android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ચોરીના 9 વાહનો સાથે બે શખ્સો અને એક કિશોર ઝડપાયા
calendar_today February 5, 2026

Surat News: ચોરીના 9 વાહનો સાથે બે શખ્સો અને એક કિશોર ઝડપાયા

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ પુણા પોલીસ ટીમે મોટી સફળતા મેળવી છે. પુણા પોલીસ દ્વારા મળેલી બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારો અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને કુલ 9 ચોરીના વાહનો સાથે ઝડપી લેવામાં આવ્યા છે.બાતમીના આધારે કાર્યવાહી પુણા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ચોરીના બાઇક સાથે પસાર થવાના છે. આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે ચિરાગ પપ્પુ ભાર્ગવ અને જયદીપ ઘનશ્યામભાઈ મોર નામના બે શખ્સોની અટકાયત કરી હતી. તેમની સાથે એક સગીર પણ હોવાનું સામે આવ્યું હતું. ચોરીના 9 વાહનો કબ્જે પોલીસે પકડાયેલા શખ્સોની કડક પૂછપરછ કરતા તેમણે સુરત શહેરના અલગ-અલગ વિસ્તારો તેમજ સુરત ગ્રામ્યમાંથી વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરીના કુલ 9 મોટરસાયકલ અને સ્કૂટર કબ્જે કર્યા છે. આ ટોળકી નિર્જન સ્થળે પાર્ક કરેલા વાહનોના લોક તોડીને તેની ચોરી કરતી હતી. પોલીસ તપાસ ચાલુ પુણા પોલીસ દ્વારા આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટોળકીએ અન્ય કયા વિસ્તારોમાં વાહન ચોરીને અંજામ આપ્યો છે અને આ વાહનો તેઓ ક્યાં વેચવાના હતા, તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. વાહન ચોરો ઝડપાતા સુરતના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે આગામી સમયમાં ચોરીના અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. આ પણ વાંચો - Surat News: બેફામ કાર ચાલકે રિક્ષા અને બાઈકને લીધા અડફેટે, રિક્ષાનો વળ્યો કચ્ચરઘાણ

Read Full Story arrow_forward
Rajkot ટ્રાફિક પોલીસની દબંગાઈ, પાર્કિંગમાંથી બાઇક ટોઈંગ કરી એડવોકેટ પર કાર ચડાવવાનો પ્રયાસ
calendar_today February 5, 2026

Rajkot ટ્રાફિક પોલીસની દબંગાઈ, પાર્કિંગમાંથી બાઇક ટોઈંગ કરી એડવોકેટ પર કાર ચડાવવાનો પ્રયાસ

રાજકોટના અયોધ્યા ચોક પાસે આવેલા વિરલ કોમ્પ્લેક્સમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આરોપ છે કે પાર્કિંગમાં વ્યવસ્થિત રીતે પડેલા ટુ-વ્હીલરને ટોઈંગ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે સ્થાનિક એડવોકેટે આ અંગે સવાલ ઉઠાવ્યો અને નિયમ વિરુદ્ધની કામગીરી બાબતે રજૂઆત કરી, ત્યારે ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મીએ નમ્રતા દાખવવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું. એડવોકેટનો ગંભીર આક્ષેપ છે કે રજૂઆત દરમિયાન પોલીસ કર્મચારીએ તેમના પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી સ્થળ પર તંગદિલી સર્જાઈ હતી.ટોઈંગના નામે અરાજકતા? છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ટોઈંગ કામગીરી વિવાદોના વમળમાં છે, પરંતુ આ ઘટનાએ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. વીડિયોમાં પોલીસ કર્મીની દાદાગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે, જેને પગલે એડવોકેટે ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. વકીલ મંડળમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે જનતા સાથે અમાનવીય વર્તન કરનારા અને કાયદાના રક્ષક બનીને ભક્ષક જેવું કૃત્ય કરનારા પોલીસ કર્મચારી સામે ઉચ્ચ અધિકારીઓ કેવા પગલાં ભરે છે. આ પણ વાંચો : Ahmedabad માં માનવતાની મહેક, પાઇપલાઇનના કામથી પાણી કપાયું તો મસ્જિદ બની લોકોનો સહારો

Read Full Story arrow_forward
Gandhinagar News: 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું
calendar_today February 5, 2026

Gandhinagar News: 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું

વર્ષ 2024માં ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મજબૂત વિકાસ જોવા મળ્યો છે.જેમાં દેશમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 99.5 લાખ સુધી પહોંચી છે.આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા પણ વધીને 2.05 કરોડ થઇ છે જે કોવિડ પહેલાના વર્ષ 2019ની સરખામણીએ 14.85%નો વધારો દર્શાવે છે.રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી આ વૃદ્ધિમાં ગુજરાત પણ વિદેશી પ્રવાસીઓ માટે ત્રીજા સૌથી પસંદગીના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે.કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શેર કરાયેલા આંકડા મુજબ 2024માં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓના આગમન બાબતે,ટોચના પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર,પશ્ચિમ બંગાળ,ગુજરાત,ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસો અને આઇકોનિક સ્થળોને પ્રોત્સાહન મંત્રાયલ દ્વારા જણાવ્યા અનુસાર 2024માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આગમનમાં ભારત વૈશ્વિક સ્તરે 20મા ક્રમે છે જેમાં 2.05 કરોડ મુલાકાતીઓએ ભારતની મુલાકાત લીધી છે. વર્ષ 2023-24માં પ્રવાસન ક્ષેત્રમાં 8.46 કરોડ લોકોને રોજગારની તકો પ્રાપ્ત થઇ છે.મૂડી રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાય અને સ્વદેશ દર્શન 2.0 જેવી યોજનાઓના સહયોગથી આ સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળી છે.ગુજરાતે આ પહેલોના સહયોગ સાથે રાજ્યના ધાર્મિક સ્થળો, ઇકો ટુરિઝમ, સાંસ્કૃતિક વારસો અને આઇકોનિક સ્થળોને પ્રોત્સાહન આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે. વૈશ્વિક પ્રવાસન ક્ષેત્ર તરીકેની પ્રતિષ્ઠા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા આઇકોનિક પ્રોજેક્ટ અને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ જેવા કાર્યક્રમોએ પ્રવાસન ક્ષેત્રમાં શ્રેષ્ઠતાના નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે અને પ્રવાસીઓના અનુભવને સમૃદ્ધ બનાવીને વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનું ત્રીજુ સ્થાન એ માત્ર આંકડાકીય ઉપલબ્ધિ નથી પરંતુ તે એક સ્પષ્ટ વિઝન, સશક્ત નેતૃત્વ અને સાંસ્કૃતિક ગૌરવને દર્શાવે છે. હેરિટેજ, ઇકો ટુરિઝમ અને આઇકોનિક સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાત પસંદગીના વૈશ્વિક પ્રવાસન ક્ષેત્ર તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરવા માટે તૈયાર છે. એશિયાટિક સિંહો માટે જાણીતું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વર્ષ 2024માં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓએ રાજ્યના વૈવિધ્યપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં ધાર્મિક ક્ષેત્રો, હેરિટેજ સ્થળો, વાઇલ્ડલાઇફ અને આધુનિક કેન્દ્રોનો સમાવેશ થાય છે.સોમનાથ જ્યોતિર્લિંગમાં દર વર્ષે બહોળી સંખ્યામાં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે જ્યારે આધ્યાત્મિક સાધકો માટે દ્વારકા હંમેશાથી પસંદગીનું સ્થળ રહ્યું છે.એશિયાટિક સિંહો માટે જાણીતું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પણ ગુજરાત આવતા પ્રવાસીઓ માટે હંમેશાથી પસંદગીનું સ્થળ રહ્યું છે અને કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમા ભારતની એકતા અને એન્જિનિયરિંગ કૌશલ્યનું પ્રતીક બન્યું છે.આ સ્થળોના આકર્ષણના લીધે વર્ષ 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું છે. આ પણ વાંચોઃ Gandhinagar News : 930 કરોડનું મેગા સાયબર કૌભાંડ, 28 રાજ્યોમાં આતંક મચાવનાર 5 ઠગબાજોની ધરપકડ

Read Full Story arrow_forward