android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat માં શ્વાનનો આતંક, વાલક પાટિયા પાસે બાળક પર હુમલો થતા રહીશોમાં ફફડાટ
calendar_today February 5, 2026

Surat માં શ્વાનનો આતંક, વાલક પાટિયા પાસે બાળક પર હુમલો થતા રહીશોમાં ફફડાટ

સુરતના વાલક પાટિયા વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનો ભોગ વધુ એક માસૂમ બાળક બન્યું છે. વાલક પાટિયા પાસે આવેલી કરુણેશ હોમ્સ સોસાયટીમાં એક બાળક પર શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં રખડતા શ્વાનોનો ઉપદ્રવ લાંબા સમયથી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નહોતા. હુમલાની આ ગંભીર ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાં જાણ કરી હતી.બાળક પર શ્વાનનો હુમલો બાળક પર હુમલો થયાના સમાચાર મળતા જ સુરત પાલિકાની ડોગ કેચિંગ ટીમ હરકતમાં આવી હતી અને વાલક પાટિયા ખાતે પહોંચી હતી. પાલિકાની ટીમે સોસાયટીની આસપાસ આવેલા ખુલ્લા પ્લોટમાં તપાસ હાથ ધરી હતી અને ત્યાં છુપાયેલા રખડતા શ્વાનોને પાંજરે પૂર્યા હતા. જોકે, આ કામગીરીને લઈને સ્થાનિકોમાં "ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા" જેવો ઘાટ હોવાની ચર્ચાઓ જાગી છે. લોકોનું કહેવું છે કે જો પાલિકાએ અગાઉથી જ સતર્કતા દાખવી હોત, તો આજે આ માસૂમ બાળક હુમલાનો શિકાર ન બન્યું હોત. હાલમાં પાલિકાએ આ પંથકમાં સઘન તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો : Gandhinagar News : શિક્ષક બનવાનું સપનું થશે સાકાર, રાજ્ય પરીક્ષા બોર્ડે TAT HS ની તારીખ જાહેર કરી

Read Full Story arrow_forward
MP Mayank Nayakની સંસદમાં મહત્વની રજૂઆત, વિદ્યાર્થીઓ ‘નોકરી દાતા’ બનાવવાની માગ
calendar_today February 5, 2026

MP Mayank Nayakની સંસદમાં મહત્વની રજૂઆત, વિદ્યાર્થીઓ ‘નોકરી દાતા’ બનાવવાની માગ

રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે સંસદના ગૃહમાં દેશના શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે દેશની સર્વોચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે IIM અને IITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી મેળવીને મોટી કંપનીઓમાં નોકરી શોધનારા (Job Seekers) ન બને, પરંતુ તેઓ 'નોકરી દાતા' (Job Creators) બને તેવું વાતાવરણ તૈયાર કરવું જોઈએ.સ્ટાર્ટઅપ અને ઉદ્યોગલક્ષી શિક્ષણ પર ભાર સાંસદ મયંક નાયકે ગૃહમાં જણાવ્યું હતું કે જો આપણે ભારતમાં મોટા પાયે રોજગારીનું નિર્માણ કરવું હોય, તો શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર લાવવો અનિવાર્ય છે. તેમણે માંગ કરી હતી કે: સ્ટાર્ટઅપ અભ્યાસક્રમ: IIM અને IITમાં ખાસ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાને લગતા કોર્સ શરૂ કરવામાં આવે. પ્રાયોગિક જ્ઞાન: વિદ્યાર્થીઓને માત્ર થિયરી નહીં, પણ ઉદ્યોગ કેવી રીતે શરૂ કરવો? લાઇસન્સની પ્રક્રિયા શું હોય છે? અને વ્યવસાયના સંચાલનની પાયાની વિગતો અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવે. રોજગારીના નિર્માણ માટે નવો અભિગમ મયંકભાઈ નાયકની આ રજૂઆત પાછળનો મુખ્ય હેતુ દેશના તેજસ્વી યુવાનોની બુદ્ધિશક્તિનો ઉપયોગ નવા ઉદ્યોગો સ્થાપવા માટે થાય તેવો છે. તેમણે ઉમેર્યું કે જ્યારે એક વિદ્યાર્થી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે છે, ત્યારે તે પોતાની સાથે અન્ય સેંકડો લોકોને રોજગારી પૂરી પાડે છે. આ માટે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને લાઇસન્સ પ્રક્રિયાથી માંડીને તમામ વ્યવસાયિક બાબતોનું માર્ગદર્શન અભ્યાસમાં જ આપવું જોઈએ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News : રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે, 178 કરોડના ખર્ચે 14 નવી MRI મશીનો ખરીદાશે
calendar_today February 5, 2026

Gandhinagar News : રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે, 178 કરોડના ખર્ચે 14 નવી MRI મશીનો ખરીદાશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલી સિવિલ હોસ્પિટલો અને GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત હોસ્પિટલો માટે કુલ 14 નવી અત્યાધુનિક MRI મશીનોની ખરીદી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા અંદાજે 178.54 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલોના મોંઘા ટેસ્ટમાંથી મુક્તિ મળશે અને સરકારી હોસ્પિટલોમાં જ સચોટ નિદાન ઉપલબ્ધ થશે.સરકારનો મહત્વનો નિર્ણય આ નવી MRI મશીનો 1.5 ટેસ્લા (Tesla) ટેકનોલોજીથી સજ્જ હશે, જે તબીબી ક્ષેત્રે શ્રેષ્ઠ ગુણવત્તાના રિપોર્ટ આપવા માટે જાણીતી છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરો સહિત રાજ્યના કુલ 14 મહત્વના શહેરોમાં આ મશીનો ફાળવવામાં આવશે. આ અત્યાધુનિક ટેકનોલોજીને કારણે જટિલ બીમારીઓનું નિદાન ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થઈ શકશે, જેનાથી સારવારમાં લાગતો સમય ઘટશે અને દર્દીઓના જીવ બચાવવામાં મોટી મદદ મળશે. સરકારના આ પગલાથી રાજ્યના જાહેર આરોગ્ય માળખામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. આ પણ વાંચો : Surat માં શ્વાનનો આતંક, વાલક પાટિયા પાસે બાળક પર હુમલો થતા રહીશોમાં ફફડાટ

Read Full Story arrow_forward