android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarimala Gold Case : સોનું ચોરી કરવાના કેસમાં SITએ આ કોંગ્રેસ સાંસદની લાંબા સમય સુધી કરી પુછપરછ
calendar_today February 7, 2026

Sabarimala Gold Case : સોનું ચોરી કરવાના કેસમાં SITએ આ કોંગ્રેસ સાંસદની લાંબા સમય સુધી કરી પુછપરછ

સબરીમાલા સોના ચોરીના કેસમાં તપાસ કરી રહેલી SITએ શનિવારે કોંગ્રેસ સાંસદ અડૂર પ્રકાશ સાથે તિરૂવનંતપુરમમાં લાંબી પુછપરછ કરી છે. નોટિસ જાહેર થયા બાદ તે સવારે ક્રાઈમ બ્રાન્ચના હેડ ક્વાર્ટર પહોંચ્યા હતા, તેમની SITએ લગભગ 2.30 કલાક સુધી પુછપરછ કરી છે અને પુછપરછ બાદ તેઓ લગભગ 1 વાગ્યે ઓફિસની બહાર નીકળ્યા.શું થઈ નાણાકીય લેવડ-દેવડ? આ કેસમાં SITએ મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટી સાથે પણ પુછપરછ કરી, જેને પહેલા જ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. અડૂર પ્રકાશે જણાવ્યું કે તે શુક્રવારે કાસરગોડથી પરત ફર્યા હતા, ત્યારે SITએ કેટલાક કેસ પર સ્પષ્ટીકરણ માટે તેમનો સંપર્ક કર્યો. તેમને કહ્યું કે તે સવારે તપાસ એજન્સીની સામે હાજર થયા, તેમના તમામ પ્રશ્નના જવાબ આપ્યા છે. અડૂર પ્રકાશે કહ્યું કે તેમના જવાબના આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે તેમને પુછવામાં આવ્યું કે શું SITએ ઉન્નીકૃષ્ણન પોટ્ટીની સાથે તેમના સંબંધોને લઈ પ્રશ્ન કર્યો તો તેમને માન્યું કે આ મુદ્દો સામે આવ્યો હતો. તેમને તમામ વિગત શેયર કરી છે. તેને રેકોર્ડ પણ કરવામાં આવી છે. તેમની પુછપરછ દરમિયાન કોઈ પણ પ્રકારના નાણાકીય લેણ-દેણને લઈ સવાલ કરવામાં આવ્યા નથી. તેમને SITની કાર્યવાહી પાછળ કોઈ પણ રાજકીય ઉદ્દેશ્ય હોવાનો ઈનકાર કર્યો છે અને કહ્યું કે તેમને પુછપરછમાં કંઈ અસામાન્ય લાગ્યું નથી. તેની વચ્ચે LDF અડૂર પ્રકાશ પર પ્રશ્ન ઉઠાવી રહી છે. વિવાદ ત્યારે વધ્યો જ્યારે એક તસ્વીર સામે આવી, જેમાં અડૂર પ્રકાશ મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટીની સાથે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સાથે તેમના આવાસ પર મુલાકાત કરતા નજરે આવી રહ્યા છે. સોનું કોણે ચોરી કર્યું? આ પહેલા આ આરોપો પર પ્રતિક્રિયા આપતા અડૂર પ્રકાશ કહી ચૂક્યા છે કે તે ઉન્નીકૃષ્ણન પોટ્ટીને ઘણી વખત મળી ચૂક્યા છે. તેમના ઘણા આયોજનમાં સામેલ થયા છે પણ સબરીમાલા સોના ચોરી કેસમાં તેમનું કોઈ કનેક્શન નથી. AICC નેતા અને સાંસદ કે સી વેણુગોપાલે કહ્યું કે SIR કોઈને પણ પુછપરછ કરવા માટે સ્વતંત્ર છે. કાયદાએ પોતાનું કામ કરવું જોઈએ. તેમને આરોપ લગાવ્યો કે કેરળના લોકો જાણે છે કે સોનું કોણે ચોરી કર્યું છે અને દોષિયોને કોણ બચાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેરળ હાઈકોર્ટના નિર્દેશ બાદ SITની ટીમ સબરીમાલા મંદિરમાં દ્વારપાલની મૂર્તિઓ અને શ્રીકોવિલના દરવાજાથી ગાયબ થયેલા સોના સાથે જોડાયેલા બે કેસની તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ કેસમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. આ પણ વાંચો : Haryana : ફરીદાબાદમાં સુરજકુંડ મેળામાં અચાનક તૂટી પડી રાઈડ, અનેક લોકો થયા ઘાયલ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ફરીદાબાદમાં સૂરજકૂંડ મેળામાં મોટી દુર્ઘટના, રાઈડ તૂટી પડતા 1 પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત અને 13 ઈજાગ્રસ્ત
calendar_today February 7, 2026

Gujarat Latest News Live : ફરીદાબાદમાં સૂરજકૂંડ મેળામાં મોટી દુર્ઘટના, રાઈડ તૂટી પડતા 1 પોલીસ ઈન્સ્પેક્ટરનું મોત અને 13 ઈજાગ્રસ્ત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar News: પોલીસવાનમાં રીલ બનાવવી ભારે પડી, હોમગાર્ડ જવાન સસ્પેન્ડ; જાણો શું છે સમગ્ર મામલો
calendar_today February 7, 2026

Gandhinagar News: પોલીસવાનમાં રીલ બનાવવી ભારે પડી, હોમગાર્ડ જવાન સસ્પેન્ડ; જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સરકારી વાહનનો દુરુપયોગ કરી સોશિયલ મીડિયા માટે રીલ બનાવવી હોમગાર્ડ જવાનને ભારે પડી છે. પોલીસની ગાડીમાં યુવતી દ્વારા બનાવવામાં આવેલી રીલ વાયરલ થયા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરતા હોમગાર્ડ જવાન દશરથ રાવળને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોશિયલ મીડિયા પર બિંદિયા સોમપુરા નામની યુવતીની એક રીલ સામે આવી.પોલીસની ગાડીમાં યુવતીએ બનાવી હતી રીલઆ રીલ પોલીસની સત્તાવાર ગાડીમાં બનાવવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે: ગત 3 ફેબ્રુઆરીના રોજ આ રીલ બનાવવા માટે સરકારી વાહનનો ઉપયોગ થયો હતો. રીલ બનાવનાર યુવતી બિંદિયા સોમપુરા એ હોમગાર્ડ દશરથ રાવળની સબંધી હોવાનું બહાર આવ્યું છે. દશરથ રાવળ યુવતીને નવા સચિવાલય મૂકવા ગયા હતા અને તે દરમિયાન જિલ્લા કમાન્ડન્ટની જાણ બહાર આ વાહનનો ઉપયોગ કરી રીલ શૂટ કરવામાં આવી હતી. બિંદિયા સોમપુરા નામની યુવતીએ બનાવી હતી રીલસરકારી મિલકત અને પોલીસના વાહનનો આ પ્રકારે અંગત કામ અને મનોરંજન માટે ઉપયોગ થતા વિભાગની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. આ મામલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા જ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કમાન્ડન્ટે હોમગાર્ડ દશરથ રાવળને ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાના વળગણ અને સત્તાના દુરુપયોગ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward