android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : શિક્ષક બનવાનું સપનું થશે સાકાર, રાજ્ય પરીક્ષા બોર્ડે TAT HS ની તારીખ જાહેર કરી
calendar_today February 5, 2026

Gandhinagar News : શિક્ષક બનવાનું સપનું થશે સાકાર, રાજ્ય પરીક્ષા બોર્ડે TAT HS ની તારીખ જાહેર કરી

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્ડ દ્વારા TAT (Teachers Aptitude Test) હાયર સેકન્ડરીની પરીક્ષાની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ, TAT હાયર સેકન્ડરીની પ્રિલિમિનરી પરીક્ષા આગામી 29 માર્ચના રોજ યોજાશે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે આ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે, જેને પગલે લાખો ઉમેદવારો આ જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.રાજ્ય પરીક્ષા બોર્ડ એક્શન મોડમાં પરીક્ષા પદ્ધતિ મુજબ, જે ઉમેદવારો 29 માર્ચની પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થશે, તેઓને મુખ્ય (મેઈન્સ) પરીક્ષા આપવાની તક મળશે. રાજ્ય પરીક્ષા બોર્ડના જણાવ્યા અનુસાર, TAT હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા મે મહિનામાં લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આ જાહેરાતની સાથે જ શૈક્ષણિક જગતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઉમેદવારો પાસે હવે તૈયારી માટે મર્યાદિત સમય હોવાથી તેઓએ રિવિઝન અને પ્રેક્ટિસ પર ભાર મૂકવો પડશે. પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા અને અન્ય સૂચનાઓ ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પણ વાંચો : Rajkot ટ્રાફિક પોલીસની દબંગાઈ, પાર્કિંગમાંથી બાઇક ટોઈંગ કરી એડવોકેટ પર કાર ચડાવવાનો પ્રયાસ

Read Full Story arrow_forward
Gandhinagar News: કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ ગુજરાતના સ્પોર્ટ્સ સેક્ટરને ખેલો ઇન્ડિયા મિશનથી વેગ મળશે
calendar_today February 5, 2026

Gandhinagar News: કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ ગુજરાતના સ્પોર્ટ્સ સેક્ટરને ખેલો ઇન્ડિયા મિશનથી વેગ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2026ને ત્રણ મુખ્ય કર્તવ્યોના આધારે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ માટેની મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ ગણાવ્યું હતું.આર્થિક વૃદ્ધિને વેગ આપીને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ, લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી દેશની સમૃદ્ધિમાં સક્રિય જનભાગીદારી અને સૌના સાથ સૌના વિકાસને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં પ્રતિબિંબિત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ-2026ને આવકાર આપવા સાથે ગુજરાતને આ બજેટથી થનારા લાભ અંગેની વિસ્તૃત ભૂમિકા ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી. ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરીંગ હબ મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીની વિઝનરી લીડરશીપમાં આ બજેટને રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતા વિકસિત ભારત માટેનો કોન્ટમ જમ્પ આપનારું બજેટ ગણાવ્યું હતું. ભારત આજે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતનાં લક્ષ્યને સિદ્ધ કરવા તરફનું મહત્વનું કદમ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્રીય બજેટમાં ફાર્મા સેક્ટરમાં ૧૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ દ્વારા દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સેમીકન્ડક્ટર મિશન 2.0નો લાભ મળશે આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપશે.રાજ્યના 42.9 લાખથી વધુ MSME અર્થતંત્રની બેકબોન છે તેનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારનાં આ વર્ષનાં બજેટમાં “ચેમ્પીયન MSME”ના નિર્માણ માટે ૧૦ હજાર કરોડના SME ફંડની જાહેરાત કરી છે.તેનાથી MSME સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડીટી વધશે.ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.તેને બજેટમાં જાહેર થયેલા ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0નો લાભ મળશે. કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ ગુજરાત આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ થયું છે તેને બજેટમાં જાહેર થયેલા ખેલો ઇન્ડિયા મિશન કાર્યક્રમથી વધુ પ્રેરણા અને બળ મળશે.મુખ્યમંત્રીએ ગુજરાત નેશનલ ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, 16 માં નાણાંપંચ અંતર્ગત ગુજરાત માટે સેન્ટ્રલ ડીવોલ્યુશન 3.48 ટકાથી વધારીને 3.75 ટકા કરવામાં આવ્યું છે. આના પરિણામે રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ મળશે તેવો મત તેમણે દર્શાવ્યો હતો. દેશમાં 15 હજાર જેટલી શાળાઓ અને 500 જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે તેનો લાભ ગુજરાતનાં મહત્વકાંક્ષી યુવાનોને મળશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી આ પણ વાંચોઃ Gandhinagar News: 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું

Read Full Story arrow_forward
Gandhinagar News: 23 IPS અધિકારીઓને જિલ્લાની જવાબદારી સોંપાઈ, જાણો શું કામગીરી કરશે
calendar_today February 5, 2026

Gandhinagar News: 23 IPS અધિકારીઓને જિલ્લાની જવાબદારી સોંપાઈ, જાણો શું કામગીરી કરશે

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. જેથી સરકાર લોકોના કામો પૂર્ણ કરવા માટે એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓને નવી નવી જવાબદારીઓ સોંપી રહ્યાં છે. તેમણે સચિવોને જિલ્લાના પ્રભારી તરીકેનો ભાર સોંપ્યો છે. હવે રાજ્યના IPS અધિકારીઓને પણ જિલ્લાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. મહિનામાં બે વાર જિલ્લા મુલાકાત લેશે IPS રાજ્ય સરકારે હવે એક નિર્ણય જાહેર કર્યો છે કે, રાજ્યના 23 IPS અધિકારીઓ હવે જિલ્લાની દેખરેખ રાખશે. આ 23 ઉચ્ચ પોલીસ અધિકારીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ એક મહિનામાં બે વખત તેમને સોંપવામાં આવેલા જિલ્લાની મુલાકાત લેશે. તેઓ જિલ્લા પોલીસ વડાની કચેરી અને જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં તપાસ કરશે. તેમને ફરિયાદી સાથે પણ મુલાકાત કરવા માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં આવેલી અરજીઓની ચકાસણી પણ કરવાની રહેશે અને દફતરે થયેલી અરજીઓની પણ ચકાસણી કરવાની રહેશે. આ પણ વાંચોઃ PM Modi in Rajya Sabha : કોંગ્રેસના યુવરાજે શીખ સમુદાયનું અપમાન કર્યું, આસામના લોકોનું અપમાન કર્યું : વડાપ્રધાન મોદી

Read Full Story arrow_forward