Vadodara News : ગોવાથી વડોદરા પહોંચ્યો દારૂ, શેતાન બુટલેગરે કારમાં 3 ટાંકી બનાવી દારૂ ઠાલવ્યો, પોલીસ પણ ચૌંકી આ કરતબથી
વડોદરામાં એક એવો બુટલગેર પોલીસના હાથે આવ્યો કે, પોલીસ પણ ચૌંકી ગઈ અને આ બુટલેગરે બ્રેક લાઇટ, ટાયર પાસે ટાંકીના વાલ્વ બનાવ્યા હતા અને દારૂની હેરાફેરી કરતો હતો. નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી દારુ નીકળતો હતો અને પોલીસે કાર સહિત દારુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે અમિત સોલંકીની ધરપકડ કરી. આરોપી ગોવાથી દારૂ લાવી વડોદરામાં કરતો હતો વેચાણ. વડોદરામાં દારૂની હેરાફેરીની નવી તરકીબ બુટલેગરે દારૂ વેચવા માટે નવી હેરાફેરી શોધી લીધી હતી, તેણે કારમાં ત્રણ ટાંકી બનાવી ત્રણ નળ લગાવ્યા અને ટાંકી દારૂથી ખીચોખીચ ભરી દારૂ સપ્લાયનો ધંધો કરતો હતો, બુટલેગરે કારની બ્રેક લાઈટ અને ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા અને નળ ચાલુ કરતા જ ટાંકી માંથી નિકળતો હતો વિદેશી દારૂ. ટાંકી માંથી લુઝ દારૂ કાઢી બોટલમાં ભરીને કરતા હતા છૂટક વેચાણ. પોલીસે દારૂ 3લાખ ઉપરાંતનો લુઝ દારૂ જપ્ત કર્યો છે. પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ પોલીસને આ બાતમી મળતા વોચ ગોઠવી હતી અને વોચના આધારે ઓપરેશન પાર પાડયું છે, છેલ્લા કેટલા સમયથી દારૂ આવતો હતો અને કોને આપવામાં આવતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે, આરોપીની કાર પણ જપ્ત કરવામાં આવી છે. આ પણ વાંચો : Gandhinagar News : રાજ્યમાં પોષણ સાથે સુરક્ષાનો વ્યાપ વધ્યો, 5.14 લાખ નવા લાભાર્થીઓ આંગણવાડીની વિવિધ યોજનાથી લાભાન્વિત
Read Full Story arrow_forward