સર્જીને નાસી છૂટેલા આ આરોપીઓને પકડવા માટે પોલીસ સતત સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદ લઈ રહી હતી. આખરે ચારેય શખ્સો પોલીસના સકંજામાં આવતા મૃતકોના પરિવારજનોએ કડકમાં કડક સજાની માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News : SGST વિભાગનો સપાટો, જામનગરના બે ઉચ્ચ અધિકારીઓને ચીફ કમિશનરે કર્યા સસ્પેન્ડ
calendar_today February 7, 2026

Ahmedabad News : SGST વિભાગનો સપાટો, જામનગરના બે ઉચ્ચ અધિકારીઓને ચીફ કમિશનરે કર્યા સસ્પેન્ડ

જામનગર સ્ટેટ જીએસટી (SGST) વિભાગમાં ફરજ બજાવતા બે અધિકારીઓ સામે ફરજમાં ઘોર બેદરકારી બદલ સસ્પેન્શનની ગાજ પડી છે. સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર દ્વારા લેવામાં આવેલા આ કડક નિર્ણયમાં આસિસ્ટન્ટ કમિશનર એસ.કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોતાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જામનગરની કેટલીક વેપારી પેઢીઓને નોટિસ પાઠવ્યા બાદ તેની આગળની પ્રક્રિયામાં આ અધિકારીઓએ દાખવેલી શિથિલતા અને બેદરકારીને પગલે વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચીફ કમિશનરની લાલ આંખ વિભાગીય તપાસમાં સામે આવ્યું છે કે, આ અધિકારીઓએ જામનગરની પેઢીઓને નોટિસ આપ્યા બાદ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં નિષ્ફળતા મેળવી હતી. આ ગંભીર લાપરવાહીને કારણે સરકારી તિજોરીને નુકસાન જવાની ભીતિ સેવાતા ઉચ્ચ સ્તરેથી તપાસના આદેશ અપાયા હતા. ચીફ કમિશનરના આ આકરા વલણને કારણે સમગ્ર રાજ્યના જીએસટી વિભાગના અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. હાલમાં આ બંને અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ તેજ કરવામાં આવી છે અને આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.M/S DEE KAY INFRA કેસમાં આચરી હતી ક્ષતિજામનગરમાં પોસ્ટેડ આસિસ્ટન્ટ કમિશનર એસ. કે. પટેલ અને સ્ટેટ ટેક્સ ઓફિસર રાહુલ મોટાને ફરજમાં ગંભીર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે; આ અધિકારીઓએ M/S DEE KAY INFRA નામની પેઢીનો GST નંબર રદ કરવાની કાર્યવાહી નિયમ વિરુદ્ધ ડ્રોપ કરી હતી અને બોગસ સપ્લાયની ચકાસણી કર્યા વિના જ ઓર્ડર પાસ કરી દેતા સરકારને અંદાજે રૂ. 3.66 કરોડનું આર્થિક નુકસાન પહોંચ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે નોટિસ ડ્રોપ કરવાની પ્રક્રિયા દરમિયાન અધિકૃત વ્યક્તિ ગેરહાજર હોવા છતાં આ ગંભીર અનિયમિતતા આચરવામાં આવી હતી.આ પણ વાંચો : Ahmedabad News : ક્રિકેટ ફેન્સ સાવધાન! મેચના દિવસોમાં અમદાવાદના આ રસ્તાઓ પર અવરજવર પર પ્રતિબંધ

Read Full Story arrow_forward
Gandhinagar News: માણસા-ધમેડા રોડ પર આઈસરની ટક્કરે પિતા-પુત્રનું કરુણ મોત
calendar_today February 7, 2026

Gandhinagar News: માણસા-ધમેડા રોડ પર આઈસરની ટક્કરે પિતા-પુત્રનું કરુણ મોત

માણસા પંથકમાં માણસા-ધમેડા રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક આઈસર ટ્રકે બાઈક સવાર પિતા-પુત્રને જોરદાર અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં પિતા અને પુત્ર બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ચકચાર મચી ગઈ હતી.આઈસરની અડફેટે પિતા પુત્રના મોતસામાન્ય રીતે આવા અકસ્માતોમાં પોલીસ કાર્યવાહી અને લાંબી કાયદાકીય પ્રક્રિયા થતી હોય છે, પરંતુ આ કિસ્સામાં એક અલગ ચિત્ર જોવા મળ્યું હતું. અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનો અને પરિવારજનોએ ભેગા મળીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. માનવતાવાદી અભિગમ અપનાવી અથવા અન્ય સામાજિક કારણોસર, આ ઘટનામાં પોલીસ ફરિયાદ ન નોંધાવવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ કે પોસ્ટમોર્ટમની કડાકૂટમાં પડવાને બદલે, ગ્રામજનોએ એકઠા થઈને પિતા-પુત્રના મૃતદેહના અંતિમ સંસ્કાર પૂર્ણ કર્યા હતા. ઘટનામાં સર્વાનુમતે પોલીસ ફરિયાદ ન નોંધાઈ માણસા-ધમેડા રોડ પર વધતા જતા ભારે વાહનોના ટ્રાફિક અને અકસ્માતોને કારણે સ્થાનિકોમાં અગાઉથી જ રોષ જોવા મળી રહ્યો હતો. પિતા-પુત્રના એકસાથે મોતના સમાચારથી ચાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માત સર્જનાર આઈસર ચાલક કે વાહન અંગે વધુ તપાસ ટાળીને પરિવારે વ્હાલસોયા સ્વજનોને ભારે હૈયે વિદાય આપી હતી. આ ઘટના સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward