android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, ઓનલાઈન ઓર્ડરમાં 'ખેલ' કરતી સુરત-રાજસ્થાનની ગેંગ ઝડપાઈ
calendar_today February 7, 2026

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, ઓનલાઈન ઓર્ડરમાં 'ખેલ' કરતી સુરત-રાજસ્થાનની ગેંગ ઝડપાઈ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે જે ઓનલાઈન ઓર્ડર કરાયેલી મોંઘી વસ્તુઓને બદલીને તેની જગ્યાએ ડમી માલ મૂકી છેતરપિંડી કરતી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકી સુરત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ગેંગ છે. પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી અંદાજે 20.52 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઠગ ટોળકી ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મોંઘી વસ્તુઓનો ઓર્ડર મેળવતી અને ડિલિવરી દરમિયાન અસલી માલ કાઢી લઈને તેને સસ્તા ભાવે બજારમાં વેચી દેતી હતી.સુરત અને રાજસ્થાનના ઠગ પકડાયા આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેઓ અત્યંત ચાલાકીથી પેકિંગ સાથે છેડછાડ કરતા હતા, જેથી ગ્રાહક કે કંપનીને તાત્કાલિક ખબર ન પડે. મોંઘા ગેજેટ્સ અને બ્રાન્ડેડ ચીજવસ્તુઓની અદલાબદલી કરીને તેઓ કંપનીઓને મોટું આર્થિક નુકસાન પહોંચાડતા હતા. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને આ ગેંગના સભ્યોને દબોચી લીધા છે. હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકો અને કઈ-કઈ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવી છે. આ પણ વાંચો : Bhavnagar કોન્સ્ટેબલ આપઘાત કેસ, PSI બી.કે. ગોસ્વામીના આગોતરા જામીન કોર્ટે કર્યા મંજૂર

Read Full Story arrow_forward
Bharuchના અંકલેશ્વરમાં ગુરુ-શિષ્યનો પવિત્ર સંબંધ લાજવાયો, 13 વર્ષની સગીરા પર 63 વર્ષીય શિક્ષકે આચર્યું દુષ્કર્મ
calendar_today February 7, 2026

Bharuchના અંકલેશ્વરમાં ગુરુ-શિષ્યનો પવિત્ર સંબંધ લાજવાયો, 13 વર્ષની સગીરા પર 63 વર્ષીય શિક્ષકે આચર્યું દુષ્કર્મ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં માનવતા અને શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક 63 વર્ષીય નરાધમ શિક્ષકે પોતાની પાસે ટ્યુશનમાં આવતી માત્ર 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડ્યું છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી નરાધમ શિક્ષકની ધરપકડ કરી લીધી છે.13 વર્ષની સગીરા સાથે આચર્યુ દુષ્કર્મઅંકલેશ્વરના એક ગામમાં રહેતો 63 વર્ષીય ધનંજયસિંહ રામઅવતાર સિંહ છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘરે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. તે 13 વર્ષની માસૂમ સગીરાને દર રવિવારે 'એક્સ્ટ્રા ક્લાસ' લેવાના બહાને પોતાના ઘરે એકલી બોલાવતો હતો. જ્યારે ઘરે કોઈ ન હોય ત્યારે આ નરાધમ શિક્ષક સગીરા પર દુષ્કર્મ આચરતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સગીરા સાથે બનેલી આ ઘટનાની જાણ પરિવારને થતા જ તેઓએ હિંમત દાખવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીપોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી ધનંજયસિંહને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. ભરૂચ પોલીસે વાલીઓને પણ પોતાના બાળકોની સુરક્ષા બાબતે સતર્ક રહેવા અપીલ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : T20 વર્લ્ડ કપને લઈને ટ્રાફિક જાહેરનામું, સ્ટેડિયમ આસપાસના માર્ગો ડાયવર્ટ કરાયા
calendar_today February 7, 2026

Gujarat Latest News Live : T20 વર્લ્ડ કપને લઈને ટ્રાફિક જાહેરનામું, સ્ટેડિયમ આસપાસના માર્ગો ડાયવર્ટ કરાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward