android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dholka: વાહન પાછળ ટ્રક ટકરાતા ચાલકની કેબિનનો ખુડદો, 3ના મોત, 1 ગંભીર
calendar_today February 5, 2026

Dholka: વાહન પાછળ ટ્રક ટકરાતા ચાલકની કેબિનનો ખુડદો, 3ના મોત, 1 ગંભીર

બગોદરા-ધોળકા હાઈવે પર બુધવાર મોડી રાતે એક અજાણ્યા વાહન પાછળ આઇશર ટ્રક ઘૂસી જતા એક ગોઝારો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. બગોદરાથી ધોળકા તરફ્ જઈ રહેલી આઇસર ટ્રક કોઈ અજાણ્યા વાહનની પાછળ ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં આઇસર ટ્રકના કેબીનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ટ્રકમાં સવાર એક પુરુષ, એક સ્ત્ર્રી અને પાંચ વર્ષનું બાળક અંદર જ કચડાઈ ગયા હતા. મૃતકો પતિ-પત્ની અને પાંચ વર્ષનું બાળક હોવાનું બહાર આવ્યું છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ખાનપુર લાટ ગામના પાટીયા નજીક બનેલી આ ઘટનામાં આઈસર ટ્રકના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફ્કિ જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ધોળકા પોલીસે મૃતદેહોને ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad: રાણપુરમાં ગાયને હડકવા ઉપડતા અને બજારમાં દંગલ મચાવતા દોડધામ મચી
calendar_today February 5, 2026

Botad: રાણપુરમાં ગાયને હડકવા ઉપડતા અને બજારમાં દંગલ મચાવતા દોડધામ મચી

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં એક ગાયને હડકવા ઉપડતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હડકાયેલી ગાયે શહેરના બજાર વિસ્તારમાં કેટલાક લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગૌ-નંદી સેવા ગ્રુપ રાણપુરના કાર્યકરો પોતાના સાધનો અને વાહનો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ગાયને સુરક્ષિત રીતે કાબૂમાં લેવા માટે મોડી રાત સુધી સતત અને અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશનમાં ગૌ-નંદી સેવા ગ્રુપ રાણપુરની સાથે શહેરના સામાજિક આગેવાનો તથા જીવદયાપ્રેમીઓ પણ જોડાયા હતા. રાણપુરની મેઈન બજાર, ગી-બી રોડ, અણીયાળી રોડ અને રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે પકડી સલામત સ્થળે બાંધવામાં આવી હતી. ગાયને સુરક્ષિત કરવામાં આવતા શહેરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: જિ. પ્રા. શિક્ષક સંઘના હોદ્દેદારો દિલ્હી ધરણાં કાર્યક્રમમાં જોડાયા
calendar_today February 5, 2026

Surendranagar: જિ. પ્રા. શિક્ષક સંઘના હોદ્દેદારો દિલ્હી ધરણાં કાર્યક્રમમાં જોડાયા

અખીલ ભારતીય પ્રાથમીક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નોને લઈને મહાનગર દિલ્હીના જંતરમંતર ખાતે તા. 5મી ફેબ્રુઆરીએ ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દેશભરના પ્રાથમિક શિક્ષકો જોડાયા હતા. આ ધરણામાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ ડો. દીપેન્દ્રભાઈ ધાધલના નેજા હેઠળ ચોટીલા યુનીટના પ્રમુખ ઘનશ્યામભાઈ મેણીયા, સાયલાના યુનીટના પ્રમુખ દેવાયતભાઈ, ચુડાના પ્રમુખ જેરામભાઈ, શંકરભાઈ, કારોબારી સભ્યો અને શિક્ષકો મોટીસંખ્યામાં જોડાયા હતા. શિક્ષકોના લાંબા સમયથી 2011 પહેલા શિક્ષકોને ટેટની પરીક્ષામાંથી મુકિત, 2005 બાદ ભરતી થયેલા શિક્ષકોનો ઓપીએસમાં સમાવેશ, નેશનલ એજયુકેશન પોલીસીમાં સુધારા, શાળા વિલીનીકરણ, શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુકિત, વધારે પડતી ઓનલાઈન કામગીરીમાંથી મુકિત, કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવી સહિતના પ્રશ્નો પડતર રહેલા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward