android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM Modi in Rajya Sabha live : હાઈ બીમ લાઈટ મુદ્દે સરકાર એક્શનમાં,12 દિવસમાં ત્રણ હજારથી વધુ વાહનચાલકો દંડાયા
calendar_today February 5, 2026

PM Modi in Rajya Sabha live : હાઈ બીમ લાઈટ મુદ્દે સરકાર એક્શનમાં,12 દિવસમાં ત્રણ હજારથી વધુ વાહનચાલકો દંડાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad માં સ્માર્ટ ટોયલેટ બનશે ડિજિટલ, હવે સિક્કાની માથાકૂટ ખતમ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ
calendar_today February 5, 2026

Ahmedabad માં સ્માર્ટ ટોયલેટ બનશે ડિજિટલ, હવે સિક્કાની માથાકૂટ ખતમ, QR કોડથી કરી શકાશે પેમેન્ટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરને સ્માર્ટ સિટી બનાવવાની દિશામાં વધુ એક મહત્વનું પગલું ભરી રહ્યું છે. અત્યાર સુધી શહેરના સ્માર્ટ ટોયલેટમાં સિક્કા નાખીને પ્રવેશ મેળવવાની પદ્ધતિ હતી, પરંતુ ઘણીવાર સિક્કા ન મળવા અથવા ટેકનિકલ ખામીને કારણે નાગરિકોને મુશ્કેલી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ રૂપે હવે AMC દ્વારા તમામ સ્માર્ટ ટોયલેટમાં QR કોડ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમથી વપરાશકર્તાઓ કોઈપણ UPI એપ દ્વારા સીધું સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ કરી શકશે, જેનાથી 'કેશલેસ' સુવિધાનો વ્યાપ વધશે.AMC ની હાઈટેક પહેલ તંત્ર દ્વારા આ આયોજન પાછળનું મુખ્ય કારણ પારદર્શિતા લાવવાનું અને ગેરરીતિ રોકવાનું છે. સિક્કાના કલેક્શનમાં ઘણીવાર હિસાબની ગરબડ કે ચોરી થવાની શક્યતા રહેતી હતી, જે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આવવાથી સંપૂર્ણપણે નાબૂદ થશે. દરેક વપરાશકર્તા દ્વારા કરવામાં આવેલું ચૂકવણું સીધું જ મ્યુનિસિપલ કોર્પોરેશનના બેંક ખાતામાં જમા થશે. આ આધુનિકીકરણથી શહેરના જાહેર શૌચાલયો વધુ સુવિધાજનક અને હાઈટેક બનશે, તેમજ મેન્ટેનન્સ અને આવક પર પણ તંત્ર વધુ સારી રીતે નજર રાખી શકશે. આ પણ વાંચો : Gandhinagar News : રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે, 178 કરોડના ખર્ચે 14 નવી MRI મશીનો ખરીદાશે

Read Full Story arrow_forward
Rajkot News: હવે રાજકોટમાં મિનિ ગીર તૈયાર થઈ ગયું, સિંહ દર્શન માટેના લાયન સફારી પાર્કની કામગીરી અંતિમ તબક્કામાં
calendar_today February 5, 2026

Rajkot News: હવે રાજકોટમાં મિનિ ગીર તૈયાર થઈ ગયું, સિંહ દર્શન માટેના લાયન સફારી પાર્કની કામગીરી અંતિમ તબક્કામાં

રાજકોટવાસીઓ માટે હવે સિંહ દર્શન માટે ગીર કે દેવળિયા સુધી લાંબા નહીં થવું પડે. રાજકોટની ભાગોળે જ મિનિ ગીર તૈયાર થઈ ગયું છે.૩૦ હેક્ટરમાં ફેલાયેલા લાયન સફારી પાર્કની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે.રાજકોટના આંગણે ગીરની પ્રતિકૃતિ સમાન લાયન સફારી પાર્ક હવે સાકાર થઈ રહ્યો છે. ૩૦ હેક્ટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલા આ પાર્કની ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. ઉનાળાના વેકેશન દરમિયાન આ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ખુલ્લી જીપમાં સફારીનો રોમાંચ માણી શકશે અહીં સિંહ પરિવાર માટે જંગલ જેવો જ કુદરતી માહોલ ઊભો કરવામાં આવ્યો છે. સિંહો મુક્તપણે વિહાર કરી શકે તે માટે લોખંડી દીવાલો અને કુદરતી પાણીના સ્ત્રોત તૈયાર છે. પ્રવાસીઓ દેવળિયાની જેમ જ અહીં ખુલ્લી જીપમાં સફારીનો રોમાંચ માણી શકશે.રાજકોટ લાયન સફારી પાર્કના મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષક બનાવવામાં આવ્યો છે , તો ૩૦ હેક્ટરની વિશાળ જગ્યામાં ગીર ની જેમ જે જીપ્સીમાં ફરવા માટે રસ્તા તૈયાર છે .. સિંહોની સુરક્ષા માટે ૩ મીટર ઊંચી મજબૂત લોખંડી દીવાલ બનાવવામાં આવી છે. આ ગેટ માત્ર પ્રવેશદ્વાર નથી, પણ રાજકોટવાસીઓ માટે ગીરના જંગલમાં પ્રવેશવાનું માધ્યમ બનશે. રાજકોટવાસીઓ માટે સિંહની ગર્જનાઓ નજીકમાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને આ ઉનાળો રાજકોટવાસીઓ માટે સિંહની ગર્જનાઓ વચ્ચે પસાર થવાનો છે.આ દ્રશ્યો જુઓ, આ છે પાર્કની અંદરનો નજારો. ૩૬૫ દિવસ સિંહ દર્શન થાય તેવી વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે. જે રીતે ગીરમાં સિંહો ખુલ્લા આકાશ નીચે વિહરે છે, બરાબર એ જ રીતે અહીં રાજકોટની ભાગોળે પણ સિંહો વિહાર કરતા જોવા મળશે. પાણીના કુંડ અને વનરાજી એવી રીતે ગોઠવવામાં આવી છે કે સિંહ પરિવારને પણ પોતાના અસલી ઘર જેવો અનુભવ થાય. આ પણ વાંચોઃ Gandhinagar News: 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું

Read Full Story arrow_forward