android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhattisgarh : બસ્તરમાં 1.61 કરોડના ઈનામી 51 નક્સલવાદીઓનું સરન્ડર, હથિયારોનો મોટો જથ્થ કરાયો જપ્ત
calendar_today February 7, 2026

Chhattisgarh : બસ્તરમાં 1.61 કરોડના ઈનામી 51 નક્સલવાદીઓનું સરન્ડર, હથિયારોનો મોટો જથ્થ કરાયો જપ્ત

છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શનિવારે બસ્તરના બે જિલ્લામાં કૂલ 51 નક્સલવાદીઓએ સરન્ડર કર્યું છે. આ તમામ પર કૂલ મળીને 1.61 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. સરન્ડર કરવામાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ છે.  બસ્તર રેન્જના DGPએ જણાવ્યું કે આ આત્મસમર્પણ એવા સમય પર થયું છે, જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદ્રી મુર્મૂ બસ્તર જિલ્લાના હેડક્વાર્ટર જગદલપુરમાં બસ્તર પંડુમ 2026 ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરી રહી હતી. તેની સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસના રાયપુર પ્રવાસે આવ્યા છે. નક્સલીઓએ સામાન્ય જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરી બીજાપુર જિલ્લામાં 20 મહિલાઓ સહિત 30 નક્સલીઓએ હથિયાર છોડીને મુખ્યપ્રવાહમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સુકમા જિલ્લામાં 14 મહિલા સભ્યો સહિત 21 અન્ય નક્સલીઓએ બસ્તર પોલીસની પૂના માર્ગેમ પુનર્વાસ પહેલ હેઠળ સરન્ડર કર્યું છે. નક્સલીઓએ જણાવ્યું કે તે રાજ્ય સરકારની આત્મસમર્પણ અને પુનર્વાસ નીતિથી પ્રભાવિત હતા. તેમને મુખ્યપ્રવાહમાં પરત ફરીને સામાન્ય જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેની વચ્ચે છત્તીસગઢના ગરિયાબંધ જિલ્લામાંથી પણ નક્સલ મોરચા પર મોટી કાર્યવાહી સામે આવી છે. દારૂગોળો, વિસ્ફોટક અને હથિયાર બનાવવાનો સામાન જપ્ત કર્યો પોલીસે પહાડી વિસ્તારમાં 6 અલગ અલગ જગ્યાઓ પર નક્સલીઓ દ્વારા છુપાવવામાં આવેલા હથિયાર, દારૂગોળો, વિસ્ફોટક અને હથિયાર બનાવવાનો સામાન જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તેમને જાણકારી મળી હતી કે ભાલુડિગ્ગી અને મેટલ પહાડી વિસ્તારમાં નક્સલીઓ છે. ત્યારબાદ પોલીસે જિલ્લા પોલીસ દળની વિશેષ E-30 યૂનિટે 36 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. જે શનિવારે પૂર્ણ થયું. આ પણ વાંચો: Sabarimala Gold Case : સોનું ચોરી કરવાના કેસમાં SITએ આ કોંગ્રેસ સાંસદની લાંબા સમય સુધી કરી પુછપરછ

Read Full Story arrow_forward
Rajasthan : કોટામાં મોટી દુર્ઘટના, 2 માળની ઈમારત થઈ ધરાશાયી, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા
calendar_today February 7, 2026

Rajasthan : કોટામાં મોટી દુર્ઘટના, 2 માળની ઈમારત થઈ ધરાશાયી, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા

રાજસ્થાનના કોટામાં એક મોટી દુર્ઘટના બની છે. જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દિરા વિહારમાં બે માળની ઈમારત ધરાશાયી થવાથી ઘટનાસ્થળે ભારે ગભરાટ ફેલાયો છે. પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે હાજર છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. 4થી 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે અને બાકીના પીડિતોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.બચાવ કામગીરી શરૂ કરવામાં આવી મળતી માહિતી મુજબ શનિવારે સાંજે 8:45 વાગ્યે જવાહર નગરના ઈન્દિરા વિહારમાં એક નિર્માણાધીન બે માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પરિસ્થિતિનો સામનો કર્યો અને કાટમાળમાંથી 4થી 5 લોકોને બહાર કાઢ્યા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક બચાવ કામગીરી માટે પહોંચી ગઈ છે. જોકે સ્થાનિકોનો આરોપ છે કે ક્રેન લગભગ દોઢ કલાક મોડી પહોંચી, જેના કારણે ઝડપી બચાવ કાર્યમાં અવરોધ ઉભો થયો. ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

Read Full Story arrow_forward
Bhavnagar કોન્સ્ટેબલ આપઘાત કેસ, PSI બી.કે. ગોસ્વામીના આગોતરા જામીન કોર્ટે કર્યા મંજૂર
calendar_today February 7, 2026

Bhavnagar કોન્સ્ટેબલ આપઘાત કેસ, PSI બી.કે. ગોસ્વામીના આગોતરા જામીન કોર્ટે કર્યા મંજૂર

ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આપઘાત કેસમાં સ્થાનિક અદાલતે મોટો ચુકાદો આપ્યો છે. મૃતક હેડ કોન્સ્ટેબલે PSI બી.કે. ગોસ્વામીના કથિત માનસિક ત્રાસથી કંટાળીને ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પિતાએ PSI વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા ધરપકડની ભીતિ જણાતા PSI ગોસ્વામીએ ભાવનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ મંજૂર કરી છે.હેડ કોન્સ્ટેબલ આપઘાત પ્રકરણ આ કેસમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, PSI બી.કે. ગોસ્વામી દ્વારા અવારનવાર હેડ કોન્સ્ટેબલને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા, જેના કારણે તેઓ ભારે તણાવમાં રહેતા હતા. કોન્સ્ટેબલના આપઘાત બાદ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી હતી અને શિસ્તબદ્ધ ગણાતા પોલીસ ખાતાની છબી પણ ખરડાઈ હતી. જોકે, કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આરોપી PSI ને ધરપકડ સામે રક્ષણ મળતા હવે આ કેસમાં પોલીસની તપાસ કઈ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું. કોર્ટના આ નિર્ણયથી હાલ પૂરતી PSI ની ધરપકડ ટળી ગઈ છે. આ પણ વાંચો : Junagadh ભાજપમાં ભડકો, યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોષીએ સંગઠન સામે ખર્ચ્યો બળાપો

Read Full Story arrow_forward