android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkotમાં રેસકોર્સ રિંગરોડ પર જાહેરમાં હંગામો, એક યુવક પર મહિલા અને શખ્સોના ટોળાએ કર્યો હુમલો
calendar_today February 7, 2026

Rajkotમાં રેસકોર્સ રિંગરોડ પર જાહેરમાં હંગામો, એક યુવક પર મહિલા અને શખ્સોના ટોળાએ કર્યો હુમલો

રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના જાણીતા રેસકોર્સ રિંગરોડ પર આવેલી 'ટી પોસ્ટ' કાફે પાસે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. રિક્ષામાં ભરીને આવેલા કેટલાક શખ્સો અને મહિલાઓએ એક યુવકને ઘેરી લઈને બેફામ માર માર્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રેસકોર્સ રિંગરોડ પર હરવા-ફરવા આવેલા લોકોની ભીડ વચ્ચે અચાનક ચીસાચીસ સંભળાઈ હતી.રેસકોસ રિંગરોડ પર બની સમગ્ર ઘટનાએક યુવક જ્યારે 'ટી પોસ્ટ' કાફેમાંથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે અગાઉથી ત્યાં રિક્ષામાં આવી પહોંચેલા કેટલાક યુવકો અને મહિલાઓ તેના પર તૂટી પડ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ અને પુરુષો એકઠા થઈને યુવકને રસ્તા વચ્ચે ખેંચી રહ્યા છે અને તેના પર હાથ સાફ કરી રહ્યા છે. જાહેર માર્ગ પર આ પ્રકારે ફિલ્મી ઢબે થયેલી મારામારીને પગલે ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને મુલાકાતીઓમાં ગભરાટ ફેલાયો હતો.સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ આ મારામારી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ અંગત અદાવત હોવાનું જણાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી અને મોબાઈલ વીડિયો વાયરલ થતા જ સ્થાનિક પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભીડભાડ વાળા વિસ્તારમાં આ રીતે કાયદો હાથમાં લેનારા શખ્સો કોણ હતા અને તેમની વચ્ચે શું વિવાદ હતો, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં અવારનવાર જાહેર સ્થળો પર બનતી આવી ઘટનાઓ પોલીસ પેટ્રોલિંગ સામે ગંભીર સવાલો ઉભા કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News : 20 રૂપિયાની લાંચના કેસમાં 30 વર્ષે નિર્દોષ છૂટેલા કોન્સ્ટેબલનું બીજા જ દિવસે મોત
calendar_today February 7, 2026

Ahmedabad News : 20 રૂપિયાની લાંચના કેસમાં 30 વર્ષે નિર્દોષ છૂટેલા કોન્સ્ટેબલનું બીજા જ દિવસે મોત

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિ માટે વર્ષ 1996 થી શરૂ થયેલો સંઘર્ષ એક અત્યંત કરુણ વળાંક પર પૂરો થયો છે. માત્ર 20 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ફસાયેલા બાબુભાઈને 2004માં સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી 4 વર્ષની સજા ફટકારી હતી. આ અન્યાય સામે તેમણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. લગભગ બે દાયકા સુધી આ કેસ પેન્ડિંગ રહ્યો અને આખરે 4 ફેબ્રુઆરી 2026 ના રોજ હાઈકોર્ટે પુરાવાઓના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. 30 વર્ષ સુધી ભ્રષ્ટાચારનો જે ડાઘ તેમના ચરિત્ર પર હતો, તે હાઈકોર્ટના ચુકાદાથી ધોવાઈ ગયો હતો.હાઈકોર્ટે કલંક ધોયો ન્યાય મળ્યા બાદ બાબુભાઈએ તેમના વકીલની ઓફિસમાં ભાવુક થઈને કહ્યું હતું કે, "જીવનનો કલંક હવે મટી ગયો છે, હવે ભગવાન મને પોતાના પાસે બોલાવી લે." આ શબ્દો વકીલની ઓફિસના CCTV કેમેરામાં પણ કેદ થયા હતા. જાણે કુદરતે તેમની આ અંતિમ ઈચ્છા સાંભળી લીધી હોય તેમ, નિર્દોષ જાહેર થયાના બીજા જ દિવસે તેમનું અચાનક અવસાન થયું હતું. 30 વર્ષ સુધી પ્રામાણિકતા સાબિત કરવા માટે લડત આપનાર એક વૃદ્ધ પિતા અને પોલીસકર્મીનો આવો અંત જોઈને સમગ્ર કાયદાકીય જગત અને સમાજમાં ગમગીની વ્યાપી ગઈ છે. આ પણ વાંચો : Gandhinagar મહુડી મંદિર વિવાદમાં વિસ્ફોટ, "ટ્રસ્ટના દાગીના ચોરવા છે એટલે ખોટા આક્ષેપો થાય છે" - ભૂપેન્દ્ર વોરા

Read Full Story arrow_forward
IETE વેસ્ટ ઝોન સેમિનાર અને ISF કોંગ્રેસ-2026ની યજમાનીમાં સહયોગીરુપે અદાણી યુનિવર્સિટી શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઉભરી આવી
calendar_today February 7, 2026

IETE વેસ્ટ ઝોન સેમિનાર અને ISF કોંગ્રેસ-2026ની યજમાનીમાં સહયોગીરુપે અદાણી યુનિવર્સિટી શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઉભરી આવી

"ટ્રેન્ડ્સ એન્ડ ઈનોવેશન ઈન એરોસ્પેસ ઈલેક્ટ્રોનિક્સ" થીમ પર આયોજિત IETE વેસ્ટ ઝોન પરિસંવાદ અને IETE સ્ટુડન્ટ્સ ફોરમ (ISF) કોંગ્રેસ-2026ની યજમાનીમાં સહયોગી બનવા સાથે અદાણી યુનિવર્સિટી એક મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર તરીકે ઉભરી આવી છે.અમદાવાદ અને ગાંધીનગર બંનેમાં આ પરિસંવાદના સત્રો યોજાયા અદાણી યુનિવર્સિટી, ભારતીય અવકાશ સંશોધન સંગઠનના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઈન્ફોર્મેટિક્સ (BISAG-N)ની દિલ્હીની ઈન્સ્ટિટ્યૂશન ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર્સ (IETE)ના અમદાવાદ કેન્દ્રના યજમાનપદે યોજાયેલા આ પરિસંવાદની સહયોગી બની હતી. અમદાવાદ અને ગાંધીનગર બંનેમાં આ પરિસંવાદના સત્રો યોજાયા હતા. આજે અમદાવાદના શાંતિગ્રામ ખાતે અદાણી યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા આ પરિસંવાદ પરંપરાગત દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ધવલ પૂજારાએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીના નવીનતા આધારિત શિક્ષણ, શ્રેષ્ઠ સંશોધન અને ઉભરી રહેલા ટેકનોલોજી ક્ષેત્રોમાં સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પ્રકાશ પાડ્યો હતો. IETEના અમદાવાદ સેન્ટરના અધ્યક્ષ પ્રીતિ અગ્રવાલે ઉદ્ઘાટકીય પ્રવચન કર્યું હતું. અનેક મહેમાનો રહ્યા હાજર આ કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈ અને વિશેષ માનવંતા મહેમાન તરીકે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ રાજવંશીએ તેમના ચાવીરુપ સંબોધનમાં રાષ્ટ્ર નિર્માણમાં ઈલેક્ટ્રોનિક્સ અને એવિઓનિક્સની વધતી જતી ભૂમિકા, આત્મનિર્ભર ભારતનું વિઝન અને વિક્સિત ભારત 2047 તરફના પ્રયાણ વિશે વિગતે વાત કરી હતી. પરિસંવાદના અધ્યક્ષપદેથી IETEના પ્રેસિડેન્ટ સુનિલે સંબોધન કર્યું હતું. પરિસંવાદમાં સંશોધકો અને વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો આ પરિસંવાદમાં એરોસ્પેસ ઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં રોજબરોજ ઉમેરાતી ટેકનોલોજી, સંશોધન, પ્રગતિ અને નવીનતાસભર વલણો વિષયે નિષ્ણાતોના વડપણ હેઠળ યોજાયેલા ટેકનિકલ સત્રોમાં આ ક્ષેત્રો સંબંધી વર્તમાન અને ભાવિ આયામોની વિષદ છણાવટ કરવામાં આવી હતી. ઉદ્યોગકારો, વ્યાવસાયિકો, શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓએ આ પરિસંવાદમાં સક્રિયપણે ભાગ લીધો હતો, પરિણામે પરિસંવાદ જ્ઞાનના આદાન-પ્રદાનનું એક ગતિશીલ પ્લેટફોર્મ બની રહ્યો હતો. આ પરિસંવાદના આયોજનમાં એક સક્રિય સહયોગી બનીને અદાણી યુનિવર્સિટીએ ટેકનોલોજી-કેન્દ્રિત શિક્ષણ અને સંશોધન માટેના કેન્દ્ર તરીકે પોતાની સ્થિતિને મજબૂત કરવા સાથે એરોસ્પેસ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષમતાઓને સંગીન બનાવવાના રાષ્ટ્રીય પ્રયાસોમાં તેની ભૂમિકા અને યોગદાનની સજ્જતા દર્શાવી છે. ભવિષ્યમાં આ ક્ષેત્રોની જરુરિયાતમાં સતત સહયોગ, સંશોધનોમાં આવશ્યક ભાગીદારી અને નવીનતા-આધારિત વૃદ્ધિના મનોમંથન સાથે આ પરિસંવાદનું સમાપન થયું હતું.

Read Full Story arrow_forward