android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, ગુજરાતમાં 100 કરોડના ‘અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ’ ને મળી મંજૂરી
calendar_today February 7, 2026

Ahmedabad News : ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, ગુજરાતમાં 100 કરોડના ‘અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ’ ને મળી મંજૂરી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મેટ્રો શહેરોમાં ટ્રાફિકની જટિલ સમસ્યાના કાયમી નિરાકરણ માટે એક મહત્વકાંક્ષી યોજનાને લીલી ઝંડી આપવામાં આવી છે. રાજ્ય સરકારે 'અર્બન ટ્રાન્સપોર્ટ ફંડ' યોજનાને મંજૂરી આપી છે, જે અંતર્ગત 100 કરોડ રૂપિયાના ખાસ ફંડની સ્થાપના કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરોમાં વાહનોનું ભારણ ઘટાડવા માટે શહેરની બહારના ભાગમાં આધુનિક 'મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ' વિકસાવવાનો છે. આ હબ બનવાથી બહારથી આવતા ભારે વાહનો અને ખાનગી ટ્રાન્સપોર્ટ સેવાઓ શહેરની મર્યાદા બહાર જ અટકશે, જેથી મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે.એક કાર્ડથી તમામ મુસાફરી આ પરિવર્તનકારી યોજનામાં મુસાફરોની સુવિધા માટે 'વન કાર્ડ, ઓલ સર્વિસ'નો અભિગમ અપનાવવામાં આવ્યો છે. એક જ સ્માર્ટ કાર્ડની મદદથી નાગરિકો મેટ્રો રેલ, સિટી બસ અને અન્ય સરકારી પરિવહન સેવાઓનો લાભ લઈ શકશે. આ ડિજિટલ કનેક્ટિવિટીને કારણે મુસાફરોને અલગ-અલગ ટિકિટ લેવાની પળોજણમાંથી મુક્તિ મળશે અને પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. વિવિધ ટ્રાન્સપોર્ટ સેવાઓને એકબીજા સાથે સાંકળીને સરકાર શહેરી પરિવહનને વધુ સ્માર્ટ અને ઝડપી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : SGST વિભાગનો સપાટો, જામનગરના બે ઉચ્ચ અધિકારીઓને ચીફ કમિશનરે કર્યા સસ્પેન્ડ

Read Full Story arrow_forward
Bharuchની આમોદ નગરપાલિકા કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું, રખડતા શ્વાનોનું રસીકરણ કર્યું શરૂ
calendar_today February 7, 2026

Bharuchની આમોદ નગરપાલિકા કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું, રખડતા શ્વાનોનું રસીકરણ કર્યું શરૂ

ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો હતો. આ ગંભીર સમસ્યા અંગે સંદેશ ન્યૂઝ દ્વારા સતત અને સચોટ અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેના પગલે આખરે ઊંઘતું પાલિકા તંત્ર જાગ્યું છે. સંદેશ ન્યૂઝની અસરને પગલે નગરપાલિકાએ શ્વાનોને પકડવાની અને તેમના રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે.કૂતરાઓના આંતકથી લોકોમાં હતો ભયનો માહોલ આમોદ નગરમાં રખડતા શ્વાનોએ અનેક માસૂમ બાળકો પર હુમલો કરી તેમને લોહીલુહાણ કર્યા હતા. સ્થિતિ એટલી હદે વણસી હતી કે બાળકોને ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગતો હતો. રાત્રિના સમયે બાઈક ચાલકો પાછળ શ્વાનો દોડતા હોવાથી અકસ્માતનો ભય રહેતો હતો. અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાતું હતું, પરંતુ અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.અનેક બાળકો ઉપર શ્વાને હુમલા કર્યા હતા સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જાગેલી આમોદ નગરપાલિકાએ હવે રખડતા કૂતરાઓને પકડીને તેમનું રસીકરણ (Vaccination) શરૂ કર્યું છે. પાલિકાની આ કામગીરીથી નગરજનોએ લાંબા સમય બાદ રાહતનો શ્વાસ લીધો છે. લોકોનું કહેવું છે કે જો આ કામગીરી વહેલી કરવામાં આવી હોત તો અનેક બાળકોને ઈજાઓ પહોંચી ન હોત. હાલમાં પાલિકાની ટીમો નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને શ્વાનોને અંકુશમાં લેવાના પ્રયાસો કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News : ક્રિકેટ ફેન્સ સાવધાન! મેચના દિવસોમાં અમદાવાદના આ રસ્તાઓ પર અવરજવર પર પ્રતિબંધ
calendar_today February 7, 2026

Ahmedabad News : ક્રિકેટ ફેન્સ સાવધાન! મેચના દિવસોમાં અમદાવાદના આ રસ્તાઓ પર અવરજવર પર પ્રતિબંધ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 9, 11, 14 અને 18 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપની મહત્વની મેચો યોજાવા જઈ રહી છે. આ મેચો દરમિયાન સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોની ભીડ ઉમટવાની શક્યતાને પગલે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, જનપથ ટી-જંકશનથી મોટેરા ગામ સુધીનો માર્ગ સામાન્ય ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. જોકે, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાઓ માટે રસ્તાઓ ખુલ્લા રહેશે, જેથી કોઈ અણધારી આફત સમયે કામગીરીમાં અવરોધ ન આવે.ટ્રાફિક એડવાઈઝરી વાહનચાલકોને કોઈ હાલાકી ન પડે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે મુસાફરો આ માર્ગનો ઉપયોગ કરવા માંગતા હોય તેમણે તપોવન સર્કલથી ONGC અને વિસત થઈને જઈ શકશે. આ ઉપરાંત શરણ સ્ટેટસથી ભાટ કોટેશ્વર રોડનો ઉપયોગ પણ વૈકલ્પિક માર્ગ તરીકે કરી શકાશે. ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મેચના દિવસોમાં ટ્રાફિક જામની સમસ્યા ટાળવા માટે જાહેરનામાનું પાલન કરે અને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન એટલે કે મેચ સ્પેશિયલ મેટ્રોનો ઉપયોગ કરે. આ પણ વાંચો : Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, ઓનલાઈન ઓર્ડરમાં 'ખેલ' કરતી સુરત-રાજસ્થાનની ગેંગ ઝડપાઈ

Read Full Story arrow_forward